DIAMOND CITY NEWS, SURAT
સુરત થી દુબઈ જતી ફ્લાઈટમાં અંડરવેરમાં છુપાવીને 2,62,000 ડોલરની કિંમતના રફ હીરા લઈ જતો પૅસેન્જર પકડાયો છે. આ પૅસેન્જર ફ્લાઈટમાં બેસવાની તૈયારી કરતો હતો ત્યારે સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF)ના જવાનોએ તેને પકડી લીધો હતો. તેની પાસેથી 1.092 કિલો વજનના હીરાના પાર્સલ મળી આવ્યા હતા, જે તેના અંડરવેર અને મોજામાં છુપાવેલા હતા.
ગઈ તા. 15 જૂનની રાત્રે સુરત એરપોર્ટ પર સુરત થી દુબઈ જતી ઈન્ડીગોની ફ્લાઈટમાં 2.19 કરોડની કિંમતના રફ ડાયમંડ સ્મગલીંગના ઈરાદે લઈ જતાં શકદાર સંજય મોરડીયાની કસ્ટમ એક્ટની જોગવાઈના ભંગ બદલ ધરપકડ 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડની માંગ સાથે ઈન્ચાર્જ કોર્ટમાં રજુ કરતાં કોર્ટે શકદારને જેલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો છે.
સુરત એરપોર્ટ પર દુબઈથી ગેરકાયદે સોનાની સ્મગલીંગના સંખ્યાબંધ કેસો ઝડપાયા 15 જૂનની મોડી રાત્રે સુરતથી રફ ડાયમંડના સ્મગલીંગનો બીજો કેસ ઝડપાયો હતો. સુરત એરપોર્ટ પર સુરત-દુબઈ તથા યુએઈની એકથી વધુવાર ટ્રિપ મારતાં પેસેન્જર્સની ડેટા, પાસપોર્ટ એન્ટ્રી પરથી પૅસેન્જર ટ્રૅકિંગ સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે.
જેના આધારે શકદાર સંજય વિઠ્ઠલભાઈ મોરડીયા (રે. રાધિકા રો હાઉસ, કતારગામ)ની સ્ક્રીનિંગ વિભાગમાં શંકાસ્પદ હીલચાલને ધ્યાને લઈને સુરત એરપોર્ટ કસ્ટમ વિભાગે તેની તલાશી લેવામાં આવી હતી. જે દરમિયાન ખાદ્ય પદાર્થની પેકેટમાં કુલ 2.19 કરોડની કિંમતના 5,311 કેરેટ રફ ડાયમંડના જથ્થો મળી આવ્યો હતો. જે ડીક્લેરેશન વગર છુપાવીને ગેરકાયદે સ્મગલીંગના ઈરાદે લઈ જતા હોઈ કસ્ટમ વિભાગે કસ્ટમ એક્ટની જોગવાઈના ભંગ બદલ તેની અટકાયત કરી હતી.
અત્રે નોંધનીય છે કે દેશમાંથી રફ ડાયમંડની નિકાસ પર 5 ટકા કસ્ટમ ડયુટી લાગે છે. જો તે ડયુટી ન ભરી હોય તો મની લોન્ડરીંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરાઈ શકે તેમ છે.
અલબત્ત શકદાર સંજય મોરડીયાની કસ્ટમ એક્ટની સેક્શન 113 હેઠળ ધરપકડ કરીને સુરત એરપોર્ટ કસ્ટમના ઈન્સ્પેકટર ઉમેશકુમાર સિંગે ઈન્ચાર્જ કોર્ટમાં રજુ કરીને 14 દિવસના જ્યુડીશ્યલ રિમાન્ડ મેળવ્યા હતા.
સંજય મોરડીયાને કબજે કરેલા ડાયમંડ કોને આપ્યા છે? દુબઈમાં કોને ડિલિવરી આપવાની હતી? અગાઉ પણ રફ ડાયમંડના સ્મગલીંગનો કેસ બન્યો હતો. જેમાં હાલના શકદારની કોઈ ભુમિકા છે કે કેમ? તેની તપાસ હાથ ધરવાની છે.
અત્રે નોંધનીય છે કે દુબઈથી લીકવીડ ફોર્મમાં ગોલ્ડની દાણચોરીના અનેક કિસ્સા ઝડપાયા છે. જ્યારે સુરત થી દુબઈ રફ ડાયમંડના દાણચોરીનો આ બીજો કિસ્સો ઝડપાયો છે.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp