Paris based jeweller Fred launched Blue Lab Grown Diamonds
ફ્રેડ ઓડેસિયસ બ્લુ કલેક્શનમાંથી લેબમાં ઉગાડવામાં આવેલા હીરામાંથી એક. (સૌજન્ય : ફ્રેડ)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

કૃત્રિમ હીરાના બજારમાં સારી તક જોતાં હવે વિશ્વની મોટી કંપનીઓ પણ લેબગ્રોન માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. તાજેતરમાં લક્ઝરી ગ્રુપ એલવીએમએચના એક એકમ એવા ફ્રેન્ડ બ્રાન્ડ ફ્રેડે કુદરતી અને કૃત્રિમ હીરાનું મિશ્રણ દર્શાવતું મર્યાદિત આવૃત્તિનું એક કલેક્શન રજૂ કર્યું છે.

પેરિસિયન હાઉસે તેની નવી સિરિઝના ભાગરૂપે માત્ર ચાર દાગીનાના પીસ લૉન્ચ કર્યા છે. જે દરેકમાં 0.50 કેરેટનો બ્રાન્ડની માલિકીનો ફ્રેડ ડાયમંડ બ્લુ લેબમાં ઉત્પાદિત હીરાનો સમાવેશ થાય છે. તેમાં સમાન રંગ અને કટ સાથે 8.88 કેરેટ સિન્થેટીક ડાયમંડનો પણ સમાવેશ થાય છે.

ફ્રેડ ઓડેસિયસ બ્લુ નામના તમામ પાંચ ડાયમંડ ફૅન્સી છે. તે લીલાશ પડતા વાદળી રંગના છે. તેમાં વીએસ ક્લેરિટી અથવા તેનાથી વધુ ક્લેરિટી છે અને જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકાના ગ્રેડિંગ રિપોર્ટ ધરાવે છે. જ્વેલરી કલેક્શનને હોટ જોલિયેર ફોર્સ 10 ડુઆલિટી કહેવામાં આવે છે, જે માઈનમાંથી નીકળતા સફેદ હીરા સાથે કૃત્રિમ હીરાના મિશ્રણને પ્રતિબિંબિત કરે છે.

આ કલેક્શન માટે કંપનીના ફાઉન્ડ ફ્રેડ સેમ્યુઅલે પ્રેરણા આપી હતી. તેમનું 2006માં અવસાન થયું હતું પરંતુ તેમની હિંમતની શક્તિ હજુ પણ બ્રાન્ડ પર અસર કરે છે. સિગલ સ્ટોનનું 8.88 કેરેટનું કદ સેમ્યુઅલના જીવનને શ્રદ્ધાંજલિ આપે છે. તેમનો જન્મ 1908ના આઠમાં મહિનામાં થયો હતો. તેમણે પેરિસના આઠમાં એરોન્ડિસમેન્ટમાં તેમનો પહેલો સ્ટોર શરૂ કર્યો હતો.

ફ્રેડ સેમ્યુઅલના પગલે અને ભવિષ્ય તરફ જોઈને મેઈસન વારસામાં નવી શક્તિ ઉમેરી રહ્યાં છે. કંપનીએ જણાવ્યું હતું કે, વાદળી સિન્થેટીક હીરાને ઉચ્ચ દાગીનાની દુનિયામાં તે નવું સ્થાન આપે છે.

ગયા વર્ષે એલવીએમએચ લક્ઝરી વેન્ચર્સે ઈઝરાયેલ ખાતે લેબગ્રોન ડાયમંડ ઉત્પાદક લ્યુક્સિસમાં રોકાણ કર્યું હતું.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -DEEP SEA ELECTROTECH