આ બંને ઉદ્યોગોને અલગ અલગ રીતે વિકસાવો, માર્કેટિંગ કરતી વખતે બંનેને પોઝિટિવ સ્થાન અને સન્માન આપો… આજે આપણે વાત કરીશું સુરત, મુંબઈ અને ઈન્ટરનેશનલ ડાયમંડ માર્કેટની. આમ જોવા જઈએ તો ડાયમંડ માર્કેટમાં રશિયા અને યુક્રેનના યુદ્ધ પછી તુટતા-તુટતા ઈન્વેટરી લોસ આવતો જાય છે.
કોવીડ સુધી તો ડાયમંડ માર્કેટ એકદમ સ્મુથ ચાલતું હતું, પરંતુ કોવીડ પછી માર્કેટમાં જે ઝમ્પ આવ્યો તેનું મુખ્ય રીઝન જે મારા અવલોકન પ્રમાણે હું જાણું છું અમેરિકાની ગર્વનમેન્ટ. કારણ કે, કોવીડમાં બધા લોકો મેઈન્ટેલી ડીસ્ટર્બ થઈ ગયા હતા. અમેરિકાની ગર્વમેન્ટે કોવીડમાં લોકોને પુષ્કળ રૂપિયા આપ્યા.
તે સમયગાળામાં લોકો ઘરમાં પુરાયેલા હતા એટલે લોકોને હરવા-ફરવાનું, બહાર જવાનું બધુ બંધ થઈ ગયું. લોકો પોતાના પૈસા જે હરવા-ફરવામાં, જાહોજહાલીમાં વાપરતાં હતા તેના પર બ્રેક આવ્યો, એટલે લોકો અમેરિકાની ગર્વમેન્ટ તરફથી જે રૂપિયા મળ્યા હતા તેનું ઈન્વેસ્ટમેન્ટ કરવા લાગ્યાં.
જ્યારે લોકડાઉન ખુલ્યું અને તબકકાવાર જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે બધાને એમ લાગતું હતું કે, આપણી ઈન્ડસ્ટ્રીઝ એક જાહોજહાલી વાળી છે એટલે લોકો પહેલા ખાવાપિવામાં, પછી મકાનમાં અને પછી હરવાફરવાનો શોખ પુરો કરશે અને ત્યાર પછી આપણી જ્વેલરી ઈન્ડસ્ટ્રીઝમાં આવશે. પરંતુ ઊંધું થયું.
કોવીડ પછી કોઈ ઈન્ડસ્ટ્રીઝ સૌથી પહેલા ઉભરીને બહાર આવી હોય તો તે હતી ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝ. તેનું મુખ્ય કારણ લોકોએ કરેલા જ્વેલરીના ઈન્વેસ્ટમેન્ટમાં પોતાના પૈસા હતા.
જેથી કરીને લેબગ્રોનની જે ઈફેક્ટ 2019-2020 દેખાતી હતી કે, માર્કેટમાં લેબગ્રોન ડાયમંડ નેચરલ પર હાવી થઈ જશે તેની જરા પણ ઈફેક્ટ આવવા ન દીધી અને માર્કેટને એટલો બધો બુસ્ટરડોઝ મળ્યો કે જેથી કરીને કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું તેમ નેચરલ ડાયમંડ લેબગ્રોનની ઉપર હાવી થઈ ગયો.
નેચરલ ડાયમંડના લોકોના કામ એટલા બધા વધ્યા કે જે લોકો રૂ. 100નું કામ કરતા હતા એ એવરેજ રૂ.150-200નું કામ કરવા માંડ્યાં. જેનો ભાવ રૂ. 100 હતો તેના રૂ. 150-175 થઈ ગયાં. જેથી કરીને લોકોના કામ વધ્યા સાથે સાથે સ્ટૉક પણ વધ્યો એટલે તેની ઈનવેન્ટરીમાં પણ વધારો થયો.
આવી રીતે જેમ માર્કેટ સ્મુથ ચાલતું હતું તે પ્રમાણ રફના ભાવ પણ પુષ્કળ વધ્યા એટલે ઓલ-ઓવર ઈન્ડસ્ટ્રીઝમાં કારીગરોને પણ ખૂબ સારું વેતન મળ્યું અને લોકોએ પોતાના વર્કીંગ અવર્સ પણ વધાર્યા. આ સમય દરમ્યાન જ્યારે રશિયા-યુક્રેન યુદ્ધ થયું ત્યાં સુધી માર્કેટ એકદમ પીક પર હતું પરંતુ હવે આને ફુગાવો ગણીએ કે શું ગણીએ! ડોન્ટ નો, પણ માર્કેટમાં બધા જ જાણે છે.
રશીયા-યુક્રેન વોરના કારણે ઈન્વેટરીમાં લોકોને લોસ આવ્યાં. જેથી લોકોએ જે પણ કમાણી કરી હતી, ડબલ કામ કર્યા હતાં, ઈન્વેટરી વધારેલી હતી તે બધામાં લોસ આવ્યો. રશીયા-યુક્રેન વોર પછી પહેલા જ ધડાકે 30-35 ટકા પૈસા નીકળી ગયા.
ફુગાવો હતો જે નીકળી ગયો પરંતુ ફુગાવો હતો ત્યારે લોકોએ ડબલ કામ કરેલા, ડબલ સ્ટોક કરેલા એટલે જે પણ ઈન્વેટરીમાં પૈસા નીકળ્યા તે ફુલ સ્પીડે જે કમાયેલાં હતાં તેનાથી પણ વધારે લોસ આવ્યો અને મેન્ટલી લોકો ડિસ્ટર્બ થઈ ગયાં.
આ અરસામાં લેબગ્રોનનું પ્રોડક્શન જોવા જઈએ તો જે નાના અમથા પાયા પર હતું તેણે ફુલ સ્પીડ પકડી લીધી. લોકોને પણ ખ્યાલ આવી ગયો એટલે મશીનોના યુનિટ વધારવા લાગ્યાં જેથી કરીને લેબગ્રોનને માર્કેટમાં પ્રમોટ કરવામાં વધારે ને વધારે લોકેએ જોર લગાડ્યું. માર્કેટમાં વધારે જોર લાગવાથી લેબગ્રોનની ઈફેક્ટ નેચરલ ડાયમંડ પર આવી.
લોકડાઉન પહેલા લેબગ્રોનના માર્કેટનો રેશિયો 20/80 અને 25/75 હતો એટલે કે રૂ. 100નો નેચરલ હીરો હોય તો તેની સામે લેબગ્રોનના હીરાની કિંમત રૂ. 25 હોય પરંતુ જેટલું વધારે પ્રોડક્શન થયું અને જેટલા નવા લોકો લેબગ્રોન માર્કેટમાં ઈન્વોલ્વ થતાં ગયાં એમાં પણ ઈન્વેટરીનો લોસ આવ્યો. ઈન્વેટરીમાં લોસ આવવાથી આજની તારીખમાં જોવા જઈએ તો રૂ. 100ના નેચરલ હીરાની સામે લેબગ્રોનના હીરાની કિમત રૂ. 2-3 ગણીએ ને તો પણ ના નહીં એટલે આજના સમયમાં આટલો બધો ડાઉન ભાવ આવી ગયો.
આ વાત હતી આપણા સુરત અને મુંબઈના માર્કેટની. હવે આની અસર ઈન્ટરનેશનલ માર્કેટ પર કેવી રીતે પડી કે તે જોઈએ! ઈન્ટરનેશનલ માર્કેટમાં જે પણ ચલણ હતું, જે જ્વેલરીનો ક્રેઝ હતો તેમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું.
2019માં જે લેબગ્રોનની જ્વેલરી 50,000 ડોલરમાં લીધેલી હોય તેના આજે 150-200 ડોલર થઈ ગયાં એટલે ગ્રાહકો એક અસમન્જસની સ્થિતિમાં આવી ગયાં કે આ ત્રણ વર્ષમાં મારી 1000 ડોલરની ઈન્વેન્ટરીના 150 ડોલર થઈ ગયાં. આનાથી લોકો વધારે કંફ્યુઝ થયાં એટલે લેબનું માર્કેટ વધારે ને વધારે ડોલાતું ગયું અને સાથે-સાથે નેચરલના ભાવ પણ તૂટ્યાં.
જે લોકોએ ખરીદી કરેલી એમાં પણ ઈન્વેટરીનો લોસ આવ્યો. જ્યારે વધારે મજબુતાઈથી નેચરલ ડાયમંડને બહાર આવવાની જરૂર હતી ત્યારે અમુક રફના ભાવ સ્થીર હતાં. પોલીશ ડાયમંડના ભાવ તૂટતા હતા એટલે ગ્રાહકોમાં અસમન્જસની પરિસ્થિતિનું નિર્માણ થયું, જે સ્વાભાવિક બાબત છે.
પહેલા કોઈને ખ્યાલ હતો નહી કે આ જે થઈ રહ્યું છે તે ક્યા પરિબળોથી થઈ રહ્યું છે, પરંતુ જ્યારે 2023માં સામુહિક પણે બધાએ ઓવરપ્રોડક્શન મેન્યુફેક્ચરીંગ બંધ કરવાનો નિર્ણય લીધો ત્યારે માર્કેટમાં થોડીક ઈફેક્ટ આવેલી એટલે બધાને ખ્યાલ આવી ગયો કે માર્કેટમાં ઓવરપ્રોડક્શનના હિસાબે આ મંદી છે.
ઓવરપ્રોડક્શન ન હોય તો માર્કેટ સ્ટેબલ જ છે જેથી કરીને લોકોએ ઓવરપ્રોડક્શન બંધ કર્યું. ઓવરપ્રોડક્શન બંધ કરવાથી આપણામાં એક માઈનસ પોઇન્ટ એ હતો કે, રત્નકલાકારોની રોજી રોટી પર અસર થશે પરંતુ આ વખતે એવું ન થયું.
જે પણ વસ્તુની શોર્ટેઝ હોય તેની ડીમાન્ડ હોય છે પરંતુ લેબગ્રોન ડાયમંડની શોર્ટેઝ ક્યારેય પડવાની નથી અને પડશે પણ નહીં! એટલે તેનું માર્કેટ સ્ટેબલ થઈ જ જશે. લોકો ઘરે-ઘરે લેબગ્રોન ડાયમંડ જ્વેલરી પહેરીને ફરશે!
જે લોકોને આજે પણ બ્રાન્ડેડ વસ્તુ પહેરવાનો શોખ છે જેવી કે, ઘડિયાળ, શુઝ, કપડા વગેરે બ્રાન્ડેડ જ પહેરશે તેમ નેચરલ ડાયમંડ પહેરવાવાળા નેચરલ ડાયમંડ જ પહેરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ મુખ્ય બાબત આજે આપણી ઈન્ડસ્ટ્રીઝના લોકો જે નેચરલ અને લેબગ્રોન ડાયમંડની હરીફાઈમાં ઉતરે છે તે સદંતર ખોટું છે, કારણ કે લોકોને રોજગારી બંનેમાંથી મળવાની છે. બધા બધી રીતે કેપેબલ ના હોય.
જે લોકો પાસે નેચરલ ઈન્વેન્ટરી છે તે તેમાં પ્રોડક્શન પ્રમાણે આગળ વધશે અને જે લોકો પાસે લેબગ્રોનની ઈન્વેન્ટરી છે તો તેમાં આગળ વધશે. લેબગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડ જેવો જ છે કે પછી નેચરલ ડાયમંડ કરતા પણ તેમાં કાર્બન વધુ છે.
આવી રીતે આપણે સમજાવવાની કોશીશ કરવી જોઈએ નહીં. કારણ કે જે છેલ્લે યુઝર છે જે હીરો છેલ્લા યુઝર સુધી પહોંચવાનો છે તેને નથી ખબર કે મેઈન મેડ કે નેચરલ ડાયમંડ આટલો બધો ફરક શું છે!
આપણે એવું મગજમાં નાખીએ છીએ કે લેબગ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ વચ્ચે આ તફાવત છે આવું કરવાની જરા પણ જરૂર મને નથી લાગતી. ઉ.દા., ટેસ્ટ ટ્યૂબ બેબી છે તે ટેસ્ટ ટ્યૂબ બેબી જ્યારે મોટું થાય ત્યારે આપણે કહીએ નહીં કે ટેસ્ટ ટ્યૂબ બેબી છે?
તેવી જ રીતે ખાલી તમારે નેચરલ ડાયમંડને નેચરલ તરીકે ટ્રીટ કરવાનો છે અને લેબગ્રોનને લેબગ્રોનની જેમ ટ્રીટ કરવાનો છે. નેચરલ ડાયમંડ જેવા જ આમાં ગુણો છે અને એવી રીતે માર્કેટીંગ કરવું મારા હીસાબે તદ્દન યોગ્ય નથી જેથી, કરીને નેચરલ ડાયમંડ ઉપર તેની ઈફેક્ટ આવે.
જો લેબગ્રોન માર્કેર્ટે પોતાનું માર્કેટીંગ કરવું હોય તો એવા મુદ્દાથી કરવું જોઈએ કે જેથી નેચરલ પર તેની ઈફેક્ટ ન આવે. કારણ કે નેચરલ પર છેલ્લે જે પણ પૈસો છે તે પૈસો લોસ થાય તો તે આપણી ઈન્ડસ્ટ્રીઝનો જ છે. તેમાં પછી તમે નેચરલનો ગણો કે લેબગ્રોનનો ગણો, નુકસાન આપણી ડાયમંડ ઈન્ડસ્ટીઝનું છે એમાં પ્લસ-માઈન્સ ન થાય એના માટે નેચરલ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડે પોતાની યુનિટી બનાવીને સાથે મળીને માર્કટીંગ કરવું જોઈએ.
હવે હાલની ડાયમંડ માર્કેટની પરિસ્થીતી કેવી છે? તો અત્યારે કીધું તેમ આ બધા જે સમીકરણો બન્યા જેથી માર્કેટમાં અસમન્જસની સ્થિતી આવી. કોવિડ પછી ચાઈનામાં જે પણ પતલા ડાયમંડની ડીમાન્ડ હતી તેમાં ઘણો ખરો કાપ મુકાઈ ગયો છે.
જેથી કરીને હોંગકોંગમાં જે પોર્ટ હતો તે થોડો ડાઉન આવ્યો છે. તેની સામે અમેરીકામાં પણ જે પોર્ટ હતો કે જ્યારે કોવીડ પછી બુસ્ટરડોઝ લાગ્યો હતો, ઝંપ લાગ્યો હતો, એની સામે આજે પરિસ્થિતી એકદમ ડાઉન છે.
લોકો હવે સ્ટોક કરતાં નથી આજથી 3-4 વર્ષ પહેલાં ગણીએ તો જેની પાસે સ્ટૉક હતો તેની પાસે ગ્રાહકો સામેથી જતાં હતાં અને તેની પાસેથી માલ કોન્ટીટીમાં ઉપાડતાં હતાં અત્યારે પરિસ્થિતિ વિપરીત છે કે જેની પાસે કોન્ટીટી હોય તેની પાસે ગ્રાહકો જાય છે અને ભાવ કરવાની ટ્રાય કરે છે કારણ કે તેને ખબર છે કે આ લોકોને આ ઈન્વેટરીમાં લોસ આવેલો જ હોય.
હવે રહી વાત કે ઓવરસીઝ માર્કેટમાં ક્યાં ફર્ક પડે છે? તો ઓવરસીઝના માર્કેટમાં નેગેટિવ વાતાવરણથી ખૂબ જ ફરક પડે છે. આપણે લોકોને એમ કહીએ છીએ કે માર્કેટમાં આમ થયું છે તેમ થયું છે. માર્કેટમાં નેગેટિવ વાતથી કસ્ટમરોમાં એક એવી ઈફેક્ટ ઊભી થાય છે કે, જો કસ્ટમરને 100 કેરેટનો દાગીનો બનાવવો હોય તો પહેલો કેવું કરતાં હતાં.
50 સ્પેરમાં રાખીને 100 કેરેટનો દાગીનો બનાવતાં હતાં અત્યારે સીનેરીયો આખો ઊંધો થઈ ગયો છે. આજે જેને 100 કેરેટનો દાગીનો બનાવવો હોય તો તે 25 કેરેટનો માલ લેશે અને જ્યારે 25 કેરેટ ફિનિશ થવા આવે ત્યારે બીજા 25 કેરેટનો લેશે.
એમ ચાર સ્ટેઝમાં ડાયમંડ લેશે કારણ કે તેને પણ માર્કેટમાં એવું લાગવા લાગ્યું છે કે આજે મેં જે પણ એમાઉન્ટમાં ડાયમંડ લિધેલા છે તે 5, 10 કે 15 દિવસ પછી જ્યારે પણ મારી પ્રોડક્ટ ફિનિશ કરીશ ત્યારે મહીના દોઢ મહિના પછી ભાવ તૂટશે તો મને લોસ આવશે એટલે આ ટાર્ગેટથી લોકો પણ એકદમ સ્ટૉક કરતાં ડરવા લાગ્યાં છે. આ પરિસ્થિતિમાં માર્કેટમાં જે ડીમાન્ડ નીકળવી જોઈએ તે ડીમાન્ડમાં સ્ટોપ આવ્યું છે.
ઓવરઓલ જોવા જઈને તો અત્યારે સુરત, મુંબઈ અને ઈન્ટરનેશનલ ડાયમંડ માર્કેટ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, પરંતુ માર્કેટ હેલ્ધી છે, હેલ્ધી રહેવાનું છે અને હેલ્ધી આવશે. તેના માટે આપણે બધાએ જે રફમાં કોસ્ટીંગથી વધારે ભાવ આપીને ખરીદી કરીએ છીએ તે સદંરત બંધ કરવાની જરૂર છે.
ટેન્ડર હોવું જ ન જોઈએ. ટેન્ડરમાં ઘણીવાર એવું થાય છે કે કોઈપણ બેઝ ભાવ મુક્યો અને બેઝ ભાવ કરતા પણ ઓછી બીટ થાય. ધારો કે 200 ડોલરનો મુળભાવ છે અને 190 ડોલર ઉપર કોઈ ન ખરીદે તો પેનલ વાળા વિદ્રોહ કરી લે છે. આનો મતલબ એમ થયો કે તમારે ટેન્ડરમાં ઊંચા ભાવે જ રફની ખરીદી કરવાની.
ઊંચા ભાવે તમે ખરીદી કરો તો માર્કેટમાં ઈન્વેન્ટરીનો લોસ આવે છે જેથી તમને ક્યારેય રીઝનેબલ રફ મળવાની નથી અને રફ રીઝનેબલ ન મળે તો તમારું કોસ્ટીંગ ઉપર આવવાનું અને કોસ્ટીંગ ઉપર આવે એટલે તમે માર્કેટમાં સર્વાઈવ કરવાના નથી! રફની ટેન્ડર પ્રક્રિયા સો ટકા સ્ટોપ થવી જોઈએ.
ટેન્ડર પ્રક્રિયાથી નાના યુનિટોના હાથમાં રફ આવતી નથી અને રફ ટેન્ડર પછી લોકો પોતાના નફો ચડાવીને નાના યુનિટો પાસે જાય છે. જેથી કરીને નફામાં નુક્સાન આવે છે એટલે સો ટકા આ પ્રક્રિયા બંધ થવી જોઈએ.
લેબ માટે આપણે જોઈએ તો મશીનનું સ્વિસ ચાલુ કર્યા પછી જે પ્રોડક્શન આવે છે તેના કરતા ક્વોલીટી કેવી રીતે વધે અને કેવી રીતના વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકીએ એમાં વધારે ધ્યાન આપીશું તો લેબનું માર્કેટ પણ આવશે. લેબગ્રોન માર્કેટનું ભવિષ્ય છે જ!
કારણ કે, જે લોકોને ડાયમંડ પહેરવા છે આજે સપોઝ કોઈના ઘરે પ્રસંગ છે તો ડાયમંડની જ્વેલરી કરતા ગોલ્ડની જ્વેલરીનું વધારે ચલણ છે. ગોલ્ડની જ્વેલરી મોટા પ્રમાણમાં કરાવી આપે છે અને ડાયમંડની જ્વેલરીની ખૂબ જ રેર કેસમાં લોકો કરાવતાં હશે જ્યારે લેબગ્રોન બધાના ઘરમાં પણ જશે અને સો ટકા બધા તેની બાજુ વળશે પણ અત્યારે જે રીતે લોકો માર્કેટીંગ કરી રહ્યાં છે એમાં થોડોક સુધારો કરવાની જરૂર છે.
જે નેચરલ છે તે નેચરલ જ રહેવાનું છે! અને જે લેબગ્રોન છે તે લેબગ્રોન જ રહેવાનું છે! એટલે લેબગ્રોન ઈન્ડસ્ટ્રીઝને કશું નથી થવાનું અને લેબ ઈન્ડસ્ટ્રીઝ ગ્રો કરવાની જ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.
બન્ને બિઝનેસ પોતાના એંગલથી આગળ વધશે પરંતુ જે દેખા-દેખી અને માર્કેટમાં એકબીજાની જે હરીફાઈ છે તેને સ્ટોપ કરવી જોઈએ. નેગેટિવ વાતાવરણ જે માર્કેટમાં ઊભું થયું છે તેને સ્ટોપ કરીને આગળ વધીએ તો સો ટકા આપણા બધાની જીત છે!
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube