અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા હીરા ઉદ્યોગ માટે નવી ક્રાંતિ : VNSGU પ્રમાણપત્ર સાથે પોલિશ્ડ ડાયમંડ એસોર્ટમેન્ટ કોર્સ શરૂ થશે

VNSGU દ્વારા પ્રથમવાર નવયુગ કોમર્સ કોલેજને 'ડિપ્લોમા કોર્સ ઈન પોલિશ્ડ ડાયમંડ એસોર્ટમેન્ટ' કોર્સની માન્યતા આપવામાં આપવામાં આવી છે.

New Revolution for Diamond Industry by Arihant Diamond Institute-2
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ ખુશીના સમાચાર છે! હવે ડાયમંડ ઉદ્યોગમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નવિનતાનો પ્રતાપ ધરાવતું, અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ હવે તેના “પોલિશ્ડ ડાયમંડ એસોર્ટમેન્ટ કોર્સ” માટે VNSGU (વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી)નું પ્રમાણપત્ર પ્રદાન કરી રહ્યું છે.

સુરતના હીરા ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે વધુ એક મહત્વપૂર્ણ ઉપક્રમ શરૂ કર્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમવાર નવયુગ કોમર્સ કોલેજને ‘ડિપ્લોમા કોર્સ ઈન પોલિશ્ડ ડાયમંડ એસોર્ટમેન્ટ’ કોર્સની માન્યતા આપવામાં આપવામાં આવી છે.

આ માટે નવયુગ કોમર્સ કોલેજે સુરતની અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ સાથે એમઓયુ કર્યા છે. સુરત વિશ્વમાં ડાયમંડ સિટી તરીકે વિખ્યાત છે. ડાયમંડ સિટી સુરતનો એક મોટો વર્ગ હીરાના વ્યવસાય સાથે જોડાયેલો છે.

આજના સમયની માંગ અને વિવિધ ઉદ્યોગની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ ઉદ્યોગને લગતા નવા નવા કોર્સ તૈયાર કરવા અને આજની યુવા પેઢીને પ્રશિક્ષણ આપવું એ માટે નવી શિક્ષણનીતિમાં ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે.

New Revolution for Diamond Industry by Arihant Diamond Institute-1

હીરા ઉદ્યોગને શું લાભ થશે?

હીરા ઉદ્યોગ વૈશ્વિક સ્તરે સતત વિકસી રહ્યો છે, અને ઉચ્ચ ગુણવત્તાવાળી, માન્ય તાલીમ પ્રદાન કરનારા કોર્સોની માંગમાં વધારો થયો છે. હીરા ઉદ્યોગ માટે ક્વોલિફાઈડ અને સચોટ રીતે તાલીમ પામેલા નિષ્ણાતોની વધતી જતી માંગને પહોંચી વળવા, અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ છે.

VNSGU પ્રમાણપત્ર સાથે ટ્રેન્ડ વિદ્યાર્થીઓ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ મજબૂતી પ્રદાન કરશે. અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા VNSGU પ્રમાણપત્ર સાથે જોડાયેલા આ કોર્સના શરૂ થવાથી અનેક ફાયદા મળશે :

ગુણવત્તાયુક્ત માન્યતા

VNSGUનું પ્રમાણપત્ર એ માત્ર એક પ્રમાણપત્ર નથી, પણ વૈશ્વિક હીરા ઉદ્યોગમાં એક સમર્થન છે. તે દર્શાવે છે કે વિદ્યાાર્થીઓને વિશ્વસ્તરીય ધોરણની તાલીમ આપવામાં આવી છે, જે તેમને આંતરરાષ્ટ્રીય બજારમાં વધારે પ્રતિષ્ઠા આપે છે.

ઉદ્યોગને કટોકટીના સમયમાં સમર્થન

હીરા ઉદ્યોગ માટે ક્વોલિફાઈડ, સ્કિલ્ડ અને સચોટ તાલીમ મેળવેલા પ્રોફેશનલ્સની જરૂરિયાત રહે છે. VNSGU પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ એ યોગ્ય તકનીકી જ્ઞાન ધરાવતા અને માર્કેટની જરૂરિયાતોને અનુરૂપ હોવાના કારણે, ઉદ્યોગમાં કટિંગ, પોલિશિંગ અને એસોર્ટમેન્ટ જેવી વિવિધ પ્રક્રિયામાં યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.

મહાનગરીય ઉદ્યોગ અને શિક્ષણનો સમન્વય

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ અને નવયુગ કોલેજ વચ્ચેના સહયોગથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય શિક્ષણ અને તાલીમ મળી શકે છે, જે તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે છે. આ જ રીતે, સ્થાનિક ઉદ્યોગને પ્રતિભાશાળી સ્ટાફ અને પ્રોફેશનલ્સનું મજબૂત આધાર મળી રહે છે.

સ્થાનિક અને વૈશ્વિક બજારનો સંગમ

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ હંમેશા સુરતના હીરા ઉદ્યોગ સાથે સમન્વયમાં રહ્યો છે. VNSGU પ્રમાણપત્ર સાથેના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કારકિર્દી માટે એક મજબૂત આધાર મેળવી શકે છે, જે માત્ર સ્થાનિક બજાર પૂરતું સીમિત નથી, પણ વૈશ્વિક વેપારના દરવાજા પણ ખોલે છે.

અનોખી પહેલ

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા “પોલિશ્ડ ડાયમંડ એસોર્ટમેન્ટ” ક્ષેત્રમાં VNSGU પ્રમાણપત્ર સાથે તાલીમ પૂરી પાડવાનો ઉપક્રમ, હીરા ઉદ્યોગ માટે કટોકટીના સમયમાં નવો માર્ગ નિર્દેશ કરશે. આ પ્રોગ્રામના આધારે, વિદ્યાર્થીઓને નવી તકો મળી રહેશે અને હીરા ઉદ્યોગના પ્રફેશનલ સ્ટાન્ડર્ડને વધુ ઊંચા લેવલ સુધી લઇ જવામાં મદદરૂપ બનશે.

વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન તક

આ કોર્સ અને VNSGUનું પ્રમાણપત્ર મેળવવાથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત થશે, જે તેમની કારકિર્દીને નવી ઊંચાઈઓએ લઈ જશે. હીરા ઉદ્યોગમાં પ્રતિષ્ઠા ધરાવતાં આ પ્રકારના કોર્સ સાથે જોડાઈને, વિદ્યાર્થીઓને વ્યાવસાયિક જીવનમાં વિશિષ્ટ લાક્ષણિકતા પ્રાપ્ત થશે.

નવયુગ કોલેજમાં વિદ્યાર્થીને થીયરી ભણાવવામાં આવશે. જ્યારે પ્રૅક્ટિકલ અરિહંત ડાયમંડમાં કરાવવામાં આવશે. કુલ 450 કલાકનો 30 ક્રેડિટનો આ સર્ટિફિકેટ કોર્સ રહેશે. જે ત્રણ મહિનાનો રહેશે.

આ માટે ખાસ ફૅકલ્ટી રહેશે. બાદમાં વિદ્યાર્થીની પરીક્ષા લેવામાં આવશે. અને પાસ થનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ ભારત જ નહીં વિદેશમાં પણ માન્ય ગણાશે.

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટે હંમેશા ડાયમંડ ઉદ્યોગમાં નવીન અભ્યાસક્રમો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા બતાવી છે. VNSGUના પ્રમાણપત્ર સાથે આ કોર્સ પૂર્ણ કરવાથી, વિદ્યાર્થીઓને તેમના પ્રોફેશનલ જીવનમાં વધુ સારી તકો પ્રાપ્ત થશે.

અરિહંત ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ હંમેશા ડાયમંડ ઉદ્યોગના વ્યાવસાયિક તાલીમ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે. VNSGU પ્રમાણપત્ર સાથે તાલીમ મેળવવાથી, વિદ્યાર્થીઓના અભ્યાસક્રમને માત્ર શિક્ષણ પૂરતું નહીં પણ વિશિષ્ટ ઓળખ અને ઉચ્ચ ગુણવત્તા પ્રાપ્ત થશે.

અભ્યાસક્રમની વિગત અને નોંધણી માટે, ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ અથવા ઓફિસમાં સંપર્ક કરો.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS