થોડી જિદ ભી જરૂરી હૈ,
ઇસ મુકદ્દર કે બાઝારો મેં….
ક્યોંકિ યહાં ઈરાદો કી કિમ્મત
ઇન્સાનો સે ભી જ્યાદા હૈ…
આજ સુધીમાં જે જે લોકોએ ઈતિહાસ સર્જ્યો છે, તેની પાછળ અનેક કારણો હોઈ શકે પરંતુ તેમાનું એક કારણ તેની જિદ પણ છે અને એ સૌથી અગત્યનું કારણ છે. કારણ કે જિદ ના હોય તો સફળતા મળ્યા પહેલા જ એ રસ્તો છુટી જતો હોય છે. જિદ દ્રઢ સંકલ્પ સાથે જોડાયેલી છે. પ્રતિક્ષા સાથે જોડાયેલી છે. અસંતોષ સાથે જોડાયેલી છે. અને જે લોકો લડાયક મિજાજ ધરાવે છે, કંઈક કરી છુટવાની ભાવના છે, ગમે તેમ થાય, ગમે તેવી મહેનત કરવી પડે, ગમે તેવી મૂશ્કેલીઓનો સામનો કરવો પડે પરંતુ નિર્ધારીત સફળતા સુધી પહોચવું જ છે, એવી જિદ જ્યારે માનવીના મનમાં આકાર લે છે ત્યારે તેનું લક્ષ્ય વધુ આસાન થઈ જાય છે.
તમામ મોટા ઉદ્યોગપતિઓ આજે જે સ્થાને પહોંચ્યા છે, તેમાં ત્યાં પહોંચવામાં જિદનો જ મહત્વનો ભાગ રહ્યો છે. અનેક ઉદાહરણો છે, પરંતુ એક મોટું ઉદાહરણ રજૂ કરીએ તો ઘણુ સ્પષ્ટ થઈ જશે. દશરથ માંઝીની કહાની સૌએ સાંભળી જ હશે. તેમની પત્નિને લેબર પેઈન શરૂ થયું અને હોસ્પિટલ સુધી લઈ જવી પડે તેમ હતું. પરંતુ તે જ્યાં રહેતા ત્યાંથી હોસ્પિટલ જવું હોય તો વચ્ચે એક મોટો પર્વત હતો અને રોડ માર્ગે 55 કિલો મીટરનો રસ્તો કાપવો પડે તેમ હતો. માંઝી તેની પત્નિને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં અસફળ રહ્યો અને અધવચ્ચે જ તેમની પત્નિનું અવસાન થયું. તેને ખૂબ આઘાત લાગ્યો. તે ખૂબ જ દ્વવિત થઈ ઊઠ્યો, જાણે પોતાની દુનિયા નષ્ટ થઈ ગઈ. ત્યારે તેણે તેના મનમાં નક્કી કર્યું કે આ પર્વત મને અડચણ રૂપે થયો છે. હું આ પર્વતમાંથી રસ્તો બનાવીશ. એક છીણી અને હથોડો લઈને તેમણે આ પર્વતને તોડવાનો ખૂબ જ મૂશ્કેલીભર્યા કાર્યનો પ્રારંભ કર્યો. તેણે જિદ ના છોડી. રસ્તો બનાવવો જ છે. અને તેને આ કાર્ય પૂર્ણ કરવામાં બાવિશ વર્ષ લાગી ગયા. તેમણે એકલે હાથે 360 ફુટ લાંબો, 30 ફુટ પહોળો માર્ગ બનાવી દીધો. આ પર્વતની ઉંચાઈ 25 ફુટ હતી. એકવાર વ્યક્તિને જો જિદ ચડી જાય તો ભલભલા અઘરા કામોને પણ પાર પાડી દે છે…જે સ્વાતંત્ર્યસેનાનીઓ, જે જિદ્દી હતા તેમણે જ ભારતને આઝાદી અપાવી છે. જે સંશોધકો જિદ્દી હતા તેમણે જ દુનિયાને કેટલીયે નવી નવી વસ્તુઓ ભેંટ આપી છે. જે વિદ્યાર્થીઓ જિદ્દી હતા તેમણે જ અભ્યાસમાં ઉચ્ચ સફળતા મેળવી છે. જે ઉદ્યોગકારો જિદ્દી હતા તેમણે જ બિઝનેસમાં એક ઉલ્લેખનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે…
પરંતુ એ નોંધનીય છે કે જિદ હંમેશા પોઝિટીવ હોંવી જોઈએ. સમાજલક્ષી હોવી જોઈએ. ફાયદેમંદ હોવી જોઈએ. જો જિદ ઉલટી દિશામાં હોય તો તેના જેટલા ફાયદાઓ છે, એટલા જ નુક્શાન છે.
એક મોટું ઉદાહરણ રજુ કરીએ તો ઘણુ સ્પષ્ટ થઈ જશે.
દશરથ માંઝીની કહાની સૌએ સાંભળી જ હશે. તેમની પત્નિને લેબર પેઈન શરૂ થયું અને હોસ્પિટલ સુધી લઈ જવી પડે તેમ હતું. પરંતુ તે જ્યાં રહેતા ત્યાંથી હોસ્પિટલ જવું હોય તો વચ્ચે એક મોટો પર્વત હતો અને રોડ માર્ગે 55 કિલો મીટરનો રસ્તો કાપવો પડે તેમ હતો. માંઝી તેની પત્નિને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં અસફળ રહ્યો અને અધવચ્ચે જ તેમની પત્નિનું અવસાન થયું. તેને ખૂબ આઘાત લાગ્યો. તે ખૂબ જ દ્વવિત થઈ ઊઠ્યો, જાણે પોતાની દુનિયા નષ્ટ થઈ ગઈ. ત્યારે તેણે તેના મનમાં નક્કી કર્યું કે આ પર્વત મને અડચણ રૂપે થયો છે. હું આ પર્વતમાંથી રસ્તો બનાવીશ. એક છીણી અને હથોડો લઈને તેમણે આ પર્વતને તોડવાનો ખૂબ જ મૂશ્કેલીભર્યા કાર્યનો પ્રારંભ કર્યો. તેણે જિદ ના છોડી. રસ્તો બનાવવો જ છે. અને તેને આ કાર્ય પૂર્ણ કરવામાં બાવિશ વર્ષ લાગી ગયા.
નાનપણમાં બાળકની પ્રકૃતિ સ્વાભાવિકપણે જ દેખાઈ આવે છે. બાળક તોફાની હોય તો આપણને તે ગમતું હોતુ નથી પરંતુ બાળપણના તોફાન એ જિદ્દિપણાનો આઈનો છે. તેમના તોફાનને દિશા આપવાનું કામ તેમના મા-બાપ કે વડિલોનું છે. બાળક જિદ્દી હોય ત્યારે આપણું કહેવાનું ના માને, તેને જે જોઈએ તે વસ્તુ લાવીને આપવી જ પડે, ત્યારે આપણને એમ લાગે કે બાળક બગડી ગયું છે. પરંતુ એ તેની પ્રકૃતિ છે. કે જે ઈચ્છે તે જોઈએ જ, આ પ્રકૃત્તિને જો સારી અને સાચી દિશામાં વાળવામાં આવે ત્યારે તે સારા કાર્યોની સફળતાની જિદ્દ સુધી પહોંચે છે, જે તેમને ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. શાંત બાળક સંતોષી બને છે. પોતાની સુરક્ષા પર ધ્યાન આપીને જ કાર્ય કરે તેવી માનસિકતા ઘટિત થાય છે, જ્યારે જિદ્દી બાળક સાહસિક બને છે અને ઝનુની પણ બને છે.
પરંતુ જો જિદ નેગેટિવ દિશામાં કે નૂક્શાનકારક રસ્તે હોય તો વ્યક્તિ પાયમાલ પણ થઈ જાય છે. આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ કે ભાઈ ખોટી જિદ ના કરો ! આ ખોટી જિદ નું પરિણામ ક્યારેય સારૂ આવતું નથી. ઘણા લોકોમાં દુશ્મની નિભાવવાની જિદ હોય. ઘણા લોકોની માનસિકતામાં વેર લેવાની વૃત્તિ હોય જે જિદમાં પરિણમેં.. ઘણીવાર એવી જિદે ચડે જે કાર્ય પૂર્ણ થવું અશક્ય જ હોય ત્યારે આ જિદ વ્યક્તિના જીવનને બરબાદ કરી દે છે. પરંતુ આ જિદનુ સ્વરૂપ બદલવામાં આવે તો વ્યક્તિની જિદ્દિ પ્રકૃતિ તેને અનેક સફળતાઓ તરફ લઈ જાય છે. ઘણા વ્યસની લોકો પોતાનું વ્યસન છોડી શક્તા નથી, એટલે કે તે વ્યસનના ગુલામ હોય છે. પરંતુ જો કોઈ જિદે ચડે કે આ વ્યસન શું ચીજ છે? હું તેની ગુલામીમાંથી આઝાદ થઈને જ ઝંપીશ. પછી તે વ્યસનમૂક્ત થવાની જિદે ચડે તો તેને સફળતા મળવી મૂશ્કેલ નથી. ઝાડને ફળદ્રુપ બનાવવા માટે આપણે ખાતર નાખીએ છીએ. તેમ આપણા જીવનનાં લક્ષ્યોને સિદ્ધ કરવા માટે, આપણા સપનાઓને સાર્થક કરવા માટે આપણામાં જિદનું આરોપણ જરૂરી છે. જિદ એ રસી જેવું કામ પણ કરે છે. કાર્યસિદ્ધના માર્ગે પડીએ, આખડીએ, નિરાશ થઈએ, ત્યારે આ જિદ તેને ફરી ઉઠાડે છે, ફરી દોડાવે છે ફરી આશાનો સંચાર કરે છે.
બસ, જિદ હંમેશા સકારાત્મક હોવી જોઈએ. તો જિદ્દી માણસોની બોલબાલા થાય છે અને જો જિદ નકારાત્મક હશે તો તેનું જીવન અસ્ત વ્યસ્ત થતા વાર નહી લાગે..કારણ કે જિદ પરિણામ લાવવામાં મદદરૂપ થાય છે. અને આ પરિણામ તો તમે ક્યાં કાર્યની પૂર્તિ તરફ જાવ છો તેના પર નિર્ભર છે.
છેલ્લે, આપણા હીરાઉદ્યોગના અગ્રણી હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના શ્રી સવજીભાઈ ધોળકીયાને ભારત સરકારશ્રી તરફથી ‘પદ્મશ્રી’ એવોર્ડની ફાળવણી કરવામાં આવી છે તે બદલ સમગ્ર હીરાઉદ્યોગ ગૌરવની લાગણી અનુભવે છે. શ્રી સવજીભાઈને સમગ્ર ડાયમંડસિટી પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આ ઉપરાંત શ્રી સવજીભાઈના તમામ પરિવારજનો, જેમણે તેમની આ સફળતામાં ઓછા-વત્તે અંશે સહકાર
આપ્યો છે તે સૌનો પણ આભાર સહ અભિનંદન..