પર્થ મિન્ટે 18 કેરેટ ગોલ્ડની આર્ગેઈલ ટ્રેઝર્સ રિંગ લૉન્ચ કરી

આ રીંગ 18 કેરેટ ઓસ્ટ્રેલિયન ગોલ્ડમાંથી બનાવવામાં આવી છે. જે એક પ્રિમિયમ ગોલ્ડ છે. જે ઓસ્ટ્રેલિયન માઈન્સમાંથી કાઢવામાં આવે છે.

Perth Mint launched the Argyle Treasures Ring in 18 carat gold-1
સૌજન્ય : પર્થ મિન્ટ
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી કંપની પર્થ મિન્ટે 18 કેરેટ ઓસ્ટ્રેલિયન ઓરિજનલ ગોલ્ડમાંથી બનાવાયેલી આર્ગેઈલ ટ્રેઝર્સ™ લૉન્ચ કરી છે. આ રિંગની ખાસિયત એ છે કે તે હાથવણાટથી બનાવાયેલી છે. તે બેસ્પોક રિંગ છે, જેમાં દુર્લભ 285 આગ્રેઈલ પિંક ડાયમંડ્સ™ અને ચાર બ્લુ આર્ગેઈલ ડાયમંડ્સ™ જડવામાં આવેલા છે.

આ રીંગ 18 કેરેટ ઓસ્ટ્રેલિયન ઓરીજિન ગોલ્ડ® માંથી બનાવવામાં આવી છે. જે એક પ્રિમિયમ ગોલ્ડ છે. જે ઓસ્ટ્રેલિયન માઈન્સમાંથી કાઢવામાં આવે છે. રિંગની ડિઝાઈન કિમ્બર્લી સ્ટેટની નેચરલ સુંદરતાથી પ્રેરિત છે. જ્યાં આર્ગેઈલ ડાયમંડ માઈન આવેલી છે. આ રીંગમાં 0.75 કેરેટના આબેહુબ ગુલાબી અંડાકાર હીરાની જોડી છે, જે ગુલાબી હીરા માટે ઉચ્ચત્તમ કલર ગ્રેડ છે. તેમજ આર્ગેઈલ લેકના પાણીને રજૂ કરતા 0.03 કેરેટના બ્લુ ડાયમંડનો ટચ છે.

આ રિંગ એ પર્થ મિન્ટ લાંબા સમયથી આર્ગેઈલ પિંક ડાયમંડ્સ સિલેક્ટ એટેલિયર™ અને જોન ગ્લાજ, એક આર્ગેઈલ પિંક ડાયમંડ્સ આઈકોન પાર્ટનર™ વચ્ચેની ભાગીદારીનું પરિણામ છે. પર્થ મિન્ટના જનરલ મેનેજર મિન્ટેડ પ્રોડક્ટ્સ નીલ વેન્સે જણાવ્યું હતું કે આ રિંગ એક અનોખી કલેક્શનનો ભાગ છે, જે ઓસ્ટ્રેલિયા દ્વારા ઓફર કરવામાં આવતા અદ્દભૂત કુદરતી સંસધાનોને પ્રદર્શિત કરે છે.

આર્ગેઈલ ટ્રેઝર્સ™ વિશ્વના દુર્લભ ડાયમંડ્સનું પ્રદર્શન કરે છે, જે વિશ્વમાં માત્ર એક જ જગ્યાએ જોવા મળે છે અને અમે એટલા ભાગ્યશાળી છે કે તે સ્થળ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે.

પર્થ મિન્ટના ભાગીદાર ગ્લાજે જણાવ્યું હતું કે, “પર્થ મિન્ટ ડિઝાઈન ટીમ સાથે કામ કરવાની તક મળી તે અનુભવ અદ્દભૂત રહ્યો. એક આર્ગેઈલ પિંક ડાયમંડ્સ આઈકોન પાર્ટનર™ તરીકે આઈકોનિક આર્ગેઈલ પિંક ડાયમંડ્સ™નો ઉપયોગ કરીને ટુકડાઓ બનાવવા એ સન્માનની વાત છે. આ ટાઈમલેસ ખજાનો એક ભવ્ય વારસા તરીકે સુયોજિત છે, જે પેઢીઓ સુધી રહેશે.”

આ રિંગની કિંમત 584,526 US ડોલર છે અને તે સ્ટોર તથા ઓનલાઈન માર્કેટમાં ઉપલબ્ધ છે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS