પેટ્રા ડાયમંડ્સની રફની કિંમતો તળિયે પહોંચી

પ્રથમ નાણાકીય અર્ધવાર્ષિક ગાળામાં કુલ રફ-હીરાની આવક, જેમાં ત્રણ ટેન્ડરનો સમાવેશ થતો હતો, તે વાર્ષિક ધોરણે 7% ઘટીને $187.8 મિલિયન થઈ

Petra Diamonds rough prices hit rock bottom
ફોટો : રફ હીરા (પેટ્રા ડાયમંડ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જાણીતી ખાણ કંપની પેટ્રા ડાયમંડ્સ ઓછી ડિમાન્ડની સમસ્યાથી પીડાઈ રહી છે. આ ખાણ કંપનીએ લાંબા સમયથી તેની રફની કિંમતો ઘટાડવી પડી  રહી છે ત્યારે તાજેતરમાં પેટ્રા ડાયમંડ્સના રફના ભાવ ટેન્ડરમાં તળિયે પહોંચી ગયા છે. કંપનીએ જાતે જ કિંમતો તેના નિમ્નસ્તરે પહોંચી હોવાની જાહેરાત કરી છે.

કંપનીને ત્રીજા ટ્રેડિંગ સેશનમાં 519,397 કેરેટના વેચાણમાંથી $67.9 મિલિયનની આવક થઈ હતી. જે સરેરાશ $131 પ્રતિ કેરેટના ભાવે હતી. ઓક્ટોબરમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષના બીજા ટેન્ડરની તુલનામાં સમાન કેટેગરીના હીરાની સરખામણી કરતા લાઇક ફોર લાઇક આધારે કિંમતો 19% વધુ હતી.

ડિસેમ્બરના પહેલાં અઠવાડિયે ખાણ કંપનીએ 462,794 કેરેટમાંથી $58.7 મિલિયનના ટેન્ડરમાંથી પ્રારંભિક પરિણામોની જાણ કરી હતી. કેરેટ દીઠ $127ની સરેરાશ કિંમતે તે વેચાયા હતા.  બાકીના ટેન્ડર દરમિયાન કંપનીએ $ 9.3 મિલિયનમાં વધારાના 56,600 કેરેટનું વેચાણ કર્યું હતું, જેમાં દક્ષિણ આફ્રિકાની કુલીનન અને ફિન્શ ખાણમાંથી 25,200 કેરેટનો સમાવેશ થાય છે, જેણે $3.1 મિલિયન અને 31,400 કેરેટ તાંઝાનિયામાં વિલિયમસન ખાણમાંથી 6.2 મિલિયન ડોલરની ઉપજ આપી હતી.

પ્રથમ નાણાકીય અર્ધવાર્ષિક ગાળામાં કુલ રફ-હીરાની આવક, જેમાં ત્રણ ટેન્ડરનો સમાવેશ થતો હતો, તે વાર્ષિક ધોરણે 7% ઘટીને $187.8 મિલિયન થઈ, કંપનીએ નોંધ્યું હતું. છ મહિના માટે લાઇક ફોર લાઇક કિંમતો અગાઉના વર્ષના સમાન ત્રણ ટેન્ડરની તુલનામાં 13% ઘટી હતી.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS