DIAMOND CITY NEWS, SURAT
માઈકલ હિલે ઓસ્ટ્રેલિયન ફેમિલી જ્વેલર બેવિલ્સને AUD 45.1 મિલિયન (US $30 મિલિયન)ના સોદામાં ખરીદ્યા છે જે 2023 માટે AUD 65 મિલિયન (US $43.4 મિલિયન) વધારાની આવક ઉમેરશે તેવી અપેક્ષા છે.
કંપનીના સીઈઓ ડેનિયલ બ્રેકને જણાવ્યું હતું કે, નવું એક્વિઝિશન માઈકલ હિલ માટે અત્યંત પૂરક અને સ્ટ્રેટેજી અનુસાર ફીટ છે. ૨૬ શાખા ધરાવતું બેવિલ્સ માઈકલ હિલને તેના સ્ટોર નેટવર્કને વિસ્તૃત કરવા સક્ષમ બનાવશે. માઈકલ હિલે નોંધ્યું હતું કે, બેવિલ્સ ઈન ડિમાન્ડ જ્વેલરી અને ઘડિયાળના ટુકડાઓના મુખ્ય જૂથ પર ધ્યાન કેન્દ્રીત કરે છે જે ગ્રાહકોની વિશાળ શ્રેણી માટે યોગ્ય છે. તેની પાસે કમિટેડ કન્ઝ્યૂમર બેઈઝ પણ છે. છેલ્લાં ૧૨ મહીનામાં ૮૮ ટકા વેચાણ કાયમી ગ્રાહકો પાસેથી મળ્યું છે.
માઈકલ હિલના અધ્યક્ષ રોબર્ટ ફાયફે જણાવ્યું હતું કે, માઈકલ હિલ તેની બ્રાન્ડ એલિવેશનની યાત્રા ચાલુ રાખે છે. આ વ્યવહાર અમારા એડ્રેસેબલ માર્કેટને વિસ્તારવા માટે સંપૂર્ણ પૂરક બ્રાન્ડ પ્રદાન કરી રહી છે. તે ઘણા બોક્સને ટીક કરે છે. ખાસ કરીને વર્તમાન આર્થિક સ્થિતિ અને વાતાવરણમાં ગ્રાહકો પૈસા ખર્ચવા માંગે છે પરંતુ તેનું પૂરતું વળતર તેઓ ઇચ્છે છે. બેવિલ્સ સ્ટોર નેટવર્ક હવે એન્ટર થયું છે અને વૃદ્ધિ માટે તૈયાર છે.
બેવિલ્સના સીઈઓ મિશેલ સ્ટેન્ટન માઈકલ હિલ સાથે બે વર્ષ સુધી એમ્બેસેડર તરીકે કામ કરવાનું ચાલુ રાખશે જ્યારે ચેઈનના કર્મચારીઓને માઈકલ હિલ ખાતે હોદ્દા આપવામાં આવશે.
દરમિયાન માઈકલ હિલ બેવિલ્સને કેનેડા અને ન્યુઝીલેન્ડમાં વિસ્તરણ કરવાનો ઈરાદો ધરાવે છે. જ્યાં તે તેના પોતાના સ્ટોર્સ ચલાવે છે. ૨૦૨૮ સુધીમાં ત્રણેય દેશોમાં ૮૦ બેવિલ્સની દુકાનો ખોલવાની ધારણા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM