એક જ વ્યક્તિના કલેક્શનના 250થી વધારે આઇકોનિક જ્વેલ્સ સોથેબીઝ ઓક્શનમાં જોવા મળશે

સમગ્ર કલેક્શન Cartier, Van Cleef & Arpels, Bulgari, Boucheron, Chaumet અને David Webbના સૌથી પ્રતિષ્ઠિત પીસીસ અને પ્રભાવશાળી ટ્રેન્ડ દર્શાવશે

More than 250 iconic jewels from single mans collection to be auctioned at Sothebys-1
ફોટો : પીળા-હીરાની બુટ્ટી. (સૌજન્ય : સોથેબીઝ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

Sotheby’s એક જ કલેક્ટરના ઘરેણાંના 250થી વધુ આઇકોનિક જ્વેલ્સ પ્રદર્શિત કરશે, જેમાં રેને બોઇવિનના અત્યાર સુધીના સૌથી મોટા કલેક્શનનો સમાવેશ થાય છે.

સોથેબીઝે કહ્યું હતું કે, અડધી સદી કરતાં વધુ સમયની જ્વેલરીને ‘Iconic Jewels : Her Sense of Style’ નામથી વેચાણમાં પ્રદર્શિત કરવામાં આવશે. આ હરાજી ઓનલાઇન હશે અને તે 2 મે થી 16 મે સુધી ચાલુ રહેશે.

સમગ્ર કલેક્શન 4.7 મિલિયન સ્વિસ ફ્રેન્ક અને 7.3 મિલિયન સ્વિસ ફ્રેન્ક ($5.4 મિલિયન ડોલર અને 8.3 મિલિયન ડોલર) વચ્ચે મેળવવાની અપેક્ષા છે. તે પ્રતિષ્ઠિત હાઉસીસ જેમ કે Cartier, Van Cleef & Arpels, Bulgari, Boucheron, Chaumet અને David Webb ના સૌથી પ્રતિષ્ઠિત પીસીસ અને પ્રભાવશાળી ટ્રેન્ડ દર્શાવે છે.

સોથેબીએ જણાવ્યું હતું કે, ઓફરિંગમાં ફ્રેન્ચ જ્વેલર રેને બોઇવિન દ્વારા ડિઝાઈન કરાયેલ લગભગ 30 લોટનું જૂથ છે, જે હરાજીમાં ડિઝાઈનર માટે રેકોર્ડ નંબર છે.

વેચાણમાં ટોચની આઇટમ બલ્ગારી ઇયરિંગ્સની જોડી છે જેમાં બે ફૅન્સી યલો ડાયમંડ છે, દરેકનું વજન માત્ર 10 કેરેટથી ઓછું છે. સેટ, જે અગાઉ બેરોનેસ ડી પોર્ટાનોવાનો હતો, તેની કિંમત 600,000 સ્વિસ ફ્રેન્ક (678,673 ડોલર) સુધી હોવાનો અંદાજ છે.

સોથેબીઝ જિનીવાના જ્વેલરી નિષ્ણાત Marie-Cécile Cisamoloએ કહ્યું કે, જ્યારે તમે સતત આશ્ચર્યજનક અને મહત્વપૂર્ણ જ્વેલરી કલેક્શનને જુઓ છો, ત્યારે તે એક હૃદયસ્પર્શી ક્ષણ છે જેને તમે જાણો છો કે તમે ક્યારેય ભૂલી શકશો નહીં. તે ખરેખર અનન્ય છે અને મેં અત્યાર સુધી જોયેલા સૌથી નોંધપાત્ર પ્રાઇવેટ જ્વેલરી કલેક્શનમાંનું એક છે.

અહીં બાકીની ટોચની આઇટમ્સ છે :

More than 250 iconic jewels from single mans collection to be auctioned at Sothebys-2

થિયોડોરસ નામ ધરાવતી એક દુર્લભ સર્પેન્ટી બ્રેસલેટ-ઘડિયાળ, 1968ના બલ્ગારી આર્કાઇવ્સમાંથી મૂળ ડ્રોઇંગ સાથે, 2,00,000 થી 4,00,000 સ્વિસ ફ્રેન્ક (2,26,224 ડોલર થી 4,52,449 ડોલર)ની પૂર્વ-વેચાણ કિંમત ધરાવે છે.

More than 250 iconic jewels from single mans collection to be auctioned at Sothebys-3

કાર્ટિયરનો ટુટ્ટી ફ્રુટી બ્રેસલેટ 2,00,000 થી 4,00,000 સ્વિસ ફ્રેન્ક વચ્ચે મળવાનો અંદાજ છે.

More than 250 iconic jewels from single mans collection to be auctioned at Sothebys-4

Cartier Belle Epoque Devant de Corsage હીરા અને રોક ક્રિસ્ટલ બ્રોચ 2,00,000 થી 4,00,000 સ્વિસ ફ્રેન્કની અપેક્ષિત શ્રેણી સાથે હરાજી માટે જશે.

More than 250 iconic jewels from single mans collection to be auctioned at Sothebys-5

Sotheby’s આ હીરા અને નીલમણિ Cartier Panthère Leopard ની 1969ની બંગડી CHF 2,50,000 થી 3,50,000 સ્વિસ ફ્રેન્ક (282,780 ડોલર થી 395,892 ડોલર) વચ્ચે વેચશે.

More than 250 iconic jewels from single mans collection to be auctioned at Sothebys-6

મોન્ટ્યુર કાર્ટિયર દ્વારા સેટ કરેલો નેકલેસ અને એરિંગ પણ હરાજી માટે જશે. ઝવેરાતનો અંદાજ 1,50,000 થી 2,00,000 સ્વિસ ફ્રેન્ક (169,668 થી 226,224 ડોલર) છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS