આઈઆઈજેએસ પ્રિમિયર 2023ના પહેલાં દિવસે જેડ્બ્લ્યુસીસી ખાતે રેપાપોર્ટ ગ્રુપ દ્વારા નવી રેપનેટ ઇન્ડિયા એપ્લીકેશન લૉન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે એઓજેના એમડી સુમેશ વાઢેરા અને આઈબીજેએના પ્રેસિડેન્ટ ચેતનકુમાર મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં. નવા ભારત માટે રેપનેટનું આ એક્સક્લુસિવ વર્ઝન ભારતીય હીરા અને ઝવેરાત બજારને એકબીજાની નજીક લાવવાનું વચન આપે છે. ટીમ રેપનેટને આઈઆઈજેએસ પ્રિમિયરના 5 દિવસ દરમિયાન ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. રેપાપોર્ટ ઇન્ડિયાના એમડી શ્રીમતી સાથી નાયરે રેપનેટ હીરા અને જ્વેલરીના બાયર્સને કેવી રીતે મદદરૂપ બની શકે તે અંગે પોતાના વિચારો શેર કર્યા હતા.
પ્રશ્ન : રેપનેટ એ વિશ્વનું સૌથી મોટું અને ખૂબ જ જાણીતું બીટુબી ઓનલાઈન ડાયમંડ ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. રેપનેટ ઈન્ડિયા એપનું ઈન્ડિયા-એક્સક્લુઝિવ વર્ઝન લોન્ચ કરવા પાછળનો હેતુ શું?
ઉત્તર : ભારતનું ડોમેસ્ટીક માર્કેટ ખૂબ જ મહત્ત્વનું છે. ભારતમાં લોકલ માર્કેટ ખૂબ જ ગતિથી વિકાસ કરી રહ્યું છે. ભારતીય ગ્રાહકો કુદરતી હીરાની વધુ ને વધુ ડિમાન્ડ કરી રહ્યાં છે. અમે રેપનેટમાં ઉપલબ્ધ તમામ લાભો સાથે ભારતીય લોકલ માર્કેટને વધુ સપોર્ટ કરવા માંગીએ છે.
પ્રશ્ન : રેપનેટ ઇન્ડિયા એપ ભારતીય હીરા ઉદ્યોગને રેપનેટ કરતા અલગ કેવી રીતે ફાયદો કરાવશે
ઉત્તર : રેપનેટ ઇન્ડિયા માત્ર ભારતમાં ડાયમંડ સપ્લાયર્સ માટે બનાવાયું છે. તે ખરેખર ભારતીય હીરા ઉદ્યોગકારો માટે એક્સક્લુસિવ બનાવવામાં આવી છે. આ એપ્લીકેશનમાં કિંમતો ભારતીય ચલણ રૂપિયામાં લખવામાં આવી છે. ટૂંક સમયમાં એપ્લીકેશનમાં અમે હિન્દી ભાષા પણ ઉમેરવા જઈ રહ્યાં છે.
પ્રશ્ન : તમને શું લાગે છે કે રેપનેટ ઇન્ડિયાની ભારતીય હીરા બજાર પર શું અસર થશે?
ઉત્તર : આ રેપનેટ ઇન્ડિયા એપ્લીકેશનની મદદથી ઉદ્યોગકારો લોકલ માર્કેટમાં નવા સપ્લાયર્સ શોધી શકશે. કિંમતનોની તુલના કરી શકશે. પારદર્શિતાથી હીરો કયા સપ્લાયર પાસેથી આવ્યો છે તે જાણી શકશે અને તે સાથે જ રેપનેટ પ્લેટફોર્મ દ્વારા સપ્લાયર્સ સાથે સંપર્ક કરી વાતચીત કરી શકશે. તે જ્વેલર્સની હીરા ખરીદવાની અને સોર્સ કરવાની રીતને ધરમૂળથી બદલી નાંખશે.
પ્રશ્ન : અમે જાણીએ છીએ કે રૅપનેટ જ્વેલર્સ માટે પણ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. રેપનેટ ઇન્ડિયા જ્વેલર્સને કેવી રીતે લાભ આપી શકે છે? (આનો જવાબ અન્ય પ્રશ્નોમાં આપવામાં આવ્યો છે)
ઉત્તર : ડાયમંડની જેમ ભારતીય ઝવેરાતનું બજાર પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે. તહેવારોની મોસમ આવી રહી છે. અમે જ્વેલરી ખરીદનારા ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય તેવી આશા રાખી રહ્યાં છીએ. રેપનેટ ઇન્ડિયા બાયર્સ માટે તેમની ઓફિસમાં આરામથી દેશમાં અનન્ય જ્વેલરી પીસ શોધવાની પ્રક્રિયા સરળ બનાવીશું.
પ્રશ્ન : ભવિષ્યમાં રેપાપોર્ટ હીરા ઉદ્યોગને કેવી રીતે મદદ કરશે?
ઉત્તર : રેપાપોર્ટ હંમેશા નૈતિક, પારદર્શક સ્પર્ધાત્મક બજારો અને ઉત્પાદનો સાથે ડાયમંડ એન્ડ જ્વેલરી માર્કેટને ટેકો આપતું રહ્યું છે અને ભવિષ્યમાં પણ આપતું રહેશે. અમે તમામ પ્લેયર્સ માટે લેવલ પ્લેઈંગ ફિલ્ડમાં વિશ્વાસ ધરાવીએ છીએ. ઝડપથી બદલાતી દુનિયામાં લોકલ માર્કેટને ખીલવામાં મદદ કરવા માટે રેપાપોર્ટ નવા નવા સોલ્યુશન્સ લાવતું રહેશે.
પ્રશ્ન : ભારતીય હીરા અને જ્વેલરી સમુદાય માટે તમારો શું સંદેશ છે?
ઉત્તર : ભારતમાં જ્વેલરીની પરંપરા ખૂબ ઊંડી છે. અહીં સદીઓથી કિંમતી રત્નોના ઘરેણાં પહેરવામાં આવતા રહ્યાં છે. માત્ર નિકાસ માટે સ્થાનિક સ્તરે ઉત્પાદન કરવાનો વિચાર હવે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને વધુમાં વધુ ઉત્પાદકો ભારતીય ગ્રાહકો માટે હવે ઉત્પાદનો બનાવવા લાગ્યા છે. ઉત્પાદકો સ્થાનિક ગ્રાહકોમાં ખરીદી શક્તિનો અનુભવ કરવા લાગ્યા છે. ભારત પહેલાથી જ વર્લ્ડ પ્લેટફોર્મ પર ઘણા ક્ષેત્રોમાં મુખ્ય ખેલાડી તરીકે આગળ વધી રહ્યું છે. ભારતનો પ્રભાવ વિશ્વભરમાં વધી રહ્યો છે. તેથી ડાયમંડ અને જ્વેલરી માર્કેટમાં પણ ભારતનું લોકલ માર્કેટ તેજીમાં છે અને વધુ પ્રભુત્વ સાથે મજબૂત બનશે તેમ અમારું માનવું છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM