પેટ્રો ડાયમંડ્સની રફના ભાવ ઘટ્યા

સપ્ટેમ્બરના ટ્રેડિંગ સેશનમાં 344,554 કેરેટના વેચાણમાંથી કંપનીને 30.2 મિલિયન ડોલરની આવક થઈ હતી, જે કેરેટ દીઠ 88 ડોલરની સરેરાશ કિંમત દર્શાવે છે

Petro diamonds rough prices fell
ફોટો : રફ હીરા. (પેટ્રા ડાયમંડ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

છેલ્લાં કેટલાંય સમયથી હીરા બજાર નરમ છે. અમેરિકા, યુરોપ અને ચીનના બજારોમાં હીરાની ખરીદી તળિયે હોવાના લીધે ભારતીય હીરા ઉત્પાદકો પાસે પોલિશ્ડ ડાયમંડનો મોટા જથ્થામાં ભરાવો થયો છે, તેના પગલે ભારતીય હીરા ઉત્પાદકોએ બે મહિના માટે રફ હીરા નહીં ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો છે, તેની અસર માઈનીંગ કંપનીઓ પર પડવા લાગી છે.

ભારતીય હીરા ઉત્પાદકોએ રફની ખરીદી બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યા બાદ પેટ્રા ડાયમંડ્સ કંપનીની રફની કિંમતો ઘટી છે. પેટ્રો ડાયમંડ્સના રફના ભાવ નાણાંકીય વર્ષના તેના બીજા ટેન્ડરમાં ઘટ્યા છે.

ટ્રેડિંગ સેશનમાં 344,554 કેરેટના વેચાણમાંથી કંપનીને 30.2 મિલિયન ડોલરની આવક થઈ હતી, જે કેરેટ દીઠ 88 ડોલરની સરેરાશ કિંમત દર્શાવે છે. પેટ્રાએ જ આ આંકડા જાહેર કર્યા હતા. કંપનીએ કહ્યું કે, ઓગસ્ટમાં યોજાયેલા પહેલા ટેન્ડરની સરખામણીમાં સમાન કેટેગરીના ડાયમંડની કિંમતો 16 થી 18 ટકા નીચી મળી છે.

જે વેચાણ પર ઓફર કરાયેલા કુલ માલના 75 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. પેટ્રા તેના સંપૂર્ણ વેચાણ પરિણામો ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા બાદ કરશે.

15 ઓક્ટોબરથી શરૂ થનારી ભારતમાં હીરાની આયાત પરના બે મહિનાના પ્રતિબંધને આગળ વધારવા માટે મુકવામાં આવેલા આ ટેન્ડરમાં તાન્ઝાનિયાની વિલિયમસન ખાણ તેમજ કંપનીની દક્ષિણ આફ્રિકાની ડિપોઝીટની રફનો સમાવેશ કરાયો હતો. મૂળ રીતે વિલિયમસનનો માલ અગાઉના વેચાણમાંથી ઊંચા ભાવ જોવાની આશા માટે રાખ્યો હતો, પરંતુ તેવું બન્યું નહીં.

પેટ્રાએ કહ્યું કે, બજારમાં પુરવઠાને અંકુશમાં લેવા માટે ભારતના મોટા ઉત્પાદકો દ્વારા લેવામાં આવેલા આ પગલાની ઘણી અસર દેખાઈ રહી છે. બે મહિનાના ભારતીય બજારમાં રફની આયાત પર પ્રતિબંધથી બજારમાં કેટલીક ખૂબ જ જરૂરી સ્થિરતા અને ટેકો મળે તેવી અપેક્ષા છે. હાલ ભાવ ઘટ્યા તે તેની અસર છે. જોકે, બજારની અસ્થિરતા અને અનિશ્ચતતાનું સાચું મૂલ્યાંકન કંપની બાદમાં પ્રકાશિત કરશે.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS