190 નહીં 350 ડાયમંડ કંપનીઓ લાભપાંચમથી સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ કરશે

ખોટી અફવાઓથી દૂર રહેવા સુરત ડાયમંડ બુર્સની કમિટી દ્વારા વેપારીઓને અપીલ: સુરત ડાયમંડ બુર્સ નિર્ધારિત સમયે ધમધમતું થશે

Not 190 but 350 diamond companies to start trading in Surat Diamond Bourse from Labh Pancham
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

નજીકના ભવિષ્યમાં સુરત સાચા અર્થમાં ડાયમંડનું વૈશ્વિક હબ બની જાય તેવા શુભ સંકેતો સાંપડી રહ્યાં છે. શહેરના છેવાડે ખજોદ ખાતે આવેલા ડ્રીમ સિટીમાં વિશાળ અને ભવ્ય સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરથી સુરત અને મુંબઈની વધુ 160 ડાયમંડ કંપનીઓએ વેપાર શરૂ કરવાની સહમતી આપી છે. આ અગાઉ 190 કંપનીઓએ તૈયારી દર્શાવી હતી. આમ, 21 નવેમ્બરથી સુરત ડાયમંડ બુર્સમાં કુલ 350 કંપનીઓ ઓફિસ શરૂ કરશે.

સુરતના ખજોદ ડ્રીમ સિટીનાં એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા સુરત ડાયમંડ બુર્સમાં 21 નવેમ્બર 2023 થી સુરત અને મુંબઈની વધુ 160 ડાયમંડ કંપનીઓ ટ્રેડિંગ શરૂ કરવા સહમતી આપી છે. જેની ઓફિશિયલ જાહેરાત તા. 14 જુલાઈના રોજ સુરત ડાયમંડ બુર્સની કમિટી દ્વારા કરવામાં આવી હતી. આ અગાઉ 190 ડાયમંડ કંપનીઓ ઓફિસ શરૂ કરવાની જાહેરાત જૂન મહિનામાં કમિટીએ કરી હતી. આ સાથે કુલ 350 કંપનીઓએ 21 નવેમ્બરથી હીરાનો વેપાર શરૂ કરવાની તૈયારીઓ કરી છે.

સુરત ડાયમંડ બુર્સ કમિટીના અગ્રણી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, વધુ 160 કંપનીઓએ વેપાર શરૂ કરવા લેખિત સહમતી આપી છે. તેથી કુલ 350 કંપનીઓ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે. ત્રણ દિવસમાં અન્ય બીજી કંપનીઓએ પણ સહમતી પત્રો મોકલવા જણાવ્યું છે, એ જોતાં ત્રણ દિવસ પછી ત્રીજી યાદી જાહેર કરીશું.

અગાઉ બુર્સ કમિટીના પ્રવક્તા પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ આગામી દશેરાના દિવસે ડાયમંડ બુર્સમાં આવેલી ડાયમંડ કંપનીઓ પોતાની ઓફિસમાં કુંભ ઘડો મુકશે અને 21 નવેમ્બરથી વેપાર શરૂ કરશે એવી જાહેરાત કરી ચૂક્યા છે. ચર્ચા એવી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 નવેમ્બરે ડાયમંડ બુર્સ ઉપરાંત એરપોર્ટ, સુરત રેલવે સ્ટેશન ઉપરાંત અન્ય લોજીસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનાં પ્રોજેક્ટસના પણ લોકાર્પણ કરે એવી શક્યતા છે. સુરત ડ્રિમ સિટીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુરત ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે. અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાના આરે છે. સુરત ડાયમંડ બુર્સમાં 4600 ઓફિસ રૂપિયા 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી SDBમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે. અત્યારે 350 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

નોંધનીય છે કે, 21 નવેમ્બરથી માત્ર હીરાના વેપારીઓની ઓફિસોની સાથે, સેફ ડિપોઝીટ વોલ્ટ, કસ્ટમ ઝોન, બેન્ક, અને રેસ્ટોરન્ટની સુવિધાઓ પણ શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરીએ અહીં માસ્ટર શેફ રેસ્ટોરન્ટ શરૂ કરવાની તૈયારી દાખવી છે. અમૂલ પણ અહીં આઉટલેટ શરૂ કરે એવી શક્યતા છે.

આ ઉપરાંત ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનાં ચૅરમૅન અને સુરત ડાયમંડ બુર્સ કમિટી મેમ્બર દિનેશ નાવડિયાએ ડાયમંડ બુર્સના સભાસદોને અપીલ કરી હતી કે, ‘ડાયમંડ બુર્સ વિશેની ખોટી અફવાઓથી દૂર રહેવું, મોટી સંખ્યામાં હીરા વેપારીઓએ 21 નવેમ્બરના રોજ ઓફિસ શરૂ કરવા માટેની સહમતી આપી દીધી છે. આ સહમતી દર્શાવે છે કે, સુરત હીરા બુર્સ સમયસર શરૂ થશે.’ ડાયમંડ બુર્સ માટે કસ્ટમ ક્લિયરન્સની મંજૂરી ટૂંક સમયમાં આવી જશે. કસ્ટમની ઇન્સ્પેક્શનની તમામ પ્રક્રિયાઓ પુરી થઈ ગઈ છે.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS