ન્યુયોર્કના જ્વેલરી સ્ટોરમાં કુદરતી હીરાની આડમાં લેબગ્રોન ડાયમંડ આપી ગ્રાહકોને છેતરવામાં આવ્યા

મિત્રો અને ગ્રાહકોની જ્વેલરીમાંથી કુદરતી હીરા કાઢી લઈ તે સસ્તાં લેબગ્રોન હીરા ફીટ કરતી હતી, માર્ચમાં સ્ટોર મેનેજર બી ને સજા સંભળાવવામાં આવશે

New York jewellery store defrauded customers by giving Lab grown diamonds disguised as natural diamonds
ફોટો : લૌરા બી (સૌજન્ય : સફોક કાઉન્ટી પોલીસ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

ન્યુયોર્કમાં એક જ્વેલરી સ્ટોરના મેનેજરે કબૂલાત કરી છે કે તેમના સ્ટોરમાં કુદરતી હીરાની આડમાં લેબગ્રોન ડાયમંડ વેચવામાં આવ્યા છે. ગ્રાહકોને છેતરી 137,000 ડોલરથી વધુના દાગીનાની ચોરી કરવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 59 વર્ષીય લૌરા બીએ કબૂલાત કરી કે જ્યારે તેના એક મિત્રની એંગેજમેન્ટની રિંગમાં જડેલા 15,000 ડોલરના કુદરતી હીરાને તેણે લેબના 2000 ડોલરના હીરાથી બદલી નાંખ્યો હતો. આ રિંગ રિપેરિંગ માટે આવી ત્યારે તેણીએ આ ગેરરીતિ આચરી હતી.

સફોક કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એટર્ની રેમન્ડ એ. ટિર્નીના જણાવ્યા અનુસાર, લોંગ આઇલેન્ડના હંટિંગ્ટન વિલેજમાં એવર લવ જ્વેલરીમાં કામ કરતી વખતે તેણીએ થર્ડ ડિગ્રીમાં મોટી ચોરી અંગે કબૂલાત કરી હતી.

લગભગ ત્રણ વર્ષથી આ ગેરરીતિ ચાલી રહી હતી. તેના મિત્રો અને શંકાસ્પદ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવા માટે જ્વેલરી સ્ટોરના મેનેજર તરીકેની તેણીના હોદ્દાનો તેણીએ દુરુપયોગ કર્યો હતો.

ટિયરનીએ એક પ્રેસ રિલિઝમાં જણાવ્યું હતું કે, અંગત લાભ માટે સ્ટોર મેનેજરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો અને મારી ઓફિસ તેમના ગ્રાહકો પાસેથી ચોરી કરનારા વ્યાવસાયિકો સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે.

પોલીસ પૂછપરછમાં બીએ સ્વીકાર્યું કે સપ્ટેમ્બર 2019 અને જૂન 2022 વચ્ચે મિત્રોએ તેણીને $31,000ની કિંમતની જ્વેલરી વસ્તુઓ વેચવા માટે આપી હતી. વેચાણની આવક માટે અસંખ્ય માંગણીઓ છતાં તેણીએ આ વસ્તુઓ રાખી હતી. ઑક્ટોબર 2020 અને ઑગસ્ટ 2022ની વચ્ચે, તેણીએ એવા ગ્રાહકોને વિવિધ હીરાની સગાઈની વીંટી વેંચી જેઓ માનતા હતા કે તેઓ કુદરતી હીરાની વીંટી ખરીદી રહ્યા છે.

એક પીડિતાએ કહ્યું, તેણે મારી સગાઈની વીંટી લીધી. તે તેને ફરીથી સેટ કરી રહી હતી. તેણે પથ્થરને બહાર કાઢ્યો અને મને લેબ ડાયમંડ પાછો આપ્યો. બીને માર્ચમાં સજા સંભળાવવામાં આવશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS