ડાયમંડ માર્કેટમાં વિભાજન જોવા મળ્યું હતું. 0.50 કેરેટની સાઇઝ કરતા સ્મોલ ગુડ્ઝ વધુ સારી કામગીરી કરી રહ્યા છે. 0.30 કેરેટ પોલિશ્ડ ડાયમંડ માટે રેપ નેટ ડાયમંડ ઇન્ડેક્સ (RAPI) ફેબ્રુઆરી દરમિયાન 3.5ટકા વધ્યો, જે પાછલા વર્ષમાં સપ્લાયમાં ઘટાડો અને ચીનની માંગમાં જોવા મળેલા સુધારાને કારણે શક્ય બન્યો હતો.
1કેરેટ હીરા માટે રેપ નેટ ડાયમંડ ઇન્ડેક્સ મહિના દરમિયાન 0.1 ટકા અને Year-on-Year ધોરણે 21.7 ટકા ઘટ્યો ઠે. રેપનેટ ડાયમંડ ઇન્ડેકક્સ કેટેગરી રેન્જમાં VVS કલેરીટી માટેની સતત માંગને કારણેVS કેટેગરીમાં જે નબળાઇ જોવા મળે છે તે સરભરથઇ જાય છે. SI ગુડ્ઝમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
અમેરિકાની આર્થિક અનિશ્ચિતતાને કારણે ડીલરો સાવચેત હતા. રિટેલ જ્વેલર્સે સામાન્ય રીતે પ્રથમ ત્રિમાસિક ગાળાની જેમ ઇન્વેન્ટરી ફરી ભરી નથી. માસ્ટર કાર્ડના કહેવા મુજબ વેલેન્ટાઇન ડે શોપિંગે યુએસ જ્વેલરીના વેચાણમાં વધારો કર્યો હતો, જે જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 6.5 ટકા વધ્યો હતો.
ચીને તેના કોવિડ -19 પ્રતિબંધો હટાવ્યા અને તેની સરહદો ફરીથી ખોલી નાંખી પછી ફોકસ ફાર ઇસ્ટ તરફ શિફ્ટ થયું. કસ્ટમર સ્પેન્ડીંગ એટલે કે ગ્રાહકોના ખર્ચ કરવાના વલણમાં સમય લાગી રહ્યો છે, ત્યારે જ્વેલર્સ આગામી મહિનાઓમાં ડીમાન્ડ નિકળવાની ધારણા રાખી રહ્યા છે.
સપ્લાયર્સેએ હોંગકોંગ જવેલરી શોમાં ચાઇનીઝ બાયર્સને આકર્ષિત કરવા માટે ખાસ કરીને 1 કેરેટ અને તેનાથી મોટી સાઇઝના ડાયમંડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું હતું જેને કારણે વધારાની ઇન્વેન્ટરીમાં ઘટાડો થાય અને લિક્વિડીટીમાં સુધારો આવે. કેટલાંક એક્ઝિબિટર્સ નિરાશ થઇને શો છોડીને ચાલ્યા ગયા હતા.
ફેબ્રુઆરીમાં રફ માર્કેટ સ્થિર હતું કારણ કે અલરોસા સપ્લાયમાં ઘટાડો થવાથી અછત ઊભી થઈ હતી. વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં સારી માંગની અપેક્ષા રાખીને, ડાયમંડ ફેકટરીઓ નીચા ઉત્પાદનના લાંબા સમય પછી ધીમે ધીમે પોલિશ્ડ ઉત્પાદનમાં વધારો કરી રહી છે. ડી બિયર્સે સળંગ બીજા મહિને સ્મોલ રફ પરના ભાવ વધાર્યા હતા. ઓક્શનમાં પણ ભાવ વધ્યા છે. G7 રાષ્ટ્રો રશિયન મૂળના હીરા પર પ્રતિબંધ લાદવાનો ઇરાદો ધરાવતા હોવાથી નવા પ્રતિબંધોથી બિન-રશિયન પુરવઠાની માંગને ઉત્તેજન મળશે.
ફેબ્રુઆરીમાં સેન્ટિમેન્ટ મિશ્ર હતું. પ્રવર્તમાન સાવચેતી હોવા છતાં, પોલિશ્ડ ટ્રેડિંગમાં સુધારો થવાની અપેક્ષા છે કારણ કે ચીની ખરીદદારોનો વિશ્વાસ વધ્યો અને અમેરિકન રીટેલ મોમેન્ટમ મેળવી રહ્યા છે.
____________________________________________________________
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM