જીનીવાની હરાજીમાં ફિલિપ્સ 6.21 કેરેટનો પિંક ડાયમંડ પ્રદર્શિત કરશે

વેચાણ કરવા પહેલાં ફિલિપ્સ ન્યુયોર્કમાં જ્વેલરી કલેક્શનનું પ્રદર્શન કરશે. લંડન, તાઈપેઈ, તાઈવાન અને સિંગાપોરમાં પણ તેનું એક્ઝિબિશન યોજાશે.

Phillips to showcase 6-21 carat pink diamond at Geneva auction-1
ફોટો : 6.21-કેરેટનો ગુલાબી હીરો. (ફિલિપ્સ)
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

DIAMOND CITY NEWS, SURAT

જીનીવા ખાતે ફિલિપ્સ દ્વારા આયોજિત બીજી હરાજીમાં 6.21 કેરેટનો ગુલાબી હીરો પ્રદર્શિત થનાર છે. આ હીરો હરાજીનો મુખ્ય સ્ટાર હશે. હરાજીમાં આ હીરો 15 મિલિયન ડોલરમાં વેચાય તેવી અપેક્ષા છે.

ફિલિપ્સે કહ્યું કે, ફૅન્સી વિવિડ પિંક વીએસ1 ક્લેરિટી અને ટાઈપ IIa પ્રકારનો હીરો વેચાણ માટે ઓફર કરવામાં આવ્યો છે. તે દુર્લભ હીરો છે. તેને જીનીવા જ્વેલ્સ ઓક્શન-ટુ કહેવામાં આવે છે. આ હીરાની હરાજી 13 મેના દિવસે યોજવામાં આવશે. હરાજી પહેલી વાર જીનીવાની પ્રેસિડેન્ટ હોટલમાં થશે. હરાજીમાં કાર્ટિયર, જેએઆર, સુઝાન બેલપેરોન અને વેનક્લીફ એન્ડ આર્પેલ્સ જેવા જાણીતા ડિઝાઈન હાઉસની 100થી વધુ ખાસ ક્યુરેટેડ વસ્તુઓનો સમાવેશ કારયો છે.

આ હરાજીમાં વેચાણ કરવા પહેલાં ફિલિપ્સ ન્યુયોર્કમાં જ્વેલરી કલેક્શનનું પ્રદર્શન કરશે. લંડન, તાઈપેઈ, તાઈવાન અને સિંગાપોરમાં પણ તેનું એક્ઝિબિશન યોજાશે. ઓક્શન હાઉસ સિમ્બોલ્સ, કલર અને ફોર્મ નામનું એક સાથે વેચાણ પ્રદર્શન પણ રાખશે. જેમાં સમકાલીન ડિઝાઈનર્સ એલિક્સ ડુમસ અને DYNEના જ્વેલરીનું પ્રદર્શન કરવામાં આવશે.

ફિલિપ્સ દ્વારા હરાજીમાં વેચાણ અર્થે મુકાનાર ટોચની પાંચ જ્વેલરી અહીં પ્રસ્તુત છે…

Phillips to showcase 6-21 carat pink diamond at Geneva auction-2

આ 280.84 કેરેટનો કોલોમ્બિયિન નીલમણિ ખાનગી કલેક્શનમાંથી મેળવવામાં આવ્યો છે. ધ એમેઝોન ક્વીન તરીકે જાણીતો આ નીલમણી 1.5 મિલિયન થી 2.6 મિલિયનની કિંમતે વેચાય તેવી અપેક્ષા છે.

Phillips to showcase 6-21 carat pink diamond at Geneva auction-3

27.27 કેરેટના ફૅન્સી વિવિડ પીળા હીરા જડિત આ વીંટી હેમર હેઠળ વેચાશે. તે 1.1 મિલિયનથી 2 મિલિયન ડોલરની અંદાજીત કિંમતે વેચાય તેવી શક્યતા છે.

Phillips to showcase 6-21 carat pink diamond at Geneva auction-4

પિઅર શેપના 10.07 અને 10.12 કેરેટ વજન ધરાવતા ડી ફલોલેસ ટાઈપ IIa પ્રકારના હીરા સાથેની ઈયરિંગ્સની જોડીની પ્રીસેલ કિંમત 1.3 મિલિયન થી 1.8 મિલિયન ડોલર રાખવામાં આવી છે.

Phillips to showcase 6-21 carat pink diamond at Geneva auction-5

ફિલિપ્સ જિનીવા હરાજીમાં આ બ્રિલિયન્ટ-કટ, 1.56-કેરેટ, ફૅન્સી-રેડ આર્ગાઈલ હીરા ઓફર કરશે. ધ આર્ગાઈલ ફોનિક્સ નામ આપવામાં આવ્યું છે, તેનો અંદાજ $1 મિલિયન થી $1.5 મિલિયન છે.

______________________________________________________

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp

વધુ સમાચાર વાંચો :

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS