કરોડોની છેતરપિંડી મામલે  મુંબઇના ડાયમંડ બ્રોકર મેહુલ ઝવેરીની ધરપકડ

મેહુલ ઝવેરી પોતાનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ રાખીને ધરપકડથી બચી રહ્યો હતો, પરંતુ પોલીસે તેને લોકેશન ટ્રેકરની મદદથી પકડી પાડ્યો હતો.

Mumbai diamond broker Mehul Zaveri arrested in the case of fraud of crores
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

મુંબઇના ડાયમંડ બ્રોકર મેહુલ ઝવેરીની BKC પોલીસે શોધી કાઢ્યો છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મેહુલ ઝવેરી  પોતાનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ રાખીને ધરપકડથી બચી રહ્યો હતો, પરંતુ પોલીસે તેને ટેકનિકલ ઇન્વેસ્ટીગેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડી પાડ્યો હતો.

 ઝોન 8ના DCP દીક્ષિત ગેડમે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે,અમે લોકેશન ટ્રેક કરીને મેહુલ ઝવેરીને પકડી પાડ્યો છે. અમે આ બાબતમાં વધુ તપાસ ચાલુ છે.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ફરિયાદીએ 14 ફેબ્રુઆરીએ BKC પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી, જેમાં મેહુલ ઝવેરી પર રૂ. 7.50 કરોડના હીરાની લૂંટનો આરોપ લગાવવામાં આવ્યો છે. ઝવેરી સાથે જૂના સંબંધ ધરાવતા ફરિયાદીએ દાવો કર્યો હતો કે ઝવેરી માત્ર હીરા પરત કરવામાં નિષ્ફળ નહોતો ગયો હતો પરંતુ તેનો ફોન પણ બંધ કરી દીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ઝવેરી અને તેના સહાયક કથિત રીતે હીરાની દુકાનમાં પ્રવેશ્યા હતા અને 8.12 કરોડ રૂપિયાના હીરા પરત કરવાનું વચન આપતી પ્રોમિસરી નોટ આપી હતી. પરત ફરતી વખતે તેને રૂ. 16 લાખના હીરાની બીજી પ્રોમિસરી નોટ મળી. પોલીસને શંકા છે કે ઝવેરીએ નવેમ્બર 2023 અને ફેબ્રુઆરી 2024 વચ્ચે 25 ડાયમંડ જ્વેલર્સ પાસેથી રૂ. 7.50 કરોડના હીરાની લૂંટ કરી હશે. તેણે પ્રોમિસરી નોટ જારી કરી અને પછી હીરા પરત કરવામાં નિષ્ફળ ગયો અને નાદાર બની ગયો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS