ન્યુફિલ્ડ રિસોર્સીસે સિએરા લિયોનમાં પોતાની ટોંગો ડાયમંડ માઈનમાં ઉત્પાદન શરૂ કરવા માટે ચાલુ વર્ષમાં 50 મિલિયન ડોલરનું ફંડ અનામત રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાના ખાણિયાનું કહેવું છે કે આ ખાણમાં હજુ આઠ વર્ષ સુધી રફ મેળવી શકાય તેટલી ક્ષમતા છે અને પાંચ વર્ષમાં લગભગ 260,000 કેરેટથી વધુ ડાયમંડનું ઉત્પાદન મેળવવાની અમારી ધારણા છે.
ન્યુફિલ્ડે એક રિપોર્ટમાં કહ્યું કે, તેમની પેટા કંપની સિએરા ડાયમંડ્સ લિમિટેડ એક શરતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જ્યારે આફ્રિકાના ફાઇનાન્સ કોર્પોરેશન સાથે બિનશરતી જોડાણ કરાયું છે. ન્યુફિલ્ડના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર કાર્લ સિમ્થસને જણાવ્યું કે પોતાના ફંડની મદદથી ન્યુફીલ્ડે ટોંગો ખાણનો વિકાસ કર્યો છે અને તેનામાંથી રફનું ઉત્પાદન મેળવ્યું છે.
અમે માનીએ છીએ કે યોગ્ય ધિરાણની ભાગીદારી ટોંગો ખાણને પૂર્ણ-સ્કેલ ઉત્પાદન તરફ આગળ વધવામાં સક્ષમ બનાવશે અને સ્થાનિક સમુદાયો, સિએરા લિયોન સરકાર અને ન્યૂફિલ્ડના શેરધારકો સહિત તમામ હિસ્સેદારો માટે ઘણા સકારાત્મક લાભો ઊભા કરાશે.
તેઓ વધુમાં કહે છે કે ખાણ ઉત્પાદનનો 80 ટકા ભાગના સ્ટોન ઉચ્ચ ગુણવત્તાના છે, જેની વૈશ્વિક સરેરાશ માત્ર 20 ટકા છે. બે અડીને આવેલા માઈનીંગ લાઈસન્સ 134 ચોરસ કિમીથી વધુ વિસ્તારને આવરી લે છે અને જેમાં 11 જાણીતા કિમ્બરલાઇટ આવેલા છે. તેમાંથી પાંચ કિમ્બરલાઈટ્સ વર્તમાન JORC માં 8.3 મિલિયન કેરેટ ડાયમંડ રિસોર્સ અંદાજમાં સામેલ કરવામાં આવી છે.
ટોંગોમાંથી 5,200 કેરેટના પ્રથમ હીરાના વેચાણે ગયા મે મહિનામાં કેરેટ દીઠ 262 ડોલરની સરેરાશ વેચાણ કિંમત હાંસલ કરી હતી. આ મહિનાના અંતમાં 7,000 કેરેટથી વધુ હીરાનું બીજું વેચાણ થશે. ન્યૂફિલ્ડે માર્ચ 2018માં ટોંગોનો કબજો લીધો હતો જ્યારે તેણે લંડન સ્થિત સ્ટેલર ડાયમંડ્સ $23.6mમાં હસ્તગત કરી હતી. તે પહેલાં આ ખાણની માલિકી ઇઝરાયેલી બેની સ્ટેઇનમેટ્ઝ પાસે હતી, કોઇડુ હોલ્ડિંગ્સ દ્વારા, જેમાં તેણે નિયંત્રિત હિસ્સો રાખ્યો હતો.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM