Nissim Zuaretz became new president of Israel Diamond Exchange
ફોટો સૌજન્ય : નિસિમ ઝુઆરેટ્ઝ
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

ઇઝરાયેલ ડાયમંડ એક્સચેન્જ (IDE) ના નવા પ્રમુખ નિસિમ ઝુઆરેટ્ઝ બન્યા છે. તેઓ આ પદ માટે બિનહરીફ ચૂંટણી જીત્યા છે.

લાર્જ-સ્ટોન સ્પેશિયાલિસ્ટ ડીએન ડાયમંડ્સના ફાઉન્ડર અને સીઇઓ ઝુઆરેટ્ઝ ત્રણ વર્ષની મુદત માટે પ્રમુખ બન્યા છે. અગાઉના IDE પ્રમુખ બોઝ મોલ્ડાવસ્કીએ રેસમાંથી ખસી જતા  ઝુઆરેટ્ઝને એકમાત્ર ઉમેદવાર બચ્યા હતા. તેથી તેઓને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.

બુર્સના હિબ્રુ ફેસબુક પેજ પરની પોસ્ટ અનુસાર IDE એ સામાન્ય સભામાં તેના 11માં પ્રમુખ તરીકે ઝુઆરેટ્ઝનું નામ જાહેર કર્યું હતું. અન્ય મેનેજમેન્ટ હોદ્દાઓ માટે બાદમાં ચૂંટણી યોજાઈ હતી.

બુર્સને ફ્રી ઝોન માટેની યોજનાઓને આગળ વધારવાનો છે નવા પ્રમુખનો ઉદ્દેશ છે. તેમણે કહ્યું કે, જે વિદેશી કંપનીઓને નફા પર કર ચૂકવ્યા વિના સ્થાનિક વ્યવસાયો સાથે વ્યવહાર કરવા સક્ષમ બનાવશે. આનાથી ઇઝરાયેલીઓ માટે નોકરીઓ અને ટ્રેડિંગ પ્રવૃત્તિનું સર્જન થશે અને બુર્સનું ઇન્ટરનેશનલ ટેન્ડર સેન્ટર (ITC) લગભગ ત્રણ વર્ષથી નિષ્ક્રિય હોવાથી, રફ વેચાણ માટેના સ્થાન તરીકે દેશની સ્થિતિને પુનર્જીવિત કરવામાં મદદ કરશે.

ઝુઆરેટ્ઝે વધુમાં કહ્યું કે, સમગ્ર વિશ્વમાં વ્યાપાર જેવો હતો તેવો હવે રહ્યો નથી. તેમણે ઇઝરાયેલના ક્ષેત્રને જે હાલમાં અત્યાર સુધીના સૌથી મુશ્કેલ સમયગાળામાંથી એક હોવાનું કહ્યું હતું. આ સ્થિતિમાંથી ઈઝરાયેલને બહાર કાઢવાનું લક્ષ્ય તેમણે રાખ્યું છે. બધું વધુ સારું થશે એવું આશ્વાસન ઝુઆરેટ્ઝે આપ્યું હતું.

દેશના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2024ના પ્રથમ ચાર મહિનામાં ઈઝરાયેલની પોલિશ્ડ-હીરાની નિકાસ વાર્ષિક ધોરણે 29% ઘટીને $696.8 મિલિયન થઈ છે. એકંદરે 2023 માટે, પોલિશ્ડ નિકાસ 25% ઘટીને $2.91 બિલિયન થઈ છે.

ઝુઆરેટ્ઝ ઇઝરાયલ ડાયમંડ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISDMA) ના પ્રમુખ રહેશે, જ્યાં તેઓ હાલમાં બીજી ત્રણ વર્ષની મુદતની સેવા આપી રહ્યા છે. ભૂતકાળમાં, તેઓ IDE ના ખજાનચી અને તેની સુરક્ષા સમિતિના અધ્યક્ષ પણ હતા.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DR SAKHIYAS