DIAMOND CITY NEWS, SURAT
પ્લૅટિનમ ગિલ્ડ ઈન્ટરનેશનલ (PGI) ઇન્ડિયાએ વિન્ટર પાર્ટી સિઝન માટે પરફેક્ટ એસેસરીઝનું એક નવું પ્લૅટિનમ ઈવારા કલેક્શન લૉન્ચ કર્યું છે. વર્સેટાઈલ ડિઝાઈન રજૂ કરતી આ સ્ટાઇલની ગાઈડ પણ લૉન્ચ કરી છે. ક્રિસમસ, ન્યુ ઈયરના સેલિબ્રેશન માટે તે નવો લુક આપે છે.
પ્લૅટિનમ ઈવારાના નવા કલેક્શનમાં મનમોહક નેકલેસ અને લલચાવનારા બ્રેસલેટ ફેબ્રિક્સથી માંડીને ઈયરિંગ્સ અને સુંદર રિગ્સ સુધીની ડિઝાઈનની કેટેગરીનો સમાવેશ થાય છે.
પ્લૅટિનમ ઈવારા એસેસરીઝને સ્ટાઈલ કરવા માટેની ગાઈડલાઈન
પ્લૅટિનમ ઈવારા ઈયરિંગ્સની સ્ટાઇલ : ચમકતા હીરાથી લટકતી પ્લૅટિનમ બાર હોય, નાજુક ડ્યુઅલ ટોન સ્પોક્સ દર્શાવતી ફ્લોરલ મોટિફ ઈયરિંગ્સ હોય અથવા તો જટિલ રીતે ડિઝાઈન કરેલા સ્ટડ્સ હોય, પ્લૅટિનમ ઈયરિંગ્સને કોઈ પ્રસંગ કે એસેસરીઝથી ફરક પડતો નથી.
પ્લૅટિનમ ઈવારા રિસ્ટ વેરની સ્ટાઇલિંગ : ઓછી છતાં ભવ્ય દેખાવ માટે નાજુક પ્લૅટિનમ બ્રેસલેટનો સેટ પહેરી શકાય. અથવા રસપ્રદ અને લેયર્ડ લુક બનાવવા માટે વિવિધ સાઈઝ, આકાર, મોટિફ અને ટોનના બ્રેસલેટ પસંદ કરી શકાય. જે વર્કવેર તેમજ પાર્ટીવેર બંને તરીકે શોભી ઊઠે છે.
પ્લૅટિનમ ઈવારા નેકવેરની સ્ટાઇલ : તમારી અલગ અનન્ય શૈલી અને વ્યક્તિત્વ સાથે મેળ ખાતી ઉત્કૃષ્ટ રીતે ડિઝાઈન કરેલા પીસની વિશાળ કેટેગરીમાં કોઈ પણ એક ટુકડો પસંદ કરો અને પછી તેને પોતાની સ્ટોરી કહેવા દો. નેકલેસને તમારા આઉટફીટના સેન્ટર પોઝિશન તરીકે રાખો અને તેની આસપાસ તમારો દેખાવ બનાવો.
પ્લૅટિનમ ઈવારા રિંગ્સની સ્ટાઇલ : એક સ્ટેટમેન્ટ પ્લૅટિનમ રિંગ પસંદ કરો, જે મોનોક્રોમેટિક આઉટફિટને ઉન્નત કરવા માટે પહેરી શકાય. અથવા તમે વિવિધ કદ અને આકારની રિંગ્સ લેયર કરો, ત્યારે સ્ટેકીંગનો પ્રયોગ કરો.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM