DIAMOND CITY NEWS, SURAT
આગામી તા. 3 ઓક્ટોબર 2023ના રોજ જયપુર ખાતે સીબ્જો કોંગ્રેસ યોજાવા જઈ રહ્યો છે, તેને આડે હવે થોડો જ સમય બાકી રહ્યો છે, ત્યારે સીબ્જો કોંગ્રેસ પૂર્વે સીબ્જોનો છઠ્ઠો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. ટીફની સ્ટીવન્સની આગેવાની હેઠળ સીબ્જો એથિક્સ કમિશન દ્વારા તૈયાર કરવામાં આવેલો રિપોર્ટ જ્વેલરી ઉદ્યોગમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) એટલે કે બૌદ્ધિક સંપદા પર ફોકસ કરે છે. બૌદ્ધિક સંપદાને સુરક્ષિત રાખવા માટે ઉપલબ્ધ સાધનો વિવિધ દેશોમાં કેવી રીતે અલગ પડે છે તે અંગે આ અહેવાલમાં વિસ્તૃત વર્ણન કરાયું છે.
એથિક્સ કમિશન સ્પેશિયલ રિપોર્ટ સંયુક્ત રીતે સ્ટીવન્સ અને સારા યુડ દ્વારા લખવામાં આવ્યો છે. જે ન્યુયોર્કમાં જ્વેલર્સ વિજિલન્સ કમિટીના ડેપ્યુટી જનરલ કાઉન્સિલ છે. જ્યાં સ્ટીવન્સ પ્રમુખ, સીઈઓ અને મુખ્ય સલાહકાર છે.
સ્ટીવન્સ અને યૂડ કહે છે કે, અનેક લોકો બૌદ્ધિક સંપદાના મહત્ત્વથી વાકેફ છે, તેમ છતાં અમલમાં મુકવામાં પડતી મુશ્કેલીઓના લીધે યોગ્ય માહિતી અને શિક્ષણની જરૂરિયાત જેવા પડકારો યથાવત છે.
બીજા ઉદ્યોગોની જેમ જ્વેલરી ઉદ્યોગ પણ એ જ પડકારોનો સામનો કરી રહ્યો છે. જેમ કે ડિજિટલ પ્લેટફોર્મ્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમસ્યા સતાવી રહી છે. તેના માટે સક્રિય અભિગમની જરૂર છે,” તેઓ અહેવાલમાં લખે છે. જેમ જેમ જ્વેલરી ઉદ્યોગ સતત વિકસિત થઈ રહ્યો છે, આ પડકારોને સંબોધવા અને બૌદ્ધિક સંપદા કાયદાની જાગરૂકતા અને સંરક્ષણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું નવીનતા અને સર્જનાત્મકતાને ટકાવી રાખવા માટે નિર્ણાયક બનશે.”
આ વર્ષનો એથિક્સ કમિશનનો વિશેષ અહેવાલ એ બૌદ્ધિક સંપદા અધિકારો વિશે ઉદ્યોગને શિક્ષિત કરવા માટેના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે, જે સીબ્જો દ્વારા કલા અને સંસ્કૃતિમાં યુએસ સ્થિત મુખ્ય મથકની પહેલ અને જ્વેલર્સ વિજિલન્સ કમિટીના સહયોગથી હાથ ધરવામાં આવ્યો છે. અહેવાલ ઉપરાંત, આ સાથે, ત્રણ ભાગની સેમિનાર શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 18 જુલાઈ, 2023ના રોજ ન્યૂયોર્કમાં આઈએસી કોન્ફરન્સ દરમિયાન પ્રથમ સેમિનાર થઈ ચૂક્યો છે અને બીજો સેમિનાર વિસેન્ઝારો જ્વેલરી શો 10 સપ્ટેમ્બર, 2023ના રોજ વિસેન્ઝા, ઇટાલીમાં યોજાનાર છે. ત્રીજો સૅમિનાર 4 ઓક્ટોબર, 2023ના રોજ જયપુરમાં 2023 CIBJO કોંગ્રેસમાં એથિક્સ કમિશન સત્રના માળખામાં યોજાશે.
વિસેન્ઝામાં સેમિનાર અને જયપુરમાં એથિક્સ કમિશન સત્ર બંનેનું લાઇવ-સ્ટ્રીમિંગ કરવામાં આવશે, અને તેના વિશે વધુ વિગતો ઇવેન્ટ પહેલાં જાહેર કરવામાં આવશે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM