આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓને પગલે જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રીમાં અનેક કંપનીઓની આવકમાં ઘટાડો થયો છે, તો કેટલીક કંપનીઓએ ઉત્પાદનમાં કાપ મુકવો છે, ત્યારે આ વર્ષે પેટ્રા ડાયમંડ્સ કંપની પણ ઉત્પાદનમાં ઘટાડાની ધારણા રાખે છે.
દક્ષિણ આફ્રિકામાં ખોટ કરતી કોફીફોન્ટેન ખાણ કંપની બંધ કરી રહી હોવાથી ઉત્પાદનમાં દેખીતો ઘટાડો નોંધશે એમ કંપનીનું માનવું છે. કંપની ટેઈલિંગ્સ ડેમ તૂટ્યા બાદ તાન્ઝાનિયામાં વિલિયમસન માઈન્સને ફરી શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે, પરંતુ તેમાં સમય લાગશે.
યુકે સ્થિત માઈનર્સ 2023 માટે 2.75 મિલિયન કેરેટ્સથી 2.85 મિલિયન કેરેટ્સના કુલ ઉત્પાદનની અપેક્ષા રાખી રહ્યાં છે, જે 2022માં 3.35 મિલિયન કેરેટ હતું. આમ ઘટાડો થવાની પહેલેથી જ ધારણા રાખવામાં આવી રહી છે.
જોકે, પેટ્રા ડાયમંડ્સ કંપની 2024માં ઉત્પાદનમાં ફરી વધારો જોઈ રહી છે. 2024માં ઉત્પાદન 3 મિલિયન કેરેટથી 3.30 મિલિયન કેરેટ સુધી પહોંચે અને ત્યાર બાદ 2025માં તે 3.60 મિલિયન કેરેટથી 3.90 મિલિયન કેરેટ સુધી પહોંચશે તેવી આગાહી કરાઈ છે.
પેટ્રા કહે છે કે તેની ચાર માઈન્સમાંથી હાલ બે માઈન્સમાંથી જ ઉત્પાદન લેવામાં આવી રહ્યું છે. 2022માં 849.67 કેરેટના સંયુક્ત વજનવાળા પાંચ અસાધારણ સ્ટોન 75,237માં વેચાયા હતા, જે એક રેકોર્ડ હતો. 2023ના પહેલાં છ મહિનામાં 371.48 કેરેટના સંયુક્ત વજન સાથે બે ડાયમંડ 12,611,111માં વેચાયા છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM