હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સે તાજેતરમાં તેના એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કર્યું હતું. તેમાં 1500 કરતાં વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોએ ક્રિકેટ, વોલીબોલ, ટગ-ઓફ-વોર, બોક્સ ક્રિકેટ (સ્ત્રી) જેવી જુદી જુદી 12થી વધુ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કંપનીના વાર્ષિક સ્પોર્ટ્સ એક્સ્ટ્રાવેગેન્ઝાનું આયોજન મુંબઈમાં એર ઈન્ડિયા ગ્રાઉન્ડ અને સુરતમાં HK હબ ખાતે એક સાથે 11મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું.
ક્રિકેટની ઇવેન્ટનું નામ “HK પ્રીમિયર લીગ 2023” હતું. તેના મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી સુધા સિંઘે હાજરી આપી હતી. સુધા સિંઘ એક ઓલિમ્પિયન એથ્લેટ છે કે જેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સિંઘ પાસે ભારતનું બીજું સર્વોચ્ચ રમતનું સન્માન અર્જુન એવોર્ડ પણ છે. આ ઉપરાંત ઉત્સાહ વધારવા માટે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, સ્થાપક અને ચેરમેન, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ. પણ હાજર રહ્યા હતા.
આ ઇવેન્ટમાં ખેલદિલીની ભાવનાની ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય ઇનામ વિતરણ સમારોહમાં વિજેતાઓને રોકડ ઇનામ, બ્રાન્ડેડ સ્પોર્ટ્સના સાધનો અને તેની સાથે ટ્રોફી અને મેડલ એનાયત કરાયા હતા.
સવજીભાઈ ધોળકિયાએ આ પ્રસંગે કહ્યું હતું કે, “આપણે રમતગમતમાંથી ઘણું શીખી શકીએ છીએ. સૌથી મહત્વની વાત એ છે કે આપણે જીતવાની માનસિકતા કેવી રીતે રાખવી તે શીખીએ છીએ. રમતો રમવી એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નિઃશંકપણે સારું છે. પરંતુ બીજા ફાયદા તેનાથી પણ ઘણા વધુ છે. અમે અમારા કર્મચારીઓના ઓવરઓલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ રાખીએ છીએ. અમને આવી ક્ષણો એક સાથે શેર કરવાનું ગમે છે.”
ઘનશ્યામ ધોળકિયા, મેનેજિંગ ડિરેક્ટર, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ એ આ પ્રસંગે પોતાના ભાષણમાં જણાવ્યું કે, “HK પરિવારે સ્પોર્ટ્સ ડે ઈવેન્ટ્સમાં જે ઉત્સાહથી ભાગ લીધો તે જોવું અદ્ભુત હતું. અમે તમામ ઉપસ્થિતો અને માનનીય મહેમાનોના આભારી છીએ જેમણે આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. હું તમામ વિજેતાઓને અભિનંદન આપું છું અને અમારા HK પરિવારને સતત સફળતાની શુભેચ્છા પાઠવું છું.”
____________________________________________________________
ઈન્ડસ્ટ્રીના લેટેસ્ટ ન્યૂઝ માટે ડાયમંડ સિટી ન્યુઝપેપરના સોશ્યિલ મીડિયા સાથે જોડાઓ
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM