રાજ્યસભા સાંસદ માનનીય ગોવિંદભાઈ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સુરતમાં તૈયાર થયેલ ‘નવભારત રત્ન’ હીરો અર્પણ કર્યો

ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલ કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન” છે. જે 2.120 કેરેટનો ઉત્કૃષ્ટ હીરો ભારતની એકતા, સૌંદર્ય અને અનંત તેજનું પ્રતીક છે, જેને સુરતના કુશળ કારીગરો દ્વારા ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે.

MP Govindbhai Dholakia presented Navbharat Ratna diamond made in Surat to PM Modi-1
ફોટો સૌજન્ય : શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

રાજ્યસભાના સાંસદ અને અગ્રણી હીરા ઉત્પાદક કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK)ના સ્થાપક-ચૅરમૅન શ્રી ગોવિંદકાકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અદ્દભુત ભેટ આપી છે. આ ભેટ ભારતના નકશાના આકારમાં કોતરવામાં આવેલ હીરો છે, જેનું નામ “નવભારત રત્ન” (નવા ભારતનું રત્ન) રાખવામાં આવ્યું છે. આ ઉત્કૃષ્ટ હીરો રાષ્ટ્રની એકતા, સુંદરતા અને તેજસ્વીતાનું પ્રતીક છે.

2.120 કેરેટનું વજન ધરાવતો, આ અસાધારણ હીરો સુરતમાં બનાવવામાં આવ્યો છે. “નવભારત રત્ન” પ્રધાનમંત્રીને ભારતની વધતી વૈશ્વિક પ્રસિદ્ધિ અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે નજરાણા તરીકે અર્પણ કરવામાં આવ્યો છે. આ હીરો ભારતીય કારીગરોની અજોડ પ્રતિભાને પ્રતિબિંબિત કરે છે, ખાસ કરીને ગુજરાતનું સુરત જે વૈશ્વિક હીરા ઉત્પાદન ઉદ્યોગનું હૃદય છે.

“નવભારત રત્ન” એક વિશેષ પ્રોસેસથી તૈયાર કરવામાં આવ્યો છે, જેને લગભગ 3,700 મિનિટના પ્રયત્નો, ચોકસાઈ અને કારીગરોની સખત મહેનત બાદ તેને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ હીરો SRK સાથે જોડાયેલા રાજેશભાઈ કાછડિયા અને વિશાલભાઈ ઈટાલિયાની પ્રતિભા અને મહેનત દ્વારા તૈયાર થયો છે.

“નવભારત રત્ન” એ માત્ર ભારતની સમૃદ્ધિનું પ્રતીક નથી પણ વૈશ્વિક મંચ પર તેના વધતાં કદનું પ્રતિબિંબ પણ છે. હીરાની રચના અને પ્રસ્તુતિ ભારતીય કારીગરોની અપાર પ્રતિભા અને વૈશ્વિક હીરાના વેપારમાં દેશના નેતૃત્વને ઉજાગર કરે છે. સુરત વિશ્વના ડાયમંડ હબ તરીકે સતત ચમકતું હોવાથી, “નવભારત રત્ન” એ સુરતની કારીગરી અને ભારતના ઉજ્જવળ ભવિષ્યને પ્રતિબિંબિત કરે છે.


Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS