DIAMOND CITY NEWS, SURAT
દુબઇમાં તાજેતરમાં કિમ્બર્લી પ્રોસેસ (KP)ની સિક્રેટ મીટીંગ મળી હતી, જેમાં કોન્ફલિક્ટ ડાયમંડ્સની વ્યાખ્યાને ફરી રિવ્યુ કરવાની ચર્ચા થઇ હતી.
મોટાભાગે આફ્રિકન હીરા ઉત્પાદક દેશોના નિરીક્ષક જૂથ KP Civil Society Coalition (KPCSC) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખાસ કરીને યુક્રેન પર રશિયાના આક્રમણને ધ્યાનમાં રાખીને આવું પગલું લાંબા સમયથી મુલતવી છે.
KPCSC કો-ઓર્ડિનેટર Dr Michel Yoboueએ કહ્યું કે, વર્તમાન કોન્ફ્લિક્ટ્સ (સંઘર્ષોને) વધારવા અથવા ઘટાડવામાં તેના વર્તમાન અને સંભવિત યોગદાનને ગંભીરતાથી તપાસવામાં કિમ્બર્લી પ્રોસેસની અસમર્થતાથી સિવિલ સોસાયટી નિરાશ છે, ખાસ કરીને યુક્રેન સામે રશિયાનું યુદ્ધ અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક (CAR) માં લાંબા સમયથી ચાલતા સંઘર્ષ માટે.
KPને કેવી રીતે ગંભીરતાથી લઈ શકાય જો તે રશિયા-યુક્રેન યુદ્ધને ધિરાણ આપવામાં હીરાની ભૂમિકા વિશે પણ ચર્ચા ન કરી શકે?
UAEની અધ્યક્ષતામાં 2024 માટે ફોરમનો એજન્ડા અને મુખ્ય પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે KP વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષોએ બે દિવસ બેઠક કરી હતી.
ગયા નવેમ્બરમાં ઝિમ્બાબ્વેમાં KP પ્લેનરી મીટિંગ લાંબી અને અસ્તવ્યસ્ત ચર્ચાઓ પછી અંતિમ એનાઉન્સમેન્ટ પર મડાગાંઠ સાથે સમાપ્ત થઈ હતી.
Dr. Michel Yoboueએ કહ્યું કે, KPCSC લાંબા સમયથી કિમ્બર્લી પ્રોસેસ સુધારાઓની હિમાયત કરી રહી છે અને ચિંતિત છે કે ખૂબ જ જરૂરી સુધારાઓને ફરી એકવાર વાજબી તક નહીં મળે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM