ઈટાલિયન ડિઝાઈનર જ્વેલરી વિશ્વભરમાં વખણાય છે, પરંતુ કોવિડ બાદ છેલ્લાં કેટલાંક સમયથી જ્વેલરી સેક્ટર નબળું હોય ઈટાલિયન જ્વેલરીની માંગને પણ અસર પહોંચી હતી ત્યારે હવે ઈટાલિયન જ્વેલરીનું વિશ્વના સૌથી મોટા યુએસના માર્કેટમાં પ્રમોશન કરવા માટે સ્પેશ્યિલ કેમ્પેઈન શરૂ કરાયું છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ઈટાલિયન જ્વેલરી સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે હ્યુસ્ટનમાં ઈટાલિયન ટ્રેડ કમિશન દ્વારા એક નવું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈન હેઠળ JCK લાસ વેગાસ ખાતે લગભગ 100 જ્વેલર્સ અને કોચર શોમાં 36 ઈટાલિયન પ્રદર્શકોના ઈટાલિયન પેવેલિયનને રજૂ કરવામાં આવનાર છે. આ કેમ્પેઈનનો ઉદ્દેશ ઈટાલિયન જ્વેલરી ઉત્પાદકો અને સપ્લાયરોને યુએસ રિટેલર્સ અને હોલસેલર્સ સાથે જોડવાનો છે, જે ઈટાલિયન જ્વેલરી નિકાસ માટે વિશ્વના અગ્રણી બજારોમાંનું એક છે.
કેમ્પેઈનના ભાગરૂપે ITA હ્યુસ્ટન બિઝનેસ કનેક્શનને સરળ બનાવવા અને યુએસ માર્કેટમાં ઉચ્ચ ગુણવત્તાની ઈટાલિયન કારીગરીને પ્રોત્સાહન આપવા માટે એક નવી વેબસાઇટ પણ શરૂ કરશે. રાજ્ય-સમર્થિત એજન્સી ‘મેડ ઇન ઇટાલી’ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે અગ્રણી મીડિયા આઉટલેટ્સ અને ઇન્સ્ટાગ્રામર સાથે સહયોગ કરશે, જેમાં હાઇ-પ્રોફાઇલ પ્રભાવક કેટેરીના પેરેઝનો સમાવેશ થાય છે.
ITA ટ્રેડના કમિશનર ફેબ્રિઝિયો ગ્યુસ્ટારિનીના જણાવ્યા અનુસાર ઈટાલિયન જ્વેલરી ઉદ્યોગમાં મુખ્યત્વે નાની અને મધ્યમ-કદની કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ 2022માં 10.8 યુરો બિલિયનનું વેચાણ હાંસલ કર્યું હતું, જે અગાઉના વર્ષ કરતાં 20.8% વધુ છે. જે પૈકી નિકાસ 9.8 યુરો બિલિયન કરતાં વધી ગઈ છે.
કેમ્પેઈનનો ઉદ્દેશ ગ્રાહકોને નવી ટેક્નોલોજીથી બનાવાયેલી નવી ડિઝાઈન અને તેમાં ઈટાલિયન કારીગરના ટચ વિશે એજ્યુકેટ અને અપડેટ કરવાનો છે. ઈટાલિયન ટ્રેડ કમિશનની બહુપક્ષીય ઝુંબેશ આગામી JCK લાસ વેગાસ અને કોચર શોમાં ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર સહિત તમામ સોશ્યિલ મીડિયા સાધનોનો ઉપયોગ કરીને મીડિયા સ્પ્લેશ બનાવવાનું વચન આપે છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM