નેચરલ ડાયમંડ કાઉન્સિલ (NDC) એ લક્ઝરી કન્ઝ્યુમર ઇન્સાઇટ્સ સ્પેસમાં અગ્રણી CXG દ્વારા નવા અભ્યાસના પરિણામો બહાર પાડ્યા છે. આ અભ્યાસમાં એ બાબતને સમર્થન આપવામાં આવ્યું છે કે કુદરતી હીરા અંગેની યોગ્ય સમજ ગ્રાહકો સુધી પહોંચાડવાની અસર ડાયમંડના રિટેલ વેચાણ પર જોવા મળે છે.
કુદરતી ડાયમંડ અંગેની સમજ ગ્રાહકો સુધી પહોંચાડવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એનડીસીએ આ સાથે જાહેર કર્યું કે તેઓ દ્વારા 3 એપ્રિલ 2023ના રોજ એક નવો એજ્યુકેશન પાર્ટનર પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે, જે રિટેલર્સ અને સેલ્સ પ્રોફેશનલ્સને વેચાણ વધારવા માટે શૈક્ષણિક સાધનો પ્રદાન કરશે.
CXG અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 93% ગ્રાહકો કુદરતી હીરા તથા કુદરતી હીરામાંથી બનેલા ઝવેરાત ખરીદવા માટે વધુ રસ ધરાવે છે જ્યારે તેઓને સેલ્સમેન તરફથી કુદરતી હીરા અંગે યોગ્ય સમજણ આપવામાં આવે છે. સેલ્સ મેનેજર દ્વારા જ્યારે કુદરતી ડાયમંડની વિશિષ્ટતાઓ અંગે ગ્રાહકોને સમજણ આપવામાં આવે છે ત્યારે તેઓ ડાયમંડ વિશે વધુ નોલેજ મેળવ્યું હોવાનું અનુભવે છે.
આવા સંજોગોમાં ગ્રાહકો કુદરતી હીરાના આભૂષણો ખરીદે તેવી શક્યતા વધી જાય છે. ધ નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને સ્પેશિયલ જ્વેલરી સ્ટોર્સમાં સરવે કરાયો હતો. ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે 116 સ્ટોર્સમાં સરવે કરાયા બાદ આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે.
CXGનો રિપોર્ટ દર્શાવે છે કે 64% ગ્રાહકોને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીની તુલનામાં નેચરલ ડાયમંડ જ્વેલરીની સ્ટોરમાં મર્ચેન્ડાઇઝિંગ પ્રસ્તુતિઓમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નથી. વધુમાં, 40% ગ્રાહકોને કુદરતી હીરા અંગે શિક્ષિત કરાયા નહોતા. જેની અસર વેચાણ પર જોવા મળી હતી. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે માત્ર 6% સેલ્સ કન્સલ્ટન્ટે ખરીદીને પ્રભાવિત કરવા માટે કુદરતી હીરા અંગે ગ્રાહકોને યોગ્ય સમજણ આપી હતી.
NDCનો એજ્યુકેશન પાર્ટનર પ્રોગ્રામ રિટેલરો માટે ડિજિટલ લાઈબ્રેરી દ્વારા કુદરતી હીરાની આંતરદૃષ્ટિનો વ્યાપક અભ્યાસક્રમ પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં કુદરતી હીરાનો ઇતિહાસ, તેમનું આકર્ષણ, ટકાઉપણું માટે પ્રતિબદ્ધતા, કુદરતી અને લેબગ્રોન હીરા વચ્ચેના તફાવતો અને ફૅન્સી રંગીન હીરા જેવા વિષયોને આવરી લેતા છ ઇન્ટરેક્ટિવ લર્નિંગ મોડ્યુલોનો સમાવેશ થાય છે. હીરા વિશેની માન્યતાઓ અને ગેરસમજોને દૂર કરવા પર કેન્દ્રિત એક નવું મોડ્યુલ લૉન્ચ કરવામાં આવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM