GJEPC દિલ્હી ઓફિસ દ્વારા અમૃતસરમાં નિકાસ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન

અમૃતસર જ્વેલર્સ એસોસિએશનના સહયોગથી એડિશનલ DGFT, લુધિયાણા અને ECGCની સાથે અમૃતસર ખાતે નિકાસ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.

Organized Export Outreach Program in Amritsar by GJEPC Delhi Office
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

GJEPC, રિજિયોનલ દિલ્હી ઓફિસે સંયુક્ત રીતે 18 જાન્યુઆરી 2024ના દિવસે અમૃતસર જ્વેલર્સ એસોસિએશનના સહયોગથી એડિશનલ DGFT, લુધિયાણા અને ECGCની ઓફિસ સાથે હોટેલ લોરેન્સ, અમૃતસર ખાતે નિકાસ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું.

GJEPC નોર્થના રિજિયોનલ ચૅરમૅન અશોક શેઠે જ્વેલરી એસોસિયેશનના સંદીપ વર્મા, ECGCના આસિસ્ટન્ટ મેનેજર રાકેશ કુમાર, NGJCIવા ડાયરેક્ટર રાજેશ મહેરા અને અમૃતસર બુલિયન એસોસિયેશનના મુખ્ય અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. તેમના સ્વાગત પ્રવચનમાં, તેમણે GJEPC ની સદસ્યતા મેળવવાના મહત્વ પર ભાર મૂક્યો અને તેમને મેન્યુઅલી અથવા ઈ-કોમર્સ બિઝનેસ દ્વારા જ્વેલરીની નિકાસ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

તેમણે દરેકને સમિટ માટે નોંધણી કરાવવા અને જેમ અને જ્વેલરીના વેપારીઓ, મહત્વપૂર્ણ મહાનુભાવોના વિશાળ નેટવર્કમાં જોડાવવા અને હિતધારકોને એક મંચ પર વિનંતી કરી હતી.

GJEPC નોર્થના આસિસ્ટન્ટ ડિરેક્ટર સંજીવ ભાટિયાએ પોતાનો સંબોધનમાં GJEPCની સ્થાનિક અને ઇન્ટરનેશનલ મેમ્બરશીપ, નિકાસ પરફોર્મન્સ એવોર્ડસ, ઇન્ડિયા પેવેલિયન અને ઓવરસીઝ વિશે પ્રકાશ પાડ્યો હતો.

ECGC લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર સંદીપ વર્માએ ECGC હેઠળ નિકાસકાર-મૈત્રીપૂર્ણ પોલિસી કવરની વિશેષતાઓને યોગ્ય રીતે રજૂ કરી, જે ખરીદદારની નાદારીની સ્થિતિમાં નિકાસકારોના હિતોનું રક્ષણ કરે છે. તેમણે ECGC ના વિવિધ પોલિસી કવર વિશે તેમના મહત્વ અને જરૂરિયાતો વિશે સમજાવ્યું.

NGJCI ના ડિરેક્ટર શ્રી રાકેશ કુમારને કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા, અને તેમણે સભ્યો અને બિન-સભ્યોને IGJS 2024 માટે નોંધણી કરાવવા અને સમિટમાં જોડાવા ભારપૂર્વક વિનંતી કરી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS