DIAMOND CITY NEWS, SURAT
લુકાપા ડાયમંડ કંપનીએ વચગાળાના વડા તરીકે બે મહિનાના કાર્યકાળ બાદ નિક સેલ્બીને તેના કાયમી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.
લુકાપાએ તાજેતરમા જણાવ્યું હતું કે, સેલ્બી પ્રથમ વખત 2014માં ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે માઇનીંગ કંપનીમાં જોડાયા હતા અને ત્રણ વર્ષ પછી તેમને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી હતી.
તેમણે ડી બીયર્સ સાથે કામ કરીને ઉદ્યોગમાં તેની કારકિર્દીની શરૂઆત કરી અને વિવિધ ટેકનિકલ ભૂમિકાઓમાં 19 વર્ષ વિતાવ્યા. 2005માં, તેઓ જેમ ડાયમંડ્સમાં જોડાયા, જ્યાં તેમણે ઘણા દેશોમાં ડાયમંડ પ્રોજેક્ટ્સ સ્થાપ્યા હતા.
લુકાપાએ સૌપ્રથમ જુલાઈમાં સેલ્બીની વચગાળાના CEO તરીકે જાહેરાત કરી હતી, જ્યારે લાંબા સમયથી મેનેજિંગ ડિરેક્ટર સ્ટીફન વેથરૉલે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. તે સમયે, કંપનીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ કાયમી મેનેજિંગ ડિરેકટરની શોધ કરશે ત્યા સુધી સેલ્બી આ ભૂમિકા જાળવી રાખશે. પરંતુ આખરે નિક સેલ્બીને જ કાયમી ડિરેક્ટર તરીકે રાખવાનું કંપનીએ નક્કી કર્યું છે અને હવે તેમની કાયમી CEO અને MD તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
નિક સેલ્બીએ કહ્યું હતું કે, “તેઓ CEO અને MDની ભૂમિકા નિભાવવામાં આનંદ અનુભવે છે કારણ કે લુકાપાના માઇનિંગ ઓપરેશન્સથી ઉત્પાદન અને ઓપરેશનલ ક્ષમતામાં વધારો વધારો કરે છે, જેમ કે કંપની લુલો ખાણમાંથી પ્રાપ્ત કરવામાં આવેલા અસાધારણ ઉચ્ચ-ગુણવત્તાવાળા હીરાના પ્રાથમિક સ્ત્રોતની શોધમાં આગળ વધે છે.”
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM