ઇઝરાયલની ડાયમંડ કંપની સાથે 41.50 કરોડનું ચિટિંગ કરનાર સુરતની હીરાની પેઢીની મહિલા ડિરેક્ટરને મુંબઈ પોલીસે ડિટેઈન કરી

સમીર જેમ્સના ડિરેક્ટર પાસેથી સુરતની ડાયમંડ કંપનીના ડિરેક્ટર દ્વારા 41.50 કરોડના રફ ડાયમંડનો જથ્થો ખરીદ કરવામાં આવ્યો હતો.

Mumbai police detains woman director of Surat diamond firm for cheating Rs 4150 crore with Israel diamond company
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ઇઝરાયલની ડાયમંડ ફર્મ સાથે 41.50 કરોડની ઠગાઈ કરવાના મામલામાં મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ ટીમ સુરતની ડાયમંડ કંપનીની મહિલા ડાયરેક્ટરને ઉપાડી ગઈ છે.

41.50 કરોડની રફ ડાયમંડની ખરીદી પછી નાણાં નહીં ચૂકવનાર છેતરપિંડીના કેસમાં મુંબઈની હીરા કંપનીની ફરિયાદ બાદ મુંબઈ પોલીસે સુરતના છેતરપિંડી કરનાર હીરા પેઢીના એક મહિલા ડિરેક્ટરની સુરતથી ધરપકડ કરી છે.

મુંબઈ પોલીસની ઇકોનોમિક ઑફેન્સ ટીમનાં સૂત્રોના જણાવ્યા મુજબ મુંબઈની સમીર જેમ્સના ડિરેક્ટર પાસેથી સુરતની ડાયમંડ કંપનીના ડિરેક્ટર દ્વારા 41.50 કરોડના રફ ડાયમંડનો જથ્થો ખરીદ કરવામાં આવ્યો હતો.

શરત મુજબ રફ ડાયમંડના પેમેન્ટની ચૂકવણી 120 દિવસમાં કરવાની બાંયધરી આપતાં દસ્તાવેજા પણ સુરતની નીરુ નામની ડાયમંડ કંપની તરફથી સમીર જેમ્સને આપવામાં આવ્યા હતા પરંતુ નિયત સમય મર્યાદામાં રફ ડાયમંડ પેટે ચૂકવવાની રકમ ચૂકવવામાં નહીં આવતાં સમીર જેમ્સ દ્વારા મુંબઈ ખાતે છેતરપિંડીની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જોકે, અગાઉ આ સમગ્ર કેસમાં સુરતની ડાયમંડ કંપનીના એક ડિરેક્ટરને આગોતરા જામીન મળી ગયા હતા. જ્યારે અન્ય ડિરેક્ટરોના આગોતરા જામીનની અરજી મુંબઈ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.

મુંબઈ પોલીસની તપાસમાં ખૂલ્યુ હતું કે, આ કંપનીનાં એક મહિલા ડિરેક્ટરના નામે વલસાડમાં જમીન-મિલકતો ખરીદવામાં આવી હતી. એ બાબત છુપાવવામાં આવી હોવાથી મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફન્સીસ વિંગે (EOW) આશાબેન નામની ડિરેક્ટરની સુરતથી અટકાયત કરી મુંબઈ લઈ જઈ 18 ફેબ્રુઆરી સુધીની કસ્ટડી મેળવી છે.

પોલીસના જણાવ્યા મુજબ સુરતની કંપની દ્વારા આપવામાં આવેલા પાવર ઓફ એટર્ની સહિતના દસ્તાવેજો પણ બોગસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ હીરાની ખરીદી સુરતની ડાયમંડ કંપનીએ વર્ષ 2006 થી 2009 દરમિયાન કરી હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS