આપણે એવા કલ્ચરમાંથી આવીએ છીએ જ્યાં હરેક વ્યક્તિ પછી તે અમિર હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગીય હોય તેમના મતે બચત તે મોટું પરિબળ છે. એક શબ્દ આપણે આપણા નીજી જીવનમાં હંમેશા સાંભળતા હશુ, ખોટા ખર્ચા ક્યારેય ન કરવા.
ઘણા લોકો આ વિચારની અતિશયોક્તિ કરી અમલમાં ન મૂકવાની જગ્યાએ પણ અમલ કરે છે અને ખરેખર ખર્ચો કરવાની જરૂર છે, ત્યાં પણ આ માનસિકતા ખોટા ખર્ચા ન કરવા વપરાવા લાગે છે. આ આદત આપણને ઘણી બાબતોમાં વિકસવામાં રોકે છે.
અમુક નિર્ણયો જીવનમાં તમે લો છો તેને કઈ કેટેગરીમાં મૂકવા તેની સમજ કેળવવાની આવશ્યકતા છે. બે શબ્દો છે; એક્સપેન્સ અને ઈન્વેસ્ટમેન્ટ, ખર્ચો અને રોકાણ. નીચેની વાતોને જોઈએ અને નક્કી કરિએ કે તે એક્સપેન્સ છે કે ઈન્વેસ્ટમેન્ટ.
- વેકેશનમાં સારી નવી જગ્યાએ બાળકોને લઈને ફરવા જવું અથવા વર્ષે એકાદ-બે વેકેશન કરવા. આ ખોટો ખર્ચ છે કે રોકાણ?
- બાળકને સારું શિક્ષણ આપવું, સારી શાળામાં, કદાચ હાયર એજ્યુકેશન માટે ફોરેન યૂનિવર્સિટીમાં મોકલવા. આ ઈન્વેસ્ટમેન્ટ કે એક્સપેન્સ?
- ઈન્સ્યોરન્સ પોલિસી લેવી કે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો, ખર્ચો છે કે રોકાણ?
- ધામધુમથી લગ્ન કરવા, મારી જેટલી તાકાત છે તે મુજબ. ઈન્વેસ્ટમેન્ટ કે એક્સપેન્સ?
ઉપરના બધા જ કિસ્સાઓમાં જોવા જઈશું તો ખર્ચા એકતરફી છે. રિટર્ન મળશે કે નહીં મળે તે ખબર નથી છતાં પણ આપણે વેકેશનમાં ફરવા જઇએ છીએ, કારણ લોંગ-ટર્મમાં તે મને અનુભવો આપશે, એજ્યુકેશન તમને કામ નહીં લાગે પણ બાળકનું જીવન તેનાથી સુધરશે, કદાચ કોઈ બિમારી આવી તો ઈન્સ્યોરન્સ કામ લાગશે અને લગ્ન ખુશીના માહોલ સાથે મારું સ્ટેટ્સ પણ બતાવશે.
આમ, દેખીતી રીતે આ બધા ખર્ચા છે, તેનું ટેંજીબલ રિટર્ન ટૂંકા ગાળામાં કદાચ ના પણ મળે પણ લાંબા ગાળે તેનું વળતર મળે જ છે. તેથી આ બધી વાતોને ખર્ચા નહીં પણ રોકાણ તરીકે જોશું, એક્સપેન્સ નહીં પણ ઈન્વેસ્ટમેન્ટની દૃષ્ટિથી જોશું.
બસ, આવી જ રીતે વેપારમાં પણ હું જગ્યા લઈશ, મશીનરી લઈશ, સ્ટાફ રાખીશ કારણ તે જરૂરી છે. પણ જ્યારે માર્કેટીંગ અને બ્રાન્ડની વાત આવે ત્યારે લોકો આવા ખોટા ખર્ચા ન કરાય, ધંધો ચાલે છે તેથી માર્કેટીંગની પળોજણમાં ન પડો કહી તેને ખર્ચની હરોળમાં મૂકી દે છે.
માર્કેટીંગને નાનાથી લઈ મોટા વેપારીઓએ મોટે ભાગે ઈન્વેસ્ટમેન્ટ તરીકે જોયું જ નથી, અને જેણે આને ઈન્વેસ્ટમેન્ટ તરીકે જોયું છે તેઓ આજે નામી બ્રાન્ડ બનાવી ભવિષ્ય લક્ષી વેપાર કરે છે. જ્યારે ખર્ચો જોનાર વ્યક્તિ કમાય છે પણ તે હંમેશા આજનું જોવે છે અને આજમાં જીવે છે.
માર્કેટીંગ અને બ્રાંડિંગની પ્રવૃત્તિને આંબાની વાડી સાથે સરખાવી શકાય. તમારી પોતાની ખેતીમાં આંબા વાવ્યા હશે, જેને મોટા થતા અને ફળ આપતા વાર લાગશે. આજે કદાચ તમે તમારે ખાવા માટેના આંબા બજારમાંથી ખરીદીને, ખર્ચો કરીને લાવશો. ભવિષ્યમાં જ્યારે આંબાનું જાડ ફળો આપશે ત્યારે તે ચક્ર્વ્રુદ્ધિ વ્યાજ સાથે તમારુ રોકાણ પાછુ આપશે.
અંગ્રેજીમાં બે શબ્દો છે; સર્વાઇવ અને થ્રાઇવ. બીજી વ્યક્તિ સર્વાઇવ કરશે જ્યારે ઈન્વેસ્ટમેન્ટ વિચારનાર વ્યક્તિ થ્રાઇવ થશે. આનો અર્થ તે નથી કે જેણે માર્કેટીંગ કર્યુ જ નથી તે ક્યારેય સફળ થયા નથી કે ધંધો વધાર્યો નથી.
પરંતુ આજના સમયે માર્કેટીંગ જો પ્રોડક્ટ અને સર્વિસનું નહીં થાય તો જરૂરથી ધંધો થ્રાઇવ નહીં પણ સર્વાઇવ મોડ પર જ ચાલશે.
પીટર ડ્રકર નામે મોટા બિઝનેસ કન્સલ્ટન્ટ છે, તેઓનું કહેવુ છે કે વેપાર કરવાનો હેતુ છે નવા નવા કસ્ટમર ઉભા કરવા (જેથી માલ વેચાય અને નફો થાય) અને આના માટે બિઝનેસના બે ફંક્શન્સ છે; માર્કેટીંગ અને ઇનોવેશન. આ બે પરિબળો તમને પરિણામ આપશે બાકી બધી ચીજો કોસ્ટ છે.
આથી, માર્કેટીંગ તે લોકોની સમક્ષ પ્રોડક્ટ અને સર્વિસ ખરીદવા માટેની સમજણ આપવાની કળા છે. જો કસ્ટમર જ નહીં આવે તો પ્રોડક્ટ કેવી રીતે વેચાશે અને પ્રોડક્ટ નહીં વેચાય તો પ્રોફિટ કેવી રીતે થશે. માર્કેટીંગ તમને તમારા પ્રતિસ્પર્ધી સામે તમારા પ્રોડક્ટ સર્વિસ ખરીદી કરવા માટે સમજાવશે.
જેમ આગળ જોયું કે માર્કેટીંગ એક ખોટો ખર્ચ છે તે સમજણથી લોકો આ તરફ દુર્લક્ષતા સેવે છે. આના ઘણા કારણો હોઈ શકે પણ જો અમુક મહત્વના કારણો જોઈએ તો; જેમ આગળ જણાવ્યું તેમ લોકો હંમેશા પહેલા સર્વાઇવલ મોડનો જ વિચાર કરશે અને તેમાં ફસાઈ જશે.
અંગ્રેજીમાં બે શબ્દો છે; સર્વાઇવ અને થ્રાઇવ.
બીજી વ્યક્તિ સર્વાઇવ કરશે જ્યારે ઈન્વેસ્ટમેન્ટ વિચારનાર વ્યક્તિ થ્રાઇવ થશે. આનો અર્થ તે નથી કે જેણે માર્કેટીંગ કર્યુ જ નથી તે ક્યારેય સફળ થયા નથી કે ધંધો વધાર્યો નથી.
પરંતુ આજના સમયે માર્કેટીંગ જો પ્રોડક્ટ અને સર્વિસનું નહી થાય તો જરૂરથી ધંધો થ્રાઇવ નહીં પણ સર્વાઇવ મોડ પર જ ચાલશે.
જ્યારે થ્રાઇવ મોડમાં રમવાવાળા કન્સિસ્ટેંટ્લી લોંગ ટર્મનો વિચાર કરી આગળ વધશે અને માર્કેટીંગનો પોતાનું વિઝન અચીવ કરવા સાચી દિશામાં ઉપયોગ કરશે. અમુક વેપારીઓને લાગેછે કે માર્કેટીંગ પાછળ ખર્ચો કરિએ એટલે તરત રિઝલ્ટ મળવું જોઈએ.
આ શક્ય નથી, હા તમે અમુક વ્યુહરચનાથી ટ્રેકશન ઉભુ કરી શકો, લીડ જનરેટ કરી શકો પણ તે કદાચ શોર્ટ ટર્મ ગેઇન હોઈ શકે. કદાચ શોર્ટ ટર્મનો ફાયદો લઈ તમે માર્કેટીંગ બંધ પણ કરી દેશો, આ સૌથી મોટી ભુલ હશે.
તમારે તમારી માર્કેટીંગની પ્રવૃત્તિ સદંતર ચાલુ રાખવી પડશે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મના ફાયદા માટે. માર્કેટીંગને એક પ્રોસેસ તરીકે જોવો, સિસ્ટમ બનાવો અને પછી જોવો તેનું રિટર્ન. કદાચ ઘણીવાર એમ પણ બને કે માર્કેટીંગ પાછળ ખર્ચો કર્યો હોય અને રિઝલ્ટ ન મળ્યુ હોય અને તેનાથી આપણે ધારણા બાંધી લઈએ કે માર્કેટીંગ ન કામો ખર્ચો છે.
પણ આવા સમયે કેમ્પેઇન કેમ ન ચાલ્યુ તેનું વિશ્લેષણ કરી પછી તેમાં ફેરફાર સાથે નવું કેમ્પેઇન પ્લાન કરો. મુદ્દો તે છે કે મારે મારી માનસિકતા બદલવી પડશે. મારી દુકાને કોઈ સામેથી આવીને ખરીદી નથી કરવાનું.
મારે તેના માટે મહેનત કરવી પડશે. માર્કેટીંગનું કામ છે કે લોકોને તમારી પ્રોડક્ટ અને સર્વિસ તરફ લાવે અને તેને વાપરવા પ્રેરિત કરે. આથી રેગ્યુલર માર્કેટીંગ પ્રવૃત્તિ જે મારી તાકાત મુજબ હું કરી શકું તે કરવી જોઈએ.
માર્કેટીંગ આજે ઘણા બધા માધ્યમમાં ઉપલબ્ધ છે જેનો સહારો તમે તમારી સ્પેંડિંગ કે પેસિટી થકી લઈ શકો છો. એક્સપેરિમેંટ કરો, પહેલા દિવસથી મોટો ખર્ચો કરવાની જરૂર નથી. નાનો પ્લાન બનાવો, તેને ટેસ્ટ કરો. જો તમને પરિણામ મળે તો તેમાં વધારે ઇનવેસ્ટ કરો.
આમ તમે ધીરે ધીરે આ દિશામાં આગળ વધી શકો. બીજું, જ્યારે તમે તમારા પ્રોડક્ટ અને સર્વિસનું પ્રાઈઝિંગ નક્કી કરો ત્યારે માર્કેટીંગ અને બ્રાન્ડિંગની કોસ્ટ તેમાં ઉમેરો જેથી તે તમને ભારે ન પડે અને એડીશનલ ખર્ચો કરવો પડે છે તેવો વિચાર ન આવે.
આમ તમે ખુલ્લા મને માર્કેટીંગ પાછળ ઇનવેસ્ટ કરી શકશો. જ્યારે તમે સમજશો કે માર્કેટીંગ ઈન્વેસ્ટમેન્ટ છે અને ખર્ચો નહીંત્યારે તમે તમારું બજેટ પ્લાનીંગ તે મુજબનું કરશો.
માર્કેટીંગની શરૂઆત કરશો ત્યારે તે ધીરે ધીરે તમારુ રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ વધારી આપશે પણ તેના માટે થોડી રાહ જોવી પડશે. માર્કેટીંગ તમારી ક્રેડિબિલિટી વધારશે કારણકે કન્ઝ્યુમર તમારી બ્રાન્ડથી વાકેફ થશે અને એક પર્સેપ્ષન થકી તમારી બ્રાન્ડ સાથે ડિલ કરશે.
તમારી બ્રાન્ડ સાથે નેગોશિયેટ કે બારગેન કરવાનું ટાળશે. માર્કેટીંગની પ્રવૃત્તિ તમને તગડો ડેટાબેઝ બનાવી આપશે જેનો તમે ભવિષ્યમાં ઉપયોગ કરી શકો, તમારા બીજા પ્રૉડક્ટ અથવા નવી સ્કીમ્સ, ઓફર્સ આપી પ્રોડક્ટ વેચવા માટે. સૌથી મોટું તમારી બ્રાન્ડ માટેની અવેર્નેસ ક્રિયેટ કરશે, જે ખુબ જ જરૂરી છે કોઈપણ વેપાર અને વેપારી માટે.
માર્કેટીંગ અને બ્રાંડિંગની પ્રવૃત્તિને આંબાની વાડી સાથે સરખાવી શકાય. તમારી પોતાની ખેતીમાં આંબા વાવ્યા હશે, જેને મોટા થતા અને ફળ આપતા વાર લાગશે. આજે કદાચ તમે તમારે ખાવા માટે કેરી બજારમાંથી ખરીદીને, ખર્ચો કરીને લાવશો. ભવિષ્યમાં જ્યારે આંબાનું જાડ ફળો આપશે ત્યારે તે ચક્ર્વ્રુદ્ધિ વ્યાજ સાથે તમારું રોકાણ પાછું આપશે.
બસ, આજ માર્કેટીંગની કહાની છે. આજે ઇનવેસ્ટ કરો તેના ફળ ભવિષ્યમાં પણ તમને મળશે જ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે. અને આજની તારીખે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે બ્રાન્ડની વેલ્યુ નહીંપણ વેલ્યુએશન.
જો વેપાર શરૂ કર્યો છે તો લાંબા રેસના ઘોડા બનવામાં સાર છે. તો પછી વ્યુહરચનાઓ પણ લાંબાગાળાની રાખો અને માનસિકતા કેળવો કે માર્કેટીંગ તે એક્સપેન્સ, નહીં પણ ઈન્વેસ્ટમેન્ટ છે, જે મારો ખરો લાંબાગાળાનો સાથી, ભાગીદાર પૂરવાર થશે. આથી ખોટા ખર્ચાના ખોટા વિચારો પડતા મૂકી સાચા રોકાણની તરફ મિટ માંડો માર્કેટીંગના સહારે.