પેન્ડોરાના સીઈઓ WJI 2030 બોર્ડમાં જોડાયા

એલેક્ઝાન્ડર લેસિકનું સમર્થન નિ:શંકપણે સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્યોગ વ્યાપી પ્રયાસોને વધુ મજબૂત બનાવશે : વેન ડેર વેકેન

Pandora CEO joins WJI 2030 board
ફોટો : એલેક્ઝાન્ડર લેસિક. (વોચ એન્ડ જ્વેલરી ઈનિશિયેટીવ 2030)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી જ્વેલરી કંપની પેન્ડોરાના સીઈઓ એલેકઝાન્ડર લેસિક વોચ એન્ડ જ્વેલરી ઈનિશિયેટીવ 2030 (WJI 2030)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ થયા છે. ડેનિશ જ્વેલરી રિટેલરના સીઈઓને વોચીસ એન્ડ જ્વેલરી કંપનીઓ માટે ગ્લોબલ ઈએસજી ગઠબંધનમાં લાવવામાં આવ્યા છે. કારણ તેમણે પેન્ડોરા ખાતે મહત્ત્વાકાંક્ષી સસ્ટેનેબિલિટિ પ્રોગ્રામ શરૂ કર્યો હતો.

પેન્ડોરા ખાતે લેસિકના ઉદ્દેશમાં 2030 સુધીમાં કંપનીની સંપૂર્ણ મૂલ્ય ચેઈનમાં કાર્બન ઉત્સર્જનને અડધું કરવું સામેલ છે. તેમના નેતૃત્વમાં લિંગ સમાનતા સુધી પહોંચવાનું કંપનીએ લક્ષ્ય બનાવ્યું છે. જ્વેલરી બનાવવા માટે લેસિકની વિશિષ્ટ રીતે રિસાયકલ ચાંદી અને સોનાના સોર્સિંગથી ઈન્ડસ્ટ્રી ઈન્સપાયર થઈ છે.

WJI ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આઈરિસ વેન ડેર વેકેને જણાવ્યું હતું કે, WJI એક ગઠબંધન છે, જે મલ્ટી સ્ટેક હોલ્ડરના સહકારથી કાર્યરત છે. તે માપી શકાય તેવી ક્રિયાઓ અને ભાગીદારી દ્વારા સ્થિરતાના પ્રશ્નને સંબોધવામાં આ ક્ષેત્રના સમર્થન માટે રચાયું છે. એલેક્ઝાન્ડર લેસિકનો બહોળો અનુભવ અને રિસ્પોન્સિબલ પ્રોફેશનલ સિસ્ટમ પ્રત્યેની પ્રતિબદ્ધતા આ ઉદ્દેશમાં મોટો ફાળો આપસે. તેમનું સમર્થન નિ:શંકપણે સકારાત્મક પરિવર્તન લાવવાના ઉદ્યોગ વ્યાપી પ્રયાસોને વધુ મજબૂત બનાવશે એવું અમારું માનવું છે.

લક્ઝરી ગ્રુપ કેરિંગ અને લક્ઝરી બ્રાન્ડ કાર્ટિયરે વધુ સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રી બનાવવાના પ્રયાસરૂપે 2021માં WJI 2030 ની સ્થાપના કરી હતી. યુક્રેન પર દેશના આક્રમણને પગલે રશિયન ખાણિયાઓ અલરોસાના સભ્યપદ અંગેના મતભદ વચ્ચે પેન્ડોરાએ 2022ની શરૂઆતમાં ઉદ્યોગ વ્યાપી સ્ટાન્ડર્ડ અને સસ્ટેનેબિલિય પર ધ્યાન કેન્દ્રીત કરતું અન્ય જૂથ રિસ્પોન્સિબલ જ્વેલરી કાઉન્સિલ છોડી દીધું હતું. વેન ડેર વેકને પણ તે જ સમયે આરજેસી છોડી દીધું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS