GJC દ્વારા ઓક્ટોબરમાં મુંબઈ ખાતે નેશનલ જ્વેલરી એવોર્ડ 2023નું આયોજન

NJA 2023 એવોર્ડના લીધે ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે. આ કોમ્પિટીશનમાં 6 એવોર્ડ કેટેગરી હશે, જે અંતર્ગત અન્ય 34 પેટા કેટેગરી રાખવામાં આવી છે.

National Jewellery Awards 2023 organized by GJC at Mumbai in October
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE-SIDDHI-VINAYAK-LASER-FEATURED
  • NAROLA MACHINES

DIAMOND CITY NEWS, SURAT

ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટીક કાઉન્સિલ એટલે કે GJC દ્વારા તાજેતરમાં નેશનલ એવોર્ડની 12મી શ્રેણીની જાહેરાત કરવામાં આવી છે. કાઉન્સિલ દ્વારા જ્વેલરી ડિઝાઈન કોમ્પિટીશન હેઠળ આ નેશનલ એવોર્ડ 2023થી એનાયત કરાશે.

આ કોમ્પિટીશનમાં 6 એવોર્ડ કેટેગરી હશે, જે અંતર્ગત અન્ય 34 પેટા કેટેગરી રાખવામાં આવી છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીની તમામ ચેઈનને આ એવોર્ડ કેટેગરીઓમાં આવરી લેવામાં આવશે. વિજેતાઓ અંગેનો નિર્ણય ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા લેવામાં આવશે. આ માટે એક સ્પેશિયલ પેનલ બનાવવામાં આવશે.

GJCના ચૅરમૅન સૈયમ મહેરાના જણાવ્યા અનુસાર NJA 2023 એવોર્ડના લીધે ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળશે. જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીના માર્ગને સરળ બનાવી પ્રગતિની દિશામાં લઈ જશે. સ્પર્ધાથી ટેલેન્ટ વધુ નિખરે છે. તેવું જ આ સ્પર્ધા અને એવોર્ડ સમારોહના લીધે બનશે. NJA 2023 સર્જનાત્મકતાની કદર કરે છે.

દેશના શ્રેષ્ઠ જ્વેલરી ડિઝાઈનરોને તેમની કલાનું સન્માન મળે તે માટે અવારનવાર NJA દ્વારા અનેક વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે. મેક ઈન ઇન્ડિયા કોન્સેપ્ટ હેઠળ જ્વેલરી ઉત્પાદન અને રિટેલ સેલ્સની કલા અને સાયન્સ પ્રત્યે ડિઝાઈનરો અને કારીગરોને માર્ગદર્શન આપવામાં આવે છે.

NJAનો ગ્રાન્ડ ફિનાલે 1 ઓક્ટોબર 2023ના રોજ મુંબઈ ખાતે યોજાશે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant