DIAMOND CITY NEWS, SURAT
યુનાઈટેડ અરબ અમીરાત (યુએઈ)ની ગોલ્ડ ઇન્ડસ્ટ્રીની પ્રગતિ કરવાના હેતુથી વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (મિડલ ઈસ્ટ) અને દુબઈ મલ્ટી કોમોડીટીઝ સેન્ટર (ડીએમસીસી) વચ્ચે એક એમઓયુ થયો છે. આ સમજૂતી કરારનો હેતુ યુએઈ ગોલ્ડ ઇન્ડસ્ટ્રીના વ્યાપને વધારવાનો છે. આ એમઓયુને પગલે કાઉન્સિલ અને ડીએમસીસીની ભાગીદારી મજબૂત બની છે.
આ એમઓયુ એક વ્યાપક સંયુક્ત કાર્ય કાર્યક્રમની રૂપરેખા સમાન છે, જેમાં સોનાના ગેરકાયદે વેપારને અટકાવવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરાશે. આ સાથે જ ગોલ્ડ ઇન્ડસ્ટ્રી માટે એન્યુએલ ટ્રેનિગ પ્લાન અમલમાં મૂકવામાં આવશે, બુલિયન સાથે બેંકોને જોડવામાં આવશે, રિટેલ ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટના નિયમોને સ્થાપિત કરવા અને સોનામાં ગ્રાહક બજાર પર રિસર્ચ કરવા સંબંધિત બાબતો સામેલ કરાઈ છે.
ડીએમસીસીના એક્ઝિક્યુટિવ ચૅરમૅન અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અહેમદ બિન સુલેમે કહ્યું કે, યુએઈ વિશ્વનું સૌથી મોટું ગોલ્ડ હબ પૈકીનું એક છે. હાઈ સ્ટાન્ડર્ડ નિયમો સાથે વર્લ્ડ ગોલ્ડ ઇન્ડસ્ટ્રી આગળ વધે તેમાં દુબઈ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. સરકારનું વલણ જવાબદાર સોર્સિંગ ફ્રેમવર્ક તરફ રહેલું છે. ત્યારે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ સાથેનું આ સ્ટ્રેટજીક જોડાણ મહત્ત્વનું બની રહે છે. કારણ કે તાજેતરના વર્ષોમાં ડીએમસીસીએ ગોલ્ડ ઇન્ડ્સ્ટ્રીના ટોચના લીડરો સાથે બ્રોકરેજ કરે છે. કાઉન્સિલ સાથેનો કરાર એવા સંખ્યાબંધ કરારોમાં એક નવો ઉમેરો છે. જે નવીનતા, અખંડિતતા અને સસ્ટેનેબિલિટી બનાવવા અને વધારવા માટે ડીએમસીસી તેમજ યુએઈની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અમે સાથે મળીને શ્રેષ્ઠતાના નવા ધોરણો બનાવીશું તેવો અમને વિશ્વાસ છે. જેથી વૈશ્વિક સ્તરે બજાર સાથે જોડાયેલા ટ્રેડર્સ અને ગ્રાહકોને વધુ સગવડ અને વિશ્વાસ આપી શકીશું.
ડીએમસીસી અને ડબ્લ્યુજીસી મિડલ ઇસ્ટ વચ્ચેની ભાગીદારી સમગ્ર ગોલ્ડ વેલ્યુ ચેઇનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની સહિયારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે, પ્રાદેશિક સુવર્ણ ઉદ્યોગમાં નવીનતા, સંશોધન અને વિકાસને આગળ વધારવા માટે જ્ઞાન અને વ્યાવસાયિક કુશળતાના આદાન-પ્રદાનની સુવિધા આપે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સીઈઓ ડેવિડ ટેટે કહ્યું કે, ડીએમસીસી સાથેનો અમારો કરાર એ અમારી વ્યૂહાત્મક Gold247 પહેલનો એક મહત્વપૂર્ણ ઘટક છે જે સમગ્ર વિશ્વમાં સોનાના બજારમાં અખંડિતતા અને વિશ્વાસ સુધારવા પર કેન્દ્રિત છે. અમે આ યુએઈમાં અને તેની બહારના તમામ સહભાગીઓના લાભ માટે વધુ સુલભ અને વિશ્વાસપાત્ર ગોલ્ડ માર્કેટ બનાવવા માટે ડીએમસીસી સાથે સહયોગ કરવા આતુર છીએ.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મિડલ ઇસ્ટ અને પબ્લિક પોલિસીના પ્રેસિડેન્ટ એન્ડ્ર્યુ નેઇલરે ઉમેર્યું કે, યુએઇ એ ગોલ્ડ ઉદ્યોગ માટેનું મુખ્ય બજાર છે, જે વેપાર, રોકાણ અને નવીનતાના મુખ્ય કેન્દ્ર તરીકે કામ કરે છે. મિડલ ઈસ્ટમાં અમારી હાજરી અને ડીએમસીસી જેવા મુખ્ય હિતધારકો સાથે અમારી સહયોગી પહેલ દ્વારા અમારું લક્ષ્ય ગોલ્ડ માર્કેટની અખંડિતતા, પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવાનો છે. આ કાર્યક્રમ પ્રાદેશિક સોનાના બજારની અખંડિતતા અને સુધારણામાં યોગદાન આપવાની અમારી લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની માત્ર શરૂઆત છે.
આ ભાગીદારી દુબઈમાં WGCની નવી ઓફિસના ઔપચારિક ઉદઘાટનની સાથે આવે છે, જે મધ્ય પૂર્વ માટે પ્રાદેશિક મુખ્યાલયની સ્થાપના કરે છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM