Padma Shri Savjibhai Dholakia planted 5000 Kashmiri apple trees on the 60th birthday
- Advertisement -Decent Technology Corporation

તા. 12 એપ્રિલના રોજ લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સવજીભાઇ ધોળકીયાના 60માં જન્મદિવસે 5000 કાશ્મીરી સફરજનના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું. આ મહાવૃક્ષા રોપન હરિક્રિષ્ણા ગૃપ આયોજીત અને ગ્રીન આર્મી ગૃપના સહયોગથી પર્યાવરણ બચાવો અને વૃક્ષો ઉછેરોનો બુલંદ સંદેશ દુધાળા નહીં, સુરત નહીં પણ પૂરા દેશમાં જનજાગૃતિ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આજના રૂડા પવિત્ર પ્રસંગે અનેક મહાનુભાવો Ex. રેન્જ ડીઆઈજી હરિકૃષ્ણભાઈ પટેલ અને ડાયરાના કલાકારો શાહબુદ્દીન રાઠોડ પણ હાજર રહ્યાં હતાં અને સુરતથી સ્પેશ્યલ લકઝરી બસ દ્વારા અમારા ગ્રીન આર્મી ગૃપના 41 સૈનિકો ઉનાળાની સખત ગરમીમાં આખો દિવસ વૃક્ષારોપણ કર્યું હતું.

- Advertisement -DR SAKHIYAS