Pakistani connection revealed in surat gold smuggling
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

દુબઈમાં હાલમાં પાકિસ્તાનીઓ દ્વારા નવો જ ધંધો શરૂ કરવામાં આવ્યો છે. તેમાં ગોલ્ડ સ્મગલિંગ કે ડાયમંડ સ્મગલિંગ કરવું હોય તો તે માટે અને ડોલર-પાઉન્ડ કે પછી અન્ય કરન્સીને એરપોર્ટના સ્કેનરમાંથી સાંગોપાંગ બહાર કરવાની ટ્રીક્સ અંદાજે બે કરોડ કે તેથી વધુમાં વેચાતી લેવી પડે છે. આ ટ્રીક્સમાં જે તે દેશમાં કયા સ્કેનર મશીન છે? આ મશીનને કેવી રીતે થાપ આપવી તે તમામ બાબતોનું ટેસ્ટિંગ આ પાકિસ્તાની માફિયાઓ કરે છે. ત્યારબાદ આ ટ્રીકસના કરોડો રૂપિયા લેવામાં આવતા હોવાની ગુપ્ત માહિતીઓ અબ્દુલ બનાતે પોલીસ સામે ઓકવા માંડી છે. તેનાથી એસઓજી પણ ચોંકી ગઇ છે.

હાલમાં જે લગેજ સ્કેનર સુરત, મુંબઈ, અમદાવાદ અને દેશમાં વપરાય છે. તે જ બ્રાન્ડના સ્કેનર કેટલાક પાકિસ્તાની માફિયાઓ બજારમાંથી ખરીદ કરી લે છે. ત્યારબાદ તેઓ પ્રૅક્ટિકલી જાતે આ મશીનમાં ગોલ્ડ, કરન્સી કે ડાયમંડ, ડ્રગ્સ નાંખીને સ્કેનરમાં આ ચીજો ન પકડાય તે માટે નવી તરકીબ શોધે છે. આ માટે અમેરિકા અને યુરોપના ટેક્નોલૉજી નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવે છે. જેથી લગેજ સ્કેનરમાં સરળતાથી એરપોર્ટ પરથી સ્મગલિંગ થઇ શકે.

અબ્દુલ બનાતે કબૂલાત કરી કે ગોલ્ડ સ્મગલિંગ માટે તેઓએ જે ટ્રીક્સ ખરીદી હતી તે મુજબ ગોલ્ડને લિક્વીડ કર્યા બાદ તે સ્કેનિંગ મશીનમાં જ નહીં આવે અને ઓફિસર ફિઝિકલી ચકાસણી કરે તો પણ તે પકડી નહીં શકાય. આ માટે તેઓએ દોઢથી બે કરોડ રૂપિયા આપ્યા હતા. આ ચોરીની ટેકનિક બેજોડ હતી. પરંતુ તેમની અંદરના જ કોઇ વ્યક્તિએ એસઓજીને બાતમી આપતા આખી પોલ ખૂલી ગઇ હતી.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube

વધુ સમાચાર વાંચો :

- Advertisement -Siddharth Hair Transplant