DIAMOND CITY NEWS, SURAT
સરેરાશ કિંમતમાં ઘટાડા અને નાના હીરાના વધુ પ્રમાણમાં વેચાણ વચ્ચે વર્ષ 2023માં માઉન્ટેન પ્રોવિન્સની આવકમાં ઘટાડો નોંધાયો છે. કંપનીના સીઈઓ માર્ક વોલે કહ્યું કે, ચોથા ક્વાર્ટર દરમિયાન માઈન કંપનીની આવક 18 ટકા ઘટીને 243.7 મિલિયન ડોલર થઈ હતી.
પાછલા ક્વાર્ટરમાંથી સ્ટૉક કરાયેલા ડાયમંડને વેચવા છતાં આવક ઘટી હતી. પહેલાં ત્રિમાસિક ગાળાની સરખામણીએ કેરેટ દીઠ હીરા સરેરાશ નીચી કિંમતમાં વેચાયા હતા. વેચાણનું પ્રમાણ 2 ટકા વધીને 2.7 મિલિયન કેરેટ થયું હતું, જ્યારે સરેરાશ કિંમત કેરેટ દીઠ 20 ટકા ઘટીને 90 ડોલર થઈ હતી, જેના લીધે આવકમાં ઘટાડો નોંધાયો હતો.
વોલે કહ્યું, ભારતની હીરા કંપનીઓ દ્વારા બે મહિના માટે રફની ખરીદી પર સ્વૈચ્છિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેની વેચાણ પર ખૂબ માઠી અસર થઈ હતી.
કંપનીએ ગયા વર્ષે કેનેડાની ગાચો કુ ખાણમાંથી 5.6 મિલિયન કેરેટ મેળવ્યા હતા. જે તેના 5.6 મિલિયનથી 6.1 મિલિયન કેરેટના નીચલા સ્તર પર હતા. આ ડેટામાં માઈનના તમામ ઉત્પાદનને સમાવી લેવાયું છે. જેમાં સહભાગીદાર ડી બિયર્સના 51 ટકાના હિસ્સાનો પણ સમાવેશ થાય છે. માઉન્ટેન પ્રોવિન્સ બાકીના 49 ટકાની માલિકી ધરાવે છે.
ચોથા ક્વાર્ટરમાં ઉત્પાદન 1.6 મિલિયન કેરેટ થયું હતું, જે પાછલા વર્ષની સરખામણીએ 3 ટકા ઓછું છે. ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામાં વેચાણ 17 ટકા ઘટીને 58.9 મિલિયન ડોલર થયું છે. સરેરાશ કિંમતમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પ્રતિ કેરેટ 64 ડોલર વેચાણ વોલ્યુમમાં 21 ટકાનો વધારો થયો છે, જે 917,757 કેરેટ થયું છે. રફ હીરા બજાર હવે ફરી ખુલ્યું છે અને અમે અમારી સેલ્સ પાઈપલાઈનમાંથી વધુમાં વધુ કિંમત મેળવવા માટે તેનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યાં છે એમ વોલે અંતે ઉમેર્યું હતું.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM