DIAMOND CITY NEWS, SURAT
તાજેતરમાં હોંગકોંગ ખાતે ફિલિપ્સ દ્વારા જ્વેલરીની હરાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્લુ ડાયમંડની વીંટી સૌથી વધુ 3.4 મિલિયન ડોલરમાં વેચાઈ હતી.
આ વીંટી 1.63 કેરેટના બ્રિલિયન્ટ કટ ફૅન્સી ડાર્ક યલો વીએસ 1 ક્વોલિટીના હીરામાંથી બની હતી. ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં હોંગકોંગમાં જ્વેલરી ઓક્શનમાં વેચાણ માટે 942,848 ડોલર મેળવવામાં સફળ રહી હતી. છેલ્લે મેળવેલી કિંમત અંદાજ કરતા ઓછી હતી.
5 ઓક્ટોબરના આયોજનમાં મજબૂત ઓનલાઈન હરાજી રાખવામાં આવી હતી, જેમાં 77 જ્વેલરીને બાયર્સ મળ્યા હતા. ફિલિપ્સ વિશ્વભરમાં જ્વેલરીના ટોચના અને હોંગકોંગમાં જ્વેલરીના વેચાણમાં અગ્રણી છે. બેનોઈટ રેપેલિન અને લુઈસા ચાન અનુસાર આ વેચાણ તમામ દેશોમાં દુર્લભ અને મહત્ત્વપૂર્ણ રંગીન ડાયમંડ માટે બજારની ક્ષમતા દર્શાવે છે.
અહીં હરાજીના ટોચના પાંચ જ્વેલરીની વિગતો રજૂ કરાઈ છે.
ઝુમકાની આ જોડી બે શાનદાર કટ, ફૅન્સી પીળા રંગના ડાયમંડમાંથી બનાવાયા છે. તેનું વજન ક્રમશ 9.69 અને 9.71 – કેરેટ છે. તે અંદાજથી ઓછી 536,488 ડોલરની કિંમતમાં વેચાયો.
એક ઓવલ આકારનો બ્રિલિયન્ટ કટવાળો 5.41 કેરેટનો ફૅન્સી ઓરેન્જ-પિંક ડાયમંડ આ વીંટી પર બે ટ્રેપજોઈડ ડાયમંડ વચ્ચે ગોઠવવામાં આવ્યો છે, તેની કિંમત 422,656 ડોલર હતી. અગાઉ વેચાઈ હતી તેના કરતા ઓછી કિંમત ઉપજી છે.
ગાદીના આકારનું, 5.39-કેરેટનું કાશ્મીર નીલમ સિંગલ-કટ અને અંડાકાર હીરાના સેટિંગમાં છે — ફિલિપ્સે આ વીંટી તેના ઉપલા અંદાજની નજીક $325,120માંવેંચી.
આ નેકલેસમાં લગભગ 40.35 કેરેટના 37 ઓવલ અને કુશન આકારના બર્મિઝ રુબીઝ સામેલ છે. જે શાનદાર કટ અને નાસપાતી આકારના હીરાના આકારમાં સુંદર લાગે છે. આ નેકલેસ 178,816 ડોલરમાં વેચાયો હતો જે તેના 180,000ના અંદાજથી થોડો ઓછો છે.
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM