સુરત ડાયમંડ બુર્સમાં 152 ટ્રેડિંગ કેબિનનું મેયરના હસ્તે ઉદઘાટન

સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વ સ્તરીય સુવિધા ઊભી કરવાને કારણે ડાયમંડ ઉદ્યોગ માટે વિપુલ તકો ઊભી થઇ છે. સુરત મહાનગર પાલિકા બસ અને મેટ્રો ટ્રેન જેવી કનેક્ટિવિટી પુરી પાડશે. : મેયર દક્ષેશ માવાણી

Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-1
ફોટો સૌજન્ય : સુરત ડાયમંડ બુર્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં 152 ટ્રેડિંગ કેબિનોનું સુરત શહેરના મેયર દક્ષેશ માવાણીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ સાથે મહીધરપરા હીરાબજાર અને મીનીબજારના હીરાના વેપારીઓની ઓફિસ પણ ખુલ્લી મૂકવામાં આવી. આ પ્રસંગે ગુજરાતના જાણીતા યુવા જ્યોતિષી શાસ્ત્રી વિશ્વ વોરા, ડાયમંડના વેપારી શૈલેષ જોગાણી ઉપસ્થિત રહ્યા હતા.

17 ડિસેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે બુર્સની સફળતાના અનેક સપના જોવામાં આવ્યા હતા. પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં કારમી મંદીને કારણે સુરત ડાયમંડ બુર્સે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. સુરત ડાયમંડ બુર્સમાં કૂલ 4700 ઓફિસો બનવાની છે, પરંતુ અત્યારે લગભગ 400 જેટલી ઓફિસો બની છે.

  • Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-2
  • Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-3
  • Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-4
  • Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-5
  • Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-6
  • Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-7
  • Mayor inaugurates 152 trading cabins at Surat Diamond Bourse-8

પરંતુ સુરત ડાયમંડ બુર્સના જે સંચાલકો છે તેમણે ક્યારેય હાર માની નથી અને બુર્સને ધમધમતું રાખવા માટે હંમેશા પ્રયાસો ચાલુ રાખ્યા. SDBના ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકીયા, વાઈસ ચૅરમૅન લાલજી પટેલ, પ્રમુખ અરવિંદ ધાનેરા, ઉપપ્રમુખ નાગજી સાકરીયા, અશેષ શાહ સહિતની ટીમે હીરાના વેપારીઓ સાથે અનેક મીટીંગો કરી.

જેના ભાગરૂપે 152 ટ્રેડિંગ ઓફીસો શરૂ થઇ જેનું ઉદઘાટન મેયર દક્ષેશ માવાણીએ કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સમાં વિશ્વ સ્તરીય સુવિધા ઊભી કરવાને કારણે ડાયમંડ ઉદ્યોગ માટે વિપુલ તકો ઊભી થઇ છે. સુરત મહાનગર પાલિકા  બસ અને મેટ્રો ટ્રેન જેવી કનેક્ટિવિટી પુરી પાડશે.

SDBના ચૅરમૅન ગોવિંદભાઈ ધોળકીયાએ બુર્સમાં ઓફિસ શરૂ કરનાર કેબિનધારકોને અભિનંદન પાઠવ્યા હતા અને બિઝનેસ વધે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. SDBના વાઈસ ચૅરમૅન લાલજી પટેલે જાહેરાત કરી હતી કે, એક વર્ષના ભાડામાં 33 ટકા માફી આપવામાં આવશે અને 7 દિવસમાં બુર્સમાં આવનારા લોકો માટે જમવાની વ્યવસ્થા પણ ઊભી કરાશે.

આ પ્રસંગે હાજર રહેલા અમદાવાદના જ્યોતિષી શાસ્ત્રી વિશ્વ વોરા કે જેઓ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી કરવાની ટીમમાં સામેલ હતા. તેમણે કહ્યું કે, સુરત ડાયમંડ બુર્સમાં ઘણી પોઝિટિવ એનર્જિ છે, ભવિષ્યમા ભારત  અને SDBનું ભવિષ્ય ઉજળું છે એમ તેમણે કહ્યું હતું.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • Siddharth Hair Transplant
  • DR SAKHIYAS
  • NIPPONE RARE METAL INC
  • SGL LABS