નેચરલ ડાયમંડ +11 કમિટી દ્વારા “નેચરલ ડાયમંડ +11 બોક્સ કિક્રેટ લીગ – સિઝન 4નું” તા. 4-5 જાન્યુઆરીના રોજ ખેલઘર બોક્સ ક્રિકેટ, વેસુ, સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર આયોજનમાં “ડાયમંડસિટી ન્યુઝ પેપર” મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે.
ડાયમંડના વેપારીઓ તેમજ બ્રોકરો એકબીજા સાથે ફોન કે અન્ય માધ્યમથી વેપાર તો કરતા જ હોય છે, પરંતુ ઘણી વખત એકબીજાને રૂબરૂ ઓળખતા હોતા નથી.
આથી આ ઈવેન્ટના માધ્યમથી વેપારી મિત્રો તેમજ બ્રોકર મિત્રો એકબીજાને રૂબરૂ મળીને પરિચિત થાય જેથી આત્મીયતાના સંબંધ બંધાય અને આ ઉદ્યોગમાં કેવી રીતે ધીરજ રાખીને, સાથે મળીને બધા કામ કરી શકીએ તે મુખ્ય ઉદ્દેશ છે.
કમિટીના મુખ્ય મેમ્બર શ્રી અમીષ ગાંધીએ જણાવ્યું હતું કે, “કોરોનાકાળ દરમ્યાન લોકડાઉનમાં વેપારી મિત્રો તેમજ બ્રોકર મિત્રો થોડા સમય માટે અલગ થઈ ગયા હતાં. આથી આ ઈવેન્ટ દ્વારા બધા જ મિત્રો સાથે આવીને એકબીજા સાથે જોડાય અને ઉદ્યોગને આગળ વધારે તે હેતુથી આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે.
ત્રણ સિઝનનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ આ વર્ષે આ ઈવેન્ટની ચોથી સિઝનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મીડિયા પાર્ટનર “ડાયમંડસિટી ન્યુઝપેપર”નો સહયોગ રહ્યો છે.
આ ટુર્નામેન્ટ શ્રી અમીષ ગાંધી, શ્રી હિતેષભાઈ, શ્રી વૈભવ જૈન, શ્રી રાજ રોલીયા તેમજ શ્રી વિપુલ કલસરીયા દ્વારા આયોજિત કરવામાં આવી છે.
નેચરલ ડાયમંડ +11 બોક્સ ક્રિકેટ-સિઝન 4માં ટોટલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. એક ટીમમાં 9 ખેલાડીઓ એટલે ટોટલ 90 ખેલાડીઓ રમવાના છે.
આ ટુર્નામેન્ટની શરૂઆત તા. 4 જાન્યુઆરી 2025, બપોરે 03:30 કલાકે રાષ્ટ્રગીત ગાન સાથે કરવામાં આવશે તેમજ તા. 5 જાન્યુઆરીના દિવસે આ ટુર્નામેન્ટ સાંજે ફાઈનલ મેચ રમીને વિજેતા ઘોષિત કરીને પુરી કરવામાં આવશે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube