ઇટાલિયન જ્વેલર કંપની પોમેલાટોએ કેરિંગ જૂથ હેઠળ તેની ઉત્પાદન ક્ષમતાઓને વધારવા માટે ઇટાલીમાં મુખ્ય ઝવેરાત ઉત્પાદન કેન્દ્ર વેલેન્ઝામાં આવેલી સ્ટોન સેટિંગ લેબોરેટરી હસ્તગત કરી છે. વેલેન્ઝા સેટિંગ લેબ (VSL) પોમેલેટોના ઉત્પાદનને મજબૂત કરવા માટે યોગદાન આપશે. ખાસ કરીને હીરા અને કિંમતી પથ્થરના સેટિંગ ક્ષેત્રમાં અને મિલાન સ્થિત જ્વેલરી હાઉસના આંતરરાષ્ટ્રીય વિસ્તરણને સમર્થન આપશે.
પોમેલાટોના સીઈઓ સબીના બેલીએ જણાવ્યું હતું કે, ઉચ્ચ સ્તરના પથ્થરના સેટિંગમાં VSL ટીમની નિપુણતા અમારા વિકાસને ટેકો આપવા માટે અમૂલ્ય હશે, ખાસ કરીને સમૃદ્ધ હીરા અને કિંમતી પથ્થરના સેગમેન્ટમાં. અમારા વિકાસમાં આ નવું પગલું જે તકો પ્રદાન કરશે તે અંગે અમે ઉત્સાહિત છીએ.
પોમેલાટો VSL ના 24 કર્મચારીઓની કુશળતાનો લાભ લેશે, જેમાં સ્થાપક માર્સેલો મોન્ટી અને ગિલ્બર્ટો ડેન્ટેલીનો સમાવેશ થાય છે, તેમજ નિષ્ણાત સેટર્સની ટીમ કે જેમણે અગાઉ વેલેન્ઝા-આધારિત કંપની એમજી ઈકાસાતુરા માટે કામ કર્યું હતું, જે પોમેલાટોની ઐતિહાસિક ભાગીદાર રહી હતી.
______________________________________________________
Disclaimer : This information has been collected through secondary research and Diamond City Newspaper is not responsible for any errors in the same.
ડાયમંડ સિટી પર ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, બિઝનેસ સહિતના હીરા ઉદ્યોગના તમામ સમાચાર વાંચો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
FACEBOOK | TWITTER | TELEGRAM | PINTEREST | LINKEDIN | INSTAGRAM | WhatsApp | YouTube