રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ (RJC)ની ગઈ તા. 9 મી જૂનના રોજ વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. આ વાર્ષિક સાધારણ સભામાં તેના બોર્ડ ઑફ ડિરેક્ટર્સની એક્ઝિક્યુટિવ કમિટીમાં ત્રણ સભ્યોની પસંદગી કરવા સાથે બોર્ડમાં નવ સભ્યોનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે RJCના પ્રમુખ ડેવિડ બોફર્ડે કહ્યું હતું કે, RJC ની તાકાત અમારા 1,700 કમિટેડ મેમ્બર્સ, અનુભવી બોર્ડ અને એક્ઝિક્યુટિવ લીડરશીપ ટીમ અને અમારા સમગ્ર ઉદ્યોગમાં ટકાઉ, જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસ બનાવવાની સહિયારી માન્યતા છે. આ નવા ચૂંટાયેલા સભ્યો વર્ષો જૂના બોર્ડના સિનીયર સભ્યોના અત્યંત પ્રતિભાશાળી ગ્રુપ સાથે કામ કરીને વિવિધ પરિપ્રેક્ષ્યો અને ઊંડા જ્ઞાન દ્વારા અમારા પ્રયત્નોને વેગ આપશે તેવી અમને ખાતરી છે.
મીટીંગ દરમિયાન રોયલ એસ્ચરમાંથી એડવર્ડ એસ્ચર ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. એશેરે કહ્યું, મને 2022 માં બોર્ડમાં આમંત્રિત કરવામાં આવ્યો હતો. હવે જ્યારે હું બોર્ડમાં ચૂંટાઈ આવ્યો છું ત્યારે હું RJCના ટાર્ગેટને આગળ વધારવા માટે કાર્ય કરીશ. સસ્ટેનિબિલીટી, ડાવર્સેફિકીશેન તેમજ સ્ટાન્ડર્ડમાં સતત સુધારો એ અમારી પ્રાથમિકતા રહેશે. હું RJCના લક્ષ્યને આગળ વધારવા માટે ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મારા લાંબા અનુભવ પર ધ્યાન આપીશ.
વર્લ્ડ ડાયમંડ કાઉન્સિલમાંથી ઉદી શીન્તલ RJCમાં માનદ સચિવ તરીકે ચૂંટાયા હતા. તેમણે કહ્યું, RJC સભ્યોએ મારામાં વિશ્વાસ મુક્યો તે બદલ હું સન્માનની લાગણી અનુભવું છે. મારામાં વિશ્વાસ મુકનાર સભ્યોની હું આભારી છું. હવે હું સંસ્થાના મહત્વપૂર્ણ કાર્યમાં યોગદાન આપવા માટે RJC અધિકારીઓ સાથે જોડાવા માટે આતુર છું.
ડી બીયર્સમાંથી ફેરીલ ઝેરોકી ફરીથી માનદ ખજાનચી તરીકે ચૂંટાયા હતા. તેણીએ જણાવ્યું હતું કે, સ્થિરતા પર ભાગીદારોનું ધ્યાન સતત વધુ તીવ્રપણે વધવા સાથે આતુર છું. જ્વેલરી ઉદ્યોગ પ્રેક્ટિસના ઉચ્ચતમ ધોરણોને અપનાવે તે મહત્વપૂર્ણ છે. તેથી હું RJC ના ખજાનચી તરીકે પુનઃ ચૂંટાઈને આનંદ અનુભવું છું કારણ કે તે તેની સદસ્યતાનું વિસ્તરણ કરવાનું ચાલુ રાખે છે અને તેના અગ્રણી ટકાઉપણું એજન્ડા સાથે વ્યાપક હકારાત્મક અસર પહોંચાડે છે.
RJC મેમ્બર ફોરમના ચૂંટણી પરિણામોમાં, જ્યાં ડિરેક્ટર્સ જ્વેલરી અને ઘડિયાળની સપ્લાય ચેઇનમાં તેમના સંબંધિત ફોરમનું પ્રતિનિધિત્વ કરે છે, લુકારા ડાયમન્ડ્સમાંથી ઝારા બોલ્ટ અને ડી બિયર્સમાંથી પૂર્વી શાહ ડાયમંડ, ગોલ્ડ અને/અથવા પ્લેટિનમ ગ્રુપ મેટલ્સ પ્રોડ્યુસર ફોરમનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટાયા હતા. ડાયમંડ ટ્રેડર અને/અથવા કટર અને પોલિશર ફોરમનું પ્રતિનિધિત્વ કરવા માટે લીઓ શૅક્ટર ડાયમંડ્સમાંથી માઇકલ સ્ટેઇનમેટ્ઝ ચૂંટાયા હતા. સી. હાફનરમાંથી ફિલિપ રેઇઝર્ટ ગોલ્ડ એન્ડ પ્લેટિનમ ગ્રુપ મેટલ્સ ટ્રેડર, રિફાઇનર અથવા હેજર ફોરમનું પ્રતિનિધિત્વ કરવા માટે ફરીથી ચૂંટાયા હતા. રીટેલર ફોરમનું પ્રતિનિધિત્વ કરવા માટે સિગ્નેટ જ્વેલર્સમાંથી કોલીન રૂની અને કલ્લાટી ઇન્ટરનેશનલમાંથી રાઉટ કલ્લાટી ચૂંટાયા હતા. સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ ફોરમનું પ્રતિનિધિત્વ કરવા માટે આઈજીઆઈ ઈન્ડિયામાંથી કરીના શાહાની અને સિક્વલ સિક્યોર લોજિસ્ટિક્સમાંથી રાજેશ નીલકાંતાની પસંદગી કરવામાં આવી હતી.
બોર્ડ અને અધિકારીઓ RJC એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મેલાની ગ્રાન્ટ અને તેમની મેનેજમેન્ટ ટીમ સાથે મળીને કામ કરશે, કારણ કે સંસ્થા વૈશ્વિક જ્વેલરી અને ઘડિયાળની સપ્લાય ચેઇનમાં જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસનું નેતૃત્વ અને આગળ વધારવાનું ચાલુ રાખે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM