DIAMOND CITY NEWS, SURAT
જાણીતી ઝવેરાત કંપની પીએનજી જ્વેલર્સે હવે લાઈટ વેઈટ જ્વેલરી પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હલકા વજનની જ્વેલરીને પ્રોત્સાહન આપવા માટે કંપનીએ નવી ઝુંબેશ શરૂ કરી છે. લાઈફ સ્ટાઇલ નામની આ ઝૂંબેશની એમ્બેસેડર મરાઠી અભિનેત્રી સાઈ તામ્હંકર છે. આ લાઈફ સ્ટાઇલ લાઈટ વેઈટ જ્વેલરી કલેક્શન હેઠળ 18 કેરેટથી 22 કેરેટ સોનામાં ડાયમંડ જ્વેલરી લૉન્ચ કરાઈ છે, જેની પ્રારંભિક કિંમત 9,999 રૂપિયા રાખવામાં આવી છે.
આ કલેક્શન ખાસ કરીને વર્કિંગ વુમન માટે છે. વર્કિંગ વુમન પ્રોફેશનલ મિટિંગ્સમાં હલકા વજનની જ્વેલરી પહેરવાનું પસંદ કરતી હોય છે, તેથી આ જ્વેલરી કલેક્શન તેમને ધ્યાનમાં રાખી બનાવાયું છે. વર્કિંગ વુમન્સ આવી હલકા વજનની જ્વેલરી પહેરી પ્રોફેશનલ મિટિંગની સાથે સોશિયલ ઈવેન્ટ્સમાં સરળતાથી પહેરી શકે છે.
પીએનજી જ્વેલર્સના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે, પીએનજી જ્વેલર્સ દ્વારા અમે લાઈફ સ્ટાઇલ કલેક્શન લૉન્ચ કર્યું છે. આ કલેક્શનમાં અમે માત્ર જ્વેલરીની સુંદરતા જ નહીં પરંતુ આપણી આસપાસની મહિલાઓની શક્તિ અને સ્વતંત્રતાની ઉજવણી કરી રહ્યાં છે. લાઈફ સ્ટાઇલ જ્વેલરીનું એ કલેક્શન રજૂ કરે છે જે મહિલાઓના બહુવિધ જીવનને સમજે છે અને તેની ઉજવણી કરે છે, જે તેમની સ્થિતિસ્થાપકતા અને વર્સેટિલિટીનું પ્રતીક છે. આ કલેક્શનને ભારતમાં અમારા તમામ સ્ટોર્સ પર રજૂ કરવામાં અમને ગર્વ છે અને આશા છે કે તે ત્યાંની દરેક એક મહિલા સાથે પ્રતિધ્વનિ મેળવશે, એક સમયે એક દિવસ વિશ્વને ખસેડશે!
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
______________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM