Pink Diamond Nabs Supreme sold for $11 million at Christies auction-1
પિંક સુપ્રિમ તરીકે ઓળખાતા 15.48-કેરેટના હીરાને દર્શાવતી વીંટી હોંગકોંગમાં સૌથી તાજેતરની ક્રિસ્ટીઝ જ્વેલરીની હરાજીમાં સ્ટાર આઇટમ હતી, જે HKD 83.9 મિલિયન ($10.8 મિલિયન) મેળવે છે. (સૌજન્ય : ક્રિસ્ટીઝ)
- Advertisement -Decent Technology Corporation

DIAMOND CITY NEWS, SURAT

તાજેતરમાં હોંગકોંગ ખાતે ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ દ્વારા આયોજિત જ્વેલરી ઓક્શનમાં પિંક સુપ્રિમ તરીકે ઓળખાતી 15.48 કેરેટની ડાયમંડની એક રિંગ 10.8 મિલિયન ડોલરમાં વેચાઈ હતી. તે હરાજીની સ્ટાર આઈટમ તરીકે ઉભરીને બહાર આવી હતી.

કુશન બ્રિલિયન્ટ કટ, ફૅન્સી ગુલાબી, અંદરથી ફ્લોલેસ ડાયમંડથી બનેલી આ રિંગનો ગઈ તા. 27 નવેમ્બરના રોજ યોજાયેલી જ્વેલરીની હરાજીમાં ટોચની પાંચ આઈટમોમાં સમાવેશ કરાયો હતો. તેની વેચાણ કિંમત અંદાજીત 70 9 મિલિયનથી 12.8 મિલિયન અંદાજવામાં આવી હતી. પરંતુ તે અંતે 10.8 મિલિયન ડોલરમાં વેચાઈ હતી. આ હરાજીમાંથી ક્રિસ્ટીઝે કુલ 63.1 મિલિયન ડોલરની આવક મેળવી હતી.

ક્રિસ્ટીઝે હરાજીમાં આ પાંચ વસ્તુઓ વેચી હતી :

પિઅર મોડીફાઈડ બ્રિલિયન્ટ કટની 3.51 કેરેટની ફૅન્સી વિવિડ બ્લુ રંગની વીંટી. આ વીંટીમાં વીએસ2 ક્લેરિટીનો ડાયમંડ જડવામાં આવ્યો છે. તે 6.4 મિલિયન ડોલરમાં વેચાઈ હતી.

ક્રિસ્ટીઝે બે બ્લુ ડાયમંડ વાળી રિંગ વેંચી હતી, જેમાંથી એક 2.01 કેરેટ, ફૅન્સી વિવિડ બ્લુ સ્ટોન અને 2 કેરેટના ફૅન્સી બ્લુ રંગની છે તે 4.7 મિલિયન ડોલરમાં વેચાઈ હતી. બીજી 2 કેરેટ ફૅન્સી વિવિડ પિંક અને 1.01 કેરેટ, ફૅન્સી જાંબલી ગુલાબી હીરાની પણ વિશેષતા છે. તે પ્રીસેલ પ્રાઈસની કેટેગરીમાં આવી ગઈ છે.

મોડીફાઈડ પિયર બ્રિલિયન્ટ કટ 40.05 કેરેટ ડાયમંડમાંથી બનેલો નેકલેસ. જેના પેન્ડેન્ટમાં ડી કલરના ઈન્ટરલી ફ્લોલેસ ડાયમંડ જડવામાં આવ્યા છે. તેમાં પિઅર અને રાઉન્ડ પિન્ક ડાયમંડ અને મર્કીઝ તેમજ બ્રિયોલેટ કટ ડાયમંડ છે. જે 4.6 મિલિયન ડોલરમાં વેચાયો હતો.

અંતે અનમાઉન્ટેડ રાઉન્ડ બ્રિલિયન્ટ કટ 38.88 કેરેટ ડી ફ્લોલેસ ડાયમંડ જે 3.9 મિલિયન ડોલરમાં વેચાયો હતો.

Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.

______________________________________________________

ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM

વધુ સમાચાર વાંચો :

- Advertisement -NIPPONE RARE METAL INC