તા. 28મી જાન્યુઆરીએ પુરા થયેલા ત્રણ મહિનાના ક્વાર્ટરમાં ચોખ્ખું વેચાણ વાર્ષિક ધોરણે 5 ટકા ઘટીને 2.67 બિલિયન થયું હતું. યુએસના જ્વેલરે જાહેર કરેલી માહિતીઓ અનુસાર પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ વર્ષે દરેક સ્ટોર પર વેચાણ -9 ટકા જેટલું ઘટ્યું છે, જ્યારે ચોખ્ખો નફો 12 ટકા ઘટીને 277.3 મિલિયન ડોલર રહ્યો હતો.
સિગ્નેક, કે જ્વેલર્સ, ઝેલ્સ અને જેરેડના માલિક ઘટાડા માટે ફુગાવાની અસર તેમજ વિન્ટરના ઈલિયટને જવાબદાર ઠેરવ્યા હતા. જેણે ક્રિસમસ સુધીના ત્રણ શોપિંગ દિવસોમાં યુએસના ખર્ચમાં ઘટાડો કર્યો હતો. વધુમાં યુકેમાં યુનિયનની હડતાળ અને બ્રિટિશ પાઉન્ડના નબળા પડવાના લીધે બજારમાં અસર પડી હતી.
સિગ્નેટના પોર્ટફોલિયોમાં ઓનલાઈન રિટેલર બ્લુ નાઈલને ઉમેર્યા તેની અસર પડી હતી. તેના લીધે વેચાણનો ઘટાડો વધુ પ્રભાવી રીતે દેખાયો હતો. મેનેજમેન્ટ કમાણી અંગે સમજાવતા કહ્યું હતું કે સસ્તી કેટેગરી કરતા વધુ કિંમતવાળી મોંઘી પ્રોડ્ક્ટસ વધુ સારી રીતે વેચાઈ રહી છે.
જોકે કંપની માટે ચોથું ક્વાર્ટર સારું રહ્યું હતું. પાછલા વર્ષની સરખામણીએ સમાન સમયગાળામાં વેચાણ 29 ટકા વધ્યું હતું. જોકે, ચોખ્ખો નફો 51 ટકા ઘટીને 376.7 મિલિયન ડોલર જ રહ્યો હતો.
સિગ્નેટે કરેલી આગામી મુજબ 29 જાન્યુઆરીથી શરૂ થયેલા નાણાકીય વર્ષ માટે આ વર્ષે આશરે થોડી ઓછી લગભગ 7.67 બિલિયન ડોલર થી 7.84 બિલિયન થવાની સંભાવના છે. જ્વેલરી ઉદ્યોગમાં વેચાણ મિડલથી સિંગલ ડિજીટ ઘટવાની ધારણા છે.
એન્ગેજમેન્ટના સેગમેન્ટમાં વેચાણ સારું રહેશે જ્યારે નીચા ભાવ પોઇન્ટ સાથે પત્થરોની માંગ ફરી વધે તેવી શક્યતા છે. જોકે ભવિષ્ય માટે તેજીની આગાહી કરવી મુશ્કેલ છે. સિગ્નેટ જ્વેલરી કેટેગરીથી દૂર કન્ઝ્યુમર ખર્ચમાં સતત ફેરફારની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ગ્રાહકના આત્મવિશ્વાસમાં ઘટાડો વેચાણ પર પ્રતિબિંબિત થઈ રહ્યો છે. કન્ઝ્યુમર ડિમાન્ડ પર ફુગાવો અને અન્ય મેક્રો ઈકોનોમિક પરિબળોની વધુ અસર દેખાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM