DIAMOND CITY NEWS, SURAT
છેલ્લાં કેટલાંક સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યું છે. વિવિધ પડકારોના લીધે હીરા ઉદ્યોગની સ્થિતિ કફોડી બની છે, ત્યારે ભારતીય હીરા ઉત્પાદકો રફ સપ્લાય અંગે જવાબદાર બને તે આવશ્યક બન્યું છે. આગામી દિવસોમાં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ખાણ કંપનીઓને જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બની ઈન્વેન્ટરીના અસંતુલનને દૂર કરવા સમજાવશે.
જીજેઈપીસીના ચૅરમૅન વિપુલ શાહે રેપાપોર્ટને જણાવ્યું હતું કે “જીજેઈપીસી ભારતીય હીરા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે. આગામી દિવસોમાં અમારી સંસ્થા તમામ માઈનીંગ કંપનીઓને પુરવઠા-માંગ-પુરવઠા અંગે પત્ર લખશે. મુખ્ય બજારોમાં નબળાં રિટેલ સેલ્સ તેમજ લેબગ્રોન ડાયમંડ તરફથી વધતી સ્પર્ધાના લીધે કુદરતી હીરાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ઓછા વજનવાળા ડાયમંડ વેચાઈ રહ્યાં નથી, તેથી તેની ઈન્વેન્ટરી વધી રહી છે.” “ઓગસ્ટ મહિનામાં 1 કેરેટ ડાયમંડ માટે રેપનેટ ડાયમંડ ઈન્ડેક્સ 4.7 ટકા ઘટ્યો હતો. જ્યારે ભારતીય વેપાર આશા રાખે છે કે રફનો પ્રવાહ નિયંત્રણમાં આવશે ત્યારે પત્ર ફક્ત માઈનીંગ કંપનીઓને સપ્લાયમાં જવાબદાર રહેવા વિનંતી કરશે એમ શાહે ઉમેર્યું હતું.”
શાહે વધુમાં કહ્યું હતું કે, ચીનમાં ધીમી માંગને લીધે ભારતીય હીરા ઉદ્યોગ માટે સારા એવા કેટલાંક પોઝિટિવ પગલાં લેવાનું વિચારી રહ્યાં છે. આ પગલું ભારતીય હીરા ઉદ્યોગના સભ્યો સાથેની બેઠકો બાદ નક્કી કરાયું છે.
જો આ મહિનાના અંતમાં હોંગકોંગમાં જ્વેલરી એન્ડ જેમ વર્લ્ડ શો પછી બજારની સ્થિતિ સુધરશે નહીં તો વધુ પગલાં ભરવા પડશે. આ અગાઉ 2020માં જીજેઈપીસી અને ભારતીય વેપાર જૂથોએ કોવિડ 19 ની મંદી દરમિયાન બજારની કટોકટી હળવી કરવા માટે રફ આયાત પર કામચલાઉ વિરામની ભલામણ કરી હતી.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM