બેલ્જિયમના કોન્સ્યુલ જનરલ પીરે બ્રસેલ્સમેને ભારતમાં GJEPC પ્રાદેશિક કાર્યાલયની મુલાકાત લીધી

કોન્સ્યુલ જનરલે તેમના વક્તવ્યમાં સુરતમાં ડાયમંડના અને આભૂષણના નિર્માતા દ્વારા બનાવવામાં આવેલ માળખાગત સુવિધાઓની પ્રશંસા કરી હતી.

Pierre Brussels Man visited the GJEPC Regional Office in India
- Advertisement -
  • MASSIVE TECH LAB
  • SHREE SIDDHI VINAYAK LASER

ભારતમાં બેલ્જિયમના કોન્સ્યુલ જનરલ પી બ્રસલ્સમેનની આગેવાની હેઠળ બેલ્જિયમનુ પ્રતિનિધિમંડળે GJEPCના પ્રાદેશિક કાર્યાલયની મુલાકાત લીધી.. બંને દેશો વચ્ચે વેપારને વધુ મજબૂત કરવા તેમ જ મુશ્કેલીઓ અને હલ કરવા માટે વિચારોની આપ-લે કરી. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવા માટે સુરતના હીરા તેમજ હીરા જડિત આભૂષણના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને માનનીય ન્યુસલ જનરલ સાથે વિચારોની આપ-લે કરી હતી.

GJEPCના ગુજરાત રિજયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ તેમના વક્તવ્યમાં પ્રતિનિધિ મંડળનું સ્વાગત કર્યું અને ટીમનું અભિવાદન કર્યું. નાવડિયાએ તેમના વક્તવ્યમાં વિઝાના નવીકરણ માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે બ્રસલ્સમેનને નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા વિનંતી કરી હતી. GJEPCના અસિસ્ટેંટ ડિરેક્ટરએ ભારતમાં ડાયમંડ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના તથ્યો અને આંકડાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને 2 દેશો વચ્ચેના વેપાર અંગે સમજ આપી હતી.

  • Pierre Brusselman visited the GJEPC Regional Office in India-1
  • Pierre Brusselman visited the GJEPC Regional Office in India-2
  • Pierre Brusselman visited the GJEPC Regional Office in India-3
  • Pierre Brusselman visited the GJEPC Regional Office in India-4

કોન્સ્યુલ જનરલે તેમના વક્તવ્યમાં સુરતમાં ડાયમંડના અને આભૂષણના નિર્માતા દ્વારા બનાવવામાં આવેલ માળખાગત સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેમણે સભ્યોને બેલ્જિયમ સાથે બિઝનેસ શરૂ કરવા અને વધારવા પ્રોત્સાહિત કર્યા . તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ડાયમંડનો બિઝનેસ તેમની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપે છે. સભ્યોએ બેલ્જિયમની બેન્કો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો, તેઓએ ચિંતા વ્યક્ત કરી કે બેલ્જિયન બેંકો વેપારને સમર્થન આપી રહી નથી અને નવા પ્રવેશકર્તા માટે બેલ્જિયમની સ્થાનિક બેંકો પાસેથી નાણાં મેળવવાનું મુશ્કેલ બની ગયું છે.બેલ્જિયમ રફ ડાયમંડનો એક મુખ્ય સ્ત્રોત છે.જે મુખ્યત્વે વ્યાપાર કરવાની સરળતા સિવાય નાણાકીય લાભોને કારણે વિશિષ્ટ મહત્વ ધરાવે છે. માનનીય CG એ આ વાતની નોંધ લીધી હતી.

પ્રાદેશિક સમિતિના સભ્યો અને SIDC બોર્ડના સભ્યોએ પ્રતિનિધિમંડળને મુંબઈ અને સુરતમાં SNZ જેવા GJEPC દ્વારા બનાવેલ માળખાકીય સુવિધાઓ વિશે બેલ્જિયમના બજારમાં જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કર્યો હતો. તેઓએ પ્રતિનિધિમંડળને ખાતરી આપી કે આ સુવિધાઓથી બંને દેશોને ફાયદો થશે.

- Advertisement -
  • DEEP SEA ELECTROTECH
  • Siddharth Hair Transplant
  • Nippon Rare Metal Inc
  • SGL LABS