PM's meeting with Surat businessmen to create 15 lakh jobs-2
- Advertisement -Decent Technology Corporation

FY21 ની સરખામણીએ FY22 માં લેબ દ્વારા ઉગાડવામાં આવેલા હીરાની નિકાસમાં 108.27 ટકાનો વધારો થયો છે. હીરાના વેપારે વાણિજ્ય પ્રધાનને PLI (ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ) યોજના હેઠળ પ્રયોગશાળામાં ઉગાડેલા હીરાને લાવવાની વિનંતી પણ કરી છે કારણ કે તેની આગામી પાંચ વર્ષમાં રૂ. 40,000 કરોડની નિકાસની સંભાવના છે.

  • કેન્દ્ર આપશે લેબ્રગોન ડાયમંડને સહાય
  • સહાય માટે કેન્દ્ર સરકારની તૈયારી
  • સુરતના ઉત્પાદકોએ PM સામે રજૂ કરી વિગતો

દેશભરમાં આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 10 લાખ નોકરી માટે ભરતી કરવા નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં આદેશ આપ્યો છે. આ તરફ હવે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સહાય માટે કેન્દ્ર સરકારે તૈયારી બતાવી છે. જેને લઈ સુરતના લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ PM સાથે મુલાકાત કરી હતી. 

લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સહાય માટે કેન્દ્ર સરકારની તૈયારી 

PM's meeting with Surat businessmen to create 15 lakh jobs

લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સહાય માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે. જેને લઈ સુરતના લેબગ્રોન ડાયમંડના ઉત્પાદકોએ PM સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની સ્થિતિની વિગતો PM સમક્ષ રજૂ કરવામાં આવી હતી. મિટિંગમાં નાણાંમંત્રી, વાણિજ્ય મંત્રી સહિતના હાજર રહ્યા હતા.

15 લાખ નવી રોજગારીની તકો ઉભી કરવાનો લક્ષ્યાંક 

કેન્દ્ર સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન વધારી નવી રોજગારી આપવાનો લક્ષ્યાંક છે. જેમાં 15 લાખ નવી રોજગારીની તકો  ઉભી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરતમાં લેબગ્રોન ડાયમંડમાંથી જ્વેલરી, લક્ઝુરિયસ એસેસરીઝ પણ બની રહી છે. 

શું કહ્યું હતું વડાપ્રધાન કાર્યાલયે? 

PMO India Tweet

આગામી દોઢ વર્ષમાં કેન્દ્ર સરકારના તમામ વિભાગોમાં 10 લાખ ભરતી થઈ શકે છે. પીએમઓ ઈન્ડિયાના એકાઉન્ટમાંથી આ સંબંધમાં માહિતી આપતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ‘પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયો અને વિભાગોમાં માનવ સંસાધનોની સમીક્ષા કરી છે. આ સાથે તેમણે સરકારને આદેશ આપ્યો છે કે આગામી દોઢ વર્ષમાં મિશન મોડમાં કામ કરવામાં આવે અને 10 લાખ લોકોની ભરતી કરવામાં આવે.

- Advertisement -DEEP SEA ELECTROTECH