પેટ્રા ડાયમંડ્સ કંપનીના વેચાણમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીના વેચાણમાં 44 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ખાણોમાંથી ઉચ્ચ ગુણવત્તાના રફ પત્થરો મળી રહ્યાં નથી, બીજી તરફ બજારમાં માંગ ઓછી છે જેના લીધે કંપનીએ પોતાના છેલ્લાં ટેન્ડરને રદ કરી દીધું છે. આ બધા કારણોના લીધે કંપનીના વેચાણમાં ઘટાડો દેખાયો છે.
પેટ્રા ડાયમંડ કંપનીએ ગઈ તા. 18મી જુલાઈના રોજ જાહેર કર્યું કે 30 જૂને પુરા થયેલા 12 મહિનામાં આવક ઘટીને 328.4 મિલિયન ડોલર થઈ છે. વેચાણ 34 ટકા ઘટી 2.3 મિલિયન કેરેટ થયું છે. દક્ષિણ આફ્રિકામાં કુલિનન, ફિન્સ અને કૌફફોન્ટેન તેમજ તાન્ઝાનિયામાં વિલિયમસન ખાણનું સંચાલન પેટ્રા ડાયમંડ કંપની કરે છે. કંપનીના વેચાણમાં ઘટાડા માટે કંપનીએ વર્ષ દરમિયાન વેચવામાં આવેલા મોટા અને અસાધારણ દુર્લભ હીરાની સંખ્યામાં ઘટાડાને જવાબદાર ગણાવ્યો છે. ખાણોમાંથી મોટા અને દુર્લભ હીરા હવે મળી રહ્યાં નથી. આ ખંડમાંથી કંપનીને પાછલા વર્ષમાં માત્ર 12.6 મિલિયન ડોલરની જ આવક થઈ છે, જ્યારે નાણાકીય વર્ષ 2022માં તે 89.1 મિલિયન ડોલર હતી.
રફની નીચી કિંમતોના લીધે નાણાકીય વર્ષનું પેટ્રાએ તેનું છઠ્ઠું અને અંતિમ ટેન્ડર પણ મુલતવી રાખવું પડ્યું હતું. આ અગાઉ કંપનીના પાંચમા ટેન્ડરમાંથી 75,900 કેરેટ મુખ્યત્વે ઊંચા મૂલ્યના પત્થરોનું વેચાણ મોકૂફ રાખ્યું હતું. ઉત્પાદનમાં ઘટાડો પણ વેચાણને અસર કરી રહ્યો છે. કારણ કે માઈનર્સ પાસે બજારમાં વેચવા માટે રફના વિકલ્પો ઓછા હતા.
એપ્રિલથી જૂન સુધીના ચોથા નાણાકીય ક્વાર્ટરમાં પેટ્રાના રફ ભાવ એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં લાઇક ફોર લાઇક ધોરણે 2% વધ્યા હતા, એમ કંપનીએ જાહેર કર્યું હતું. દરમિયાન 30 જૂન 2022ના રોજ 381,700થી વધીને ક્વાર્ટરના અંતે ખાણિયોની ઈન્વેન્ટરીઝ 715,200 કેરેટ થઈ ગઈ હતી.
પેટ્રાના સીઈઓ રિચાર્ડ ડફીએ કહ્યું કે, અમારી મજબૂત બૅલેન્સ શીટ અને ફ્લેક્સિબલ સેલ્સ સિસ્ટમને અમને અમારા મોટા ભાગના રફ-હીરાના વેચાણને (છઠ્ઠા ટેન્ડર માટે) નાણાકીય વર્ષ 2024 સુધી મુલતવી રાખવામાં સક્ષમ બનાવ્યું છે. અમે માનીએ છીએ કે રફ હીરાની માંગમાં કામચલાઉ મંદી છે. માળખાકીય પુરવઠાની ખાધના પરિણામે અમે મધ્યમ થી લાંબાગાળામાં સહાયક હીરા બજારની અપેક્ષા રાખીએ છીએ, જે અમારી મજબૂત વૃદ્ધિ પ્રોફાઇલને લાભ કરશે.
કુલીનન અને ફિન્શ ખાતે નીચા-ગ્રેડ ઓરની રિકવરીના લીધે નાણાકીય વર્ષ માટે ઉત્પાદન 20% ઘટીને 2.7 મિલિયન કેરેટ થયું હતું. તે કુલ માઈનર્સના અગાઉના માર્ગદર્શન હેઠળ વર્ષ માટે 2.75 મિલિયન અને 2.85 મિલિયન કેરેટ વચ્ચે હતું.
પેટ્રા હવે જૂન 2024માં પૂરા થતા નવા નાણાકીય વર્ષ માટે આઉટપુટ 2.9 મિલિયન અને 3.2 મિલિયન કેરેટની વચ્ચે રહેવાની અપેક્ષા રાખે છે, જે અગાઉની આગાહી કરતા 3 મિલિયનથી ઘટીને 3.3 મિલિયન કેરેટ છે. તેણે નાણાકીય વર્ષ 2025 માટે તેનું માર્ગદર્શન ઘટાડીને 3.4 મિલિયન અને 3.7 મિલિયન કેરેટ રેન્જ કર્યું છે, તેના મૂળ અંદાજીત 3.6 મિલિયનથી 3.9 મિલિયન કેરેટથી ઓછું છે. પેટ્રાએ ઉમેર્યું હતું કે, ખાણોને લંબાવવાના કામમાં વિલંબને પગલે કુલીનન અને ફિન્શ બંનેમાં અપેક્ષિત કરતાં ધીમી રેમ્પ-અપનું પરિણામ છે.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM