પેરિસના ‘High Jewellery Days’માં એક એકથી ચડિયાતી હીરાજડિત રીંગ્સ આકર્ષણનું કેન્દ્ર બની

જર્નીઝ ડી લા હોટ જોવેલરી દરમિયાન જેમફિલ્ડ્સમાંથી નીલમણિ અને માણેક દર્શાવતી વીંટીઓના સ્પોર્ટિવ નવા કલેકશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

One-of-a-kind diamond rings became the centre of attraction at the High Jewellery Days in Paris-1
જેમફિલ્ડ્સની ખાણોમાંથી નીલમણિ અને માણેક સાથે સેટ કરેલી સ્ટેટમેન્ટ રિંગ્સ.
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જેમફિલ્ડ્સના હાઈ-એન્ડ જ્વેલરી ભાગીદારોએ તાજેતરમાં પેરિસમાં કોચર વીક ખાતે પ્રખ્યાત ઇવેન્ટ જર્નીઝ ડી લા હોટ જોઇલરી (માં માઇનિંગ કંપની તરફથી મોઝામ્બિકન રુબીઝ અને ઝામ્બિયન નીલમણિ સાથે ડિઝાઈન કરાયેલ અદભૂત રિંગ્સની શ્રેણીનું અનાવરણ કર્યું હતું. આ મંત્રમુગ્ધ રિંગ્સે જેમફિલ્ડ્સના રત્નોની ઉત્કૃષ્ટ સુંદરતા દર્શાવી હતી, જે હાજર લોકો પર કાયમી છાપ છોડી છે.

જર્નીઝ ડી લા હોટ જોવેલરી દરમિયાન જેમફિલ્ડ્સમાંથી નીલમણિ અને માણેક દર્શાવતી વીંટીઓના સ્પોર્ટિવ નવા કલેકશનનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જર્નીઝ ડી લા હોટ જોવેલરી ફ્રેન્ચ શબ્દ છે જેને અંગ્રેજીમાં હાઈ જ્વલેરી ડે કહેવામાં આવે છે.

જેમફિલ્ડ્સ, વિશ્વની અગ્રણી ખાણ અને કલર જેમ્સની માર્કેટિંગ કરનાર, હાઇ- એન્ડજ્વેલરી ડિઝાઈનર્સ સાથે ભાગીદારી કરી છે જેઓ ઉદ્યોગમાં પારદર્શિતા, કાયદેસરતા અને અખંડિતતા માટે સમાન રીતે પ્રતિબદ્ધ છે, અને જેઓ કલર જેમ સ્ટોનના શો-સ્ટોપિંગ આકર્ષણને જીવંત બનાવવા માટે ઓળખાય છે.

3 થી 5 જુલાઈ દરમિયાન યોજાયેલ, જેમફિલ્ડ્સની કેજેમ અને મોન્ટેપ્યુઝ ખાણોમાંથી ઝામ્બિયન નીલમણિ અને મોઝામ્બિકન રૂબીની અદભૂત રચનાઓ પેરિસમાં ડેબ્યૂ થઇ.

આ વર્ષે ફોકસ રિંગ્સ પર હતું. બીના ગોએન્કાના ફ્લોરલ સ્પાર્કલર્સથી લઈને ફહમિદા લખાનીની યીન અને યાંગની ચાઈનીઝ કોન્સેપ્ટ પર આધારિત રમણીય ડિઝાઈન અને AYA અને Margery Hirschi જેવા રુબી- ફોક્સડ પીસીસઆ બધું પેરિસમાંપહેલીવાર જોવા મળ્યું.

ફહમિદા લખાનીની વીંટી ઝામ્બિયામાં જેમફિલ્ડ્સની કેજામ નીલમણિ ખાણમાંથી પિઅર-આકારના નીલમણિ ધરાવે છે, જે કાળા અને સફેદ રંગના વિરોધાભાસી રંગમાં હીરાથી ઘેરાયેલા છે: ફહમિદા લખાણીએ કહ્યુ કે, આપણા આધુનિક જીવનમાં યીન અને યાંગના વિરોધી પરંતુ પૂરક દળોનું પ્રતિબિંબ, આ ભાગ, ડિઝાઇનરના તમામ કાર્યની જેમ, પ્રકૃતિની સાદગીથી પ્રેરિત હતો. લખાણી કહે છે, આપણા ગ્રહ અને વન્યજીવનનું રક્ષણ કરવું એ માત્ર બિઝનેસની પ્રાથમિકતા નથી, પણ મારા માટે વ્યક્તિગત બાબત પણ છે.

પ્રકૃતિથી પણ પ્રભાવિત થાય છે. આ કિસ્સામાં, શિયાળામાં પર્ણસમૂહ – બીના ગોએન્કાની ફૂલોની વીંટી અદભૂત અસર માટે પિઅર-આકારના ઝામ્બિયન નીલમણિ અને ફાયર ઓપલનો ઉપયોગ કરે છે. ડિઝાઇનર કહે છે, જેમફિલ્ડ્સ સાથે સહયોગથી કામ કરવામાં હંમેશા આનંદ થાય છે કારણ કે અમે સસ્ટેનેબલ અને ઇથીકલ માઇનીંગ પ્રત્યે સમાન મંતવ્યો શેર કરીએ છીએ.

નીલુફરની GFG જ્વેલરીએ નીલમણિ અને ડાયમંડનું મિશ્રણ કરીને પિક્સલેટેડ અસર ઊભી કરી, અને સમજાવ્યું,મેં જેમફિલ્ડ્સને ભાગીદાર તરીકે પસંદ કર્યા કારણ કે હું માનું છું કે પાછા આપવાની જવાબદારી આપણા બધાની છે.

હાઉસ ઓફ મેરાકીના સ્થાપક ગાર્ગી રાઠી કહે છે, એક એમરલ્ડ જ્યારે તેની કિંમત અજાણ હોય ત્યારે પણ ચમકે છે, જેમસ્ટોમની બારીક અપીલનો સારાંશ. કાજેમના ઝામ્બિયન નીલમણિ એ સ્ટ્રાઇકિંગ રિંગ માટે કુદરતી રીતે યોગ્ય હતી જે રાઠીએ જર્નીસ દે લા હોટ જોએલેરી માટે ડિઝાઇન કરી હતી, કારણ કે તે ઝામ્બિયામાં ઉછરી હતી અને તેણે એક બાળક તરીકે રસ્તાની બાજુમાં વેચાતા જોયેલા નીલમણિથી જ્વલેર બનવા પ્રેરિત થઈ હતી.

મોન્ટેપુએઝના મોઝામ્બિકન રૂબીઓએ પણ રિંગ્સની નવી શ્રેણીમાં સિતારાની ભૂમિકા ભજવી હતી, જેનું લોન્ચ જુલાઇના બર્થસ્ટોન રૂબી સાથે બિલકુલ યોગ્ય સમયે કરવામાં આવ્યું હતું.શાચી ફાઇન જ્વેલરીની ફ્લોરલ રૂબી રિંગનો ઉપયોગ ચેરી બ્લોસમ અને હમિંગબર્ડ્સ, અમૃતની મીઠાશ અને મોર સાથે રોમાંસકરવા માટે કરવામાં આવ્યો હતો.

AYA ની થ્રી સ્ટોન રૂબી રીંગ સરળ અને શક્તિશાળી હતી. સ્થાપક ચેલ્સિયા ડેવી કહે છે, અમે કંઈક એવું બનાવવા માગતા હતા જે બોલ્ડ અને પહેરવામાં સરળ હોય,”તેમણે ઉમેર્યું, નૈતિક રીતે કલરફુલ જ્વેલસ પ્રત્યે ઊંડો પ્રેમ પ્રગટાવવા માટે જેમફિલ્ડ્સને અમારી સાથે રાખવાનો અમને ગર્વ છે.

માર્જરી હિર્સીની હાથથી બનાવેલી વીંટી, જેની ડિઝાઇન આધુનિકતાવાદી કલાથી પ્રેરિત હતી, તે એક પ્રકારની અને રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવવામાં આવી છે. હિર્શે કહે છે, જેમફિલ્ડ્સ સાથેનો સહયોગ સમુદાય અને પર્યાવરણ પ્રત્યે શક્ય તેટલો જવાબદાર બનવાની અમારી પ્રતિબદ્ધતાને મૂર્ત બનાવે છે.

Fabergé x Game of Thrones કેપ્સ્યુલ કલેક્શનમાંથી Fabergé ના વ્હાઇટ ગોલ્ડ ડાયમંડ અને રૂબી ડ્રેગન સ્કેલેટન રીંગમાં મોઝામ્બિકન રૂબીનો ઉપયોગ ડ્રેગનના મોંમાથી નીકળતી આગને દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. The artist-jeweller’s head શ્રેણીમાં આ પૌરાણિક જીવોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ડિઝાઇનર કહે છે,આ વીંટી અત્યંત સાંકેતિક છે, એક શક્તિશાળી ડ્રેગન 18-કેરેટ વ્હાઇટ ગોલ્ડમાંથી હાથથી બનાવેલ અને વ્હાઇટ ડાયમંડ સાથે સેટ જે આંગળીની આસપાસ લપેટીને, રૂપકાત્મક રીતે અગ્નિનો શ્વાસ લે છે અને દર્શાવે છે કે ડ્રેગન પાછા ફરી રહ્યા છે અને જીવનથી ભરેલા.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS