રફની કિંમતમાં ઘટાડાના પગલે માઉન્ટેન પ્રોવિન્સને નુકસાન

નુકસાન મુખ્યત્વે વર્તમાન નરમ બજારને લીધે થયું છે. કારણ કે રફની સરેરાશ કિંમત 39 ટકા ઘટીને 74 ડોલર પ્રતિ કેરેટ થઈ હતી.

Mountain Provinces hit by fall in rough prices
ફોટો : ગાચો કુ ખાણ (સૌજન્ય : માઉન્ટેન પ્રોવિન્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

માઉન્ટેન પ્રોવિન્સ બીજા ક્વાર્ટરમાં તેના રફ માટેના ભાવમાં નોંધપાત્ર ઘટાડા અને તેની સ્થાનિક ચલણમાં નબળાઈ વચ્ચે મુશ્કેલ તબક્કામાં પ્રવેશ્યો છે. કેનેડામાં ગાચો કુ ખાણનું સંચાલન કરતી કંપનીએ 30 જૂનના રોજ પુરા થયેલા ત્રણ મહિના માટે 4.7 મિલિયન ડોલરની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. તે એક વર્ષ અગાઉના સમાન સમયગાળા દરમિયાન 12.6 મિલિયનના નફાની સરખામણીમાં ઘટી છે.

નુકસાન મુખ્યત્વે વર્તમાન નરમ બજારને લીધે થયું છે. કારણ કે રફની સરેરાશ કિંમત 39 ટકા ઘટીને 74 ડોલર પ્રતિ કેરેટ થઈ હતી. તેના ખાડાઓના ઊંડા ભાગોમાં ધારણા કરતા નીચા ગ્રેડના અયસ્કનું ખાણ કામ એટલે કે વેચાણ માટે ઓછી રફ હતી.

તેની પણ કંપનીને અસર થઈ. જેમ કે યુએસ ચલણ વિરુદ્ધ કેનેડિયન ડોલરના નબળાં પડવાથી માઠી અસર પડી. માઉન્ટેન પ્રોવિન્સ સ્થાનિક ચલણમાં નાણાં કમાય છે પરંતુ તેનું દેવું યુએસ ડોલરમાં ચૂકવે છે.

આ પરિણામો નરમ હીરા બજાર અને બીજા ક્વાર્ટરમાં ગ્રેડ પડકારોના લીધે આવ્યા છે એમ જણાવતા માઉન્ટેન પ્રોવિન્સા સીઈઓ માર્ક વોલે કહ્યું કે, વ્યવસાયના તમામ સ્તર અને ક્ષેત્ર દબાણમાં છે. અમે વર્ષના બીજા ભાગમાં આગળ વધીએ ત્યારે ઓપરેશનલ કાર્ય ક્ષમતા અને ખર્ચ નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખીશું.

આ સમયગાળા માટે આવક વાર્ષિક ધોરણે 5% ઘટીને CAD 56.8 મિલિયન ($41.5 મિલિયન) થઈ, જ્યારે વેચાણનું પ્રમાણ 55% વધીને 557,361 કેરેટ થયું. ત્રણ મહિના માટે આઉટપુટ 2% ઘટીને 1.3 મિલિયન કેરેટ થઈ ગયું છે.

પ્રથમ અર્ધમાં આવક 22% ઘટીને CAD 146.3 મિલિયન ($107.7 મિલિયન) થઈ. ચોખ્ખો નફો 99% ઘટીને CAD 340,000 ($247,499) થયો. માઉન્ટેન પ્રોવિન્સ 49% ગાચો કૂની માલિકી ધરાવે છે, બાકીનું નિયંત્રણ ડી બિયર્સ સાથે કરે છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS